ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 2 and half year girl molested in MP lady police asked for bribe before medical Shameful

  MPની શરમજનક ઘટના: અઢી વર્ષની બાળકી સાથે રેપ, મેડિકલ પહેલા પોલીસે માંગી લાંચ

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 04:05 PM IST

  મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રાજનગરમાં અઢી વર્ષની બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે
  • પોલીસ સ્ટેશનમાં બેઠેલો પીડિત દીકરીનો લાચાર પિતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સ્ટેશનમાં બેઠેલો પીડિત દીકરીનો લાચાર પિતા.

   ભોપાલ: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રાજનગરમાં અઢી વર્ષની બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. 20 વર્ષનો આરોપી બાળકીનો પાડોશી છે. આરોપીએ માસૂમ સાથે ત્યારે દુષ્કર્મ કર્યું જ્યારે તે ઘરમાં સૂઈ રહી હતી. આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીના પિતાએ પોલીસ પર મેડિકલ ચેકઅપ કરાવતા પહેલા લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે એનસીઆરબી પ્રમાણે, મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને દુષ્કર્મના મામલાઓમાં મધ્યપ્રદેશ દેશમાં પહેલા નંબરે આવે છે.

   - એએસપી જયરાજ કુબેરના જણાવ્યા પ્રમાણે, રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખટકાયા મોહલ્લામાં બાળકીને સૂતી જોઇને આરોપી તૌફીક ખાન ઘરમાં ઘૂસી ગયો અને દુષ્કર્મ કર્યું. જ્યારે તે નીકળવા લાગ્યો, તો કોઇ અન્ય પાડોશીએ તેને જોઇ લીધો. બાળકીના રડવાના અવાજથી તેને શંકા ગઇ.

   - તેણે બૂમો પાડીને આરોપીને પકડી લીધો. બૂમોનો અવાજ સાંભળીને બાળકીની મા ત્યાં પહોંચી અને અંદર જઇને જોયું તો બાળકી ખરાબ હાલતમાં રડી રહી હતી.

   લોકોએ જબરદસ્ત ધોલાઇ કરી

   - ઘટના પછી લોકોએ આરોપીને પકડીને તેની જબરદસ્ત ધોલાઇ કરી અને પછી પોલીસને હવાલે કરી દીધો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 376, 450, 3/4, 5 પોક્સો ઍક્ટ હેઠળ મામલો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

   એમએલસી કરાવવા ગયા તો માંગી લાંચ

   - પીડિત બાળકીના પિતાનો આરોપ છે કે જિલ્લા હોસ્પિટલ MLC (મેડિકલ) કરાવવા સાથે આવેલી મહિલા પોલીસે 500 રૂપિયાની લાંચ માંગી. મહિલા પોલીસે કહ્યું, પૈસા ડોક્ટર સાહેબને આપાવ પડશે, નહીંતો ડોક્ટર તપાસમાં સમય લગાવશે અને બાળકીને 3-4 દિવસ સુધી અહીંયા જ રોકાવું પડશે.

   મંગળવારે વડાપ્રધાને આપી હતી ચેતવણી, કહ્યું હતું- રાક્ષસોને ફાંસી પર લટકાવી દઇશું

   - મંડલામાં 24 એપ્રિલના રોજ આદિવાસી મહાપંચાયતમાં પીએમ મોદીએ રેપની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે માસૂમ બાળકીઓ અને મા-બહેનો સાથે ક્રૂરતા આચરનારા રાક્ષસોને હવે ફાંસી પર લટકાવવામાં આવશે.
   - આ રાક્ષસો પર બિલકુલ પણ દયા નહીં કરવામાં આવે. આ કાયદો લાગુ થઇ ચૂક્યો છે.

   ગૃહમંત્રીએ કહ્યું, રેપનું કારણ છે પોર્ન સાઇટ્સ

   - મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે 23 એપ્રિલના રોજ રેપની ઘટનાઓ માટે પોર્ન સાઇટ્સને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે ગૃહ મંત્રાલયના સર્વે રિપોર્ટના હવાલાથી કહ્યું હતું કે પોર્ન સાઇટ્સ જ આવા મામલાઓનું મુખ્ય કારણ બન્યું છે. તેમણે કહ્યું કે 25 સાઇટ્સને બંધ કરાવી દીધી છે. સાથે જ કેન્દ્ર સરકારને પોર્ન સાઇટ્સ બેન કરાવવા માટે પત્ર પણ લખ્યો છે.

   મધ્યપ્રદેશમાં રેપિસ્ટને આપવામાં આવશે ફાંસી

   - મધ્યપ્રદેશમાં 12 વર્ષથી ઓછી ઉંમરના માસૂમો સાથે દુરાચાર કરવાવાળાઓને ફાંસી આપવાનો કાયદો બની ગયો છે. સરકારે અધ્યાદેશ પછી કાયદો પસાર કરી દીધો છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી થવાની બાકી છે.

  • રેપનો આરોપી 20 વર્ષનો તોફીક ખાન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેપનો આરોપી 20 વર્ષનો તોફીક ખાન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2 and half year girl molested in MP lady police asked for bribe before medical Shameful
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top