ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 19 conditions put by administration for rally of Rahul Gandhi in Mandsaur MP

  મંદસૌરમાં રાહુલની સભા માટે રાખી 19 શરતો, કહ્યું- ભાષાનું ધ્યાન રાખો

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 03:17 PM IST

  રાહુલ ગાંધી 6 જૂનના રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં મોટી રેલી કરશે
  • કમલનાથના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મધ્યપ્રદેશમાં પહેલીવાર રેલી કરશે રાહુલ. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કમલનાથના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મધ્યપ્રદેશમાં પહેલીવાર રેલી કરશે રાહુલ. (ફાઇલ)

   ભોપાલ: રાહુલ ગાંધી 6 જૂનના રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં મોટી રેલી કરશે. તેને એક રીતે વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસનો શંખનાદ પણ માનવામાં આવી રહ્યો છે. મંદસૌરમાં રેલી માટે એડમિનિસ્ટ્રેશન તરફથી 15X15નો ટેન્ટ લગાવવા, ડીજે પર પ્રતિબંધ અને ઠેસ પહોંચાડવા વાળી ભાષાનો ઉપયોગ નહીં કરવા જેવી 19 શરતો રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. કોંગ્રેસે કમલનાથને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તેમની તાજપોશી પછી મધ્યપ્રદેશમાં આ રાહુલની પહેલી રેલી છે.

   વીજળી, પાણી અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા જાતે કરો

   - મંદસૌરમાં રાહુલ ગાંધીની જનસભા માટે કોંગ્રેસ નેતા કમલેશ પટેલે એસડીએમ કાર્યાલયમાં નિવેદન આપ્યું હતું. એડમિનિસ્ટ્રેશન તરફથી 19 શરતો પર કાર્યક્રમની પરવાનગી આપવામાં આવી છે.

   - આ શરતોમાં ટેન્ટ લગાવવા અને લાઉડ સ્પીકર વગાડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ડીજે પર તો સંપૂર્ણપણે રોક છે. તેની સાથે જ સભાસ્થળ પર વીજળી, પાણી, પાર્કિંગ અને ફાયર બ્રિગેડ જેવી વ્યવસ્થાઓ પણ આયોજકોએ પોતે જ કરવી પડશે.

   કોંગ્રેસે 6 જૂનની તારીખ જ કેમ પસંદ કરી?

   - કોંગ્રેસ તરફથી જણાવવામાં આવ્યું છે કે 6 જૂનના રોજ મંદસૌરમાં ખેડૂતો પર થયેલા ફાયરિંગની પહેલી વરસી છે. ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસે ગોળીઓ ચલાવી હતી, જેનાથી 5 ખેડૂતોના મોત થઇ ગયા હતા. તેના કારણે પિપલ્યામંડીમાં શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે. રાહુલ ગાંધી અહીંયા એક રેલીને સંબોધિત પણ કરશે.

   - ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઇ ગયું હતું. ઘણી જગ્યાઓ પર રોડ જામ કર્યા બાદ પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું. વિપક્ષે શિવરાજ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે ભોપાલમાં ઉપવાસ રાખ્યા હતા.

  • કોંગ્રેસ મંદસૌર ગોળીકાંડની પહેલી વરસી પર જનસભા કરી રહી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ મંદસૌર ગોળીકાંડની પહેલી વરસી પર જનસભા કરી રહી છે. (ફાઇલ)

   ભોપાલ: રાહુલ ગાંધી 6 જૂનના રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં મોટી રેલી કરશે. તેને એક રીતે વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસનો શંખનાદ પણ માનવામાં આવી રહ્યો છે. મંદસૌરમાં રેલી માટે એડમિનિસ્ટ્રેશન તરફથી 15X15નો ટેન્ટ લગાવવા, ડીજે પર પ્રતિબંધ અને ઠેસ પહોંચાડવા વાળી ભાષાનો ઉપયોગ નહીં કરવા જેવી 19 શરતો રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. કોંગ્રેસે કમલનાથને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તેમની તાજપોશી પછી મધ્યપ્રદેશમાં આ રાહુલની પહેલી રેલી છે.

   વીજળી, પાણી અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા જાતે કરો

   - મંદસૌરમાં રાહુલ ગાંધીની જનસભા માટે કોંગ્રેસ નેતા કમલેશ પટેલે એસડીએમ કાર્યાલયમાં નિવેદન આપ્યું હતું. એડમિનિસ્ટ્રેશન તરફથી 19 શરતો પર કાર્યક્રમની પરવાનગી આપવામાં આવી છે.

   - આ શરતોમાં ટેન્ટ લગાવવા અને લાઉડ સ્પીકર વગાડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ડીજે પર તો સંપૂર્ણપણે રોક છે. તેની સાથે જ સભાસ્થળ પર વીજળી, પાણી, પાર્કિંગ અને ફાયર બ્રિગેડ જેવી વ્યવસ્થાઓ પણ આયોજકોએ પોતે જ કરવી પડશે.

   કોંગ્રેસે 6 જૂનની તારીખ જ કેમ પસંદ કરી?

   - કોંગ્રેસ તરફથી જણાવવામાં આવ્યું છે કે 6 જૂનના રોજ મંદસૌરમાં ખેડૂતો પર થયેલા ફાયરિંગની પહેલી વરસી છે. ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસે ગોળીઓ ચલાવી હતી, જેનાથી 5 ખેડૂતોના મોત થઇ ગયા હતા. તેના કારણે પિપલ્યામંડીમાં શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે. રાહુલ ગાંધી અહીંયા એક રેલીને સંબોધિત પણ કરશે.

   - ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઇ ગયું હતું. ઘણી જગ્યાઓ પર રોડ જામ કર્યા બાદ પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું. વિપક્ષે શિવરાજ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે ભોપાલમાં ઉપવાસ રાખ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 19 conditions put by administration for rally of Rahul Gandhi in Mandsaur MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `