ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 2 brothers died due to overdose of drugs going to attend marriage in Jalandhar

  એકસાથે બુઝાયા એક ઘરના બે ચિરાગ, લગ્નમાં જઇ રહેલા બે ભાઈઓનો ખરાબ આદતે લીધો જીવ

  divyabhaskar.com | Last Modified - May 13, 2018, 08:00 AM IST

  ગુલાબદેવી રોડ પર મંદિરની પાછળ લોકોએ ખાલી પ્લોટમાં બે છોકરાઓને બેભાન હાલતમાં પડેલા જોયા
  • એક બાઇક પર બેભાન પડ્યો હતો અને બીજો જમીન પર.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક બાઇક પર બેભાન પડ્યો હતો અને બીજો જમીન પર.

   જલંધર: લગ્ન સમારોહમાં સામેલ થવા નીકળેલા બે ભાઈઓનું મોત થઇ ગયું. તેમની ઓળખ સૌરભ (26) અને નીતિન (21) તરીકે થઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે બંનેની મોત નશાના ઓવરડોઝને કારણે થઇ છે.

   આ રીતે લોકોને જાણ થઇ

   - શુક્રવારે સવારે ગુલાબદેવી રોડ પર મંદિરની પાછળ લોકોએ ખાલી પ્લોટમાં બે છોકરાઓને બેભાન હાલતમાં પડેલા જોયા. એક બાઇક પર બેભાન પડ્યો હતો અને બીજો જમીન પર.

   - તેમની પાસે 2 સીરિંજ, 2 પાઉચ, 1 ચમચી અને 1 પાણીની બોટલ પડી હતી. બંનેનું શરીર નીલું પડી ચૂક્યું હતું.
   - સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા અને બંનેને ઘરે લઇ ગયા. તેમની છાતી પર પમ્પિંગ કરીને બંનેને ભાનમાં લાવવાની કોશિશ કરી પરંતુ કોઇ રિસ્પોન્સ ન મળ્યો. ત્યારબાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા.
   - ડોક્ટરે હોસ્પિટલ લઇ જવાની સલાહ આપી. બંનેને ઉતાવળમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કરી દીધા.
   - શંકાસ્પદ હાલતમાં મોત થયેલું જોઇને ડોક્ટરોએ મૃતદેહ આપવાનો ઇન્કાર કરી દીધો. ડોક્ટરોનું કહેવું છે કે જો સમયસર બંનેને હોસ્પિલ લઇ આવત તો જીવ બચી શકતો હતો.

   પિતાએ જણાવી દાસ્તાન

   - પિતા રાજીવકુમારે જણાવ્યું, "સૌરભ દુબઈથી 3 દિવસ પહેલા જ પાછો ફર્યો હતો અને નીતિન ઇલેક્ટ્રિશિયન હતો. હું પણ લગ્નમાં જવા માટે ઘરેથી નીકળ્યો હતો. જેવો હું સ્ટેશન પર પહોંચ્યો, તો મને વિચાર આવ્યો કે બંને દીકરાઓને ફોન કરી લઉં કે ક્યાં છો."

   - "ફોન કોઇ અન્ય વ્યક્તિએ ઉઠાવ્યો અને તેણે જણાવ્યું કે તમારા દીકરાઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો તો બંનેના મોતના સમાચાર મળ્યા. આખો પરિવાર એક સંબંધીના લગ્નમાં સામેલ થવા જઇ રહ્યો હતો."
   - "લોકોએ જણાવ્યું કે સૌરભના નાના ભાઈ નીતિનનું સ્થળ પર જ મોત થઇ ચૂકી હતી. તેના હાથમાં 50 રૂપિયાની નોટ હતી. આખું શરીર નીલું પડી ચૂક્યું હતું. સ્થળ પર જ્યારે ઘરવાળાઓ પહોંચ્યા તો એક ભાઈ બાઇક પાસે અને બીજો નીચે જમીન પર બેભાન પડ્યો હતો."
   - "લોકોએ જણાવ્યું કે જલંધરના રત્નનગરમાં એક દુકાનદાર નશો વેચે છે. તેના પર પહેલેથી કેસ નોંધાયેલો છે, પરંતુ પોલીસ ક્યારેય રેડ નથી કરતી. ઘણા લોકો પહેલા પણ પોતાનો જીવ ખોઇ ચૂક્યા છે."

   આવી પરિસ્થિતિમાં સમયસર હોસ્પિટલ લઇ જાય

   - થોડા મહિના પહેલા સિવિલ ઇમરજન્સીમાં 19 વર્ષના યુવકને લાવવામાં આવ્યો. તેનું હૃદય તો ચાલી રહ્યું હતું, પરંતુ તે શ્વાસ નહોતો લઇ રહ્યો. શરીર નીલું થઇ ગયું હતું. માતા-પિતાએ જણાવ્યું કે તે બાથરૂમમાં ડ્રગ્સ લઇ રહ્યો હતો. ડોક્ટરોએ તેને તરત ડ્રગ એન્ટિડોટ આપ્યો અને વેન્ટિલેટર પર નાખ્યો. થોડીવારમાં તે નોર્મલ થઇ ગયો અને બે કલાક પછી તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ.

  • તેમની પાસે 2 સીરિંજ, 2 પાઉચ, 1 ચમચી અને 1 પાણીની બોટલ પડી હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેમની પાસે 2 સીરિંજ, 2 પાઉચ, 1 ચમચી અને 1 પાણીની બોટલ પડી હતી. (પ્રતીકાત્મક તસવીર)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2 brothers died due to overdose of drugs going to attend marriage in Jalandhar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top