ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 19 central ministers of BJP will do road show today in Karnataka

  કર્ણાટક: BJPના 19 કેન્દ્રીય મંત્રીઓનો આજે રોડ શો, 2 CM પણ કરશે પ્રચાર

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 10:19 AM IST

  કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારનો ગુરુવારે છેલ્લો દિવસ છે. રાજ્યની 224 સીટોમાંથી 223 પર 12 મેના મતદાન થવાનું છે
  • રાજ્યની 224 સીટોમાંથી 223 પર 12મેના રોજ મતદાન થવાનું છે. એક સીટ પર તાજેતરમાં જ એક ઉમેદવારનું અવસાન થઇ ગયું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યની 224 સીટોમાંથી 223 પર 12મેના રોજ મતદાન થવાનું છે. એક સીટ પર તાજેતરમાં જ એક ઉમેદવારનું અવસાન થઇ ગયું.

   બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારનો ગુરુવારે છેલ્લો દિવસ છે. રાજ્યની 224 સીટોમાંથી 223 પર 12 મેના મતદાન થવાનું છે. એક સીટ પર તાજેતરમાં જ એક ઉમેદવારનું અવસાન થઇ ગયું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બીજેપી અને કોંગ્રેસે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. અમિત શાહ સહિત 19 કેન્દ્રીય મંત્રી આજે રાજ્યની 38 વિધાનસભા સીટો પર રોડ શૉ અને જનસભાઓ કરશે. બીજી બાજુ મોદીએ એપ દ્વારા પાર્ટીના ઓસીબી/એસસી/એસટી કાર્યકર્તાઓ વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસના દિલમાં દલિતો, પછાત વર્ગ અને એસટી માટે કોઇ જગ્યા નથી.

   કોંગ્રેસે દલિતો માટે કશું નથી કર્યું

   - નરેન્દ્ર મોદીએ કહ્યું, "ઓસીબી આયોગને બંધારણીય દરજ્જો મળે, અમે તેના માટે કોશિશો કરી છે. કોંગ્રેસે આ વિશે વિચાર્યું સુદ્ધાં નથી અને તે વોટબેંકની રાજનીતિ કરે છે. આજે પણ કરી રહી છે. કોંગ્રેસના દિલમાં દલિતો અને પછાતો માટે કોઇ જગ્યા નથી."

   - "બંધારણીય સભાની પહેલી બેઠકના થોડા દિવસ પછી જ બાબાસાહેબે કહ્યું હતું- આ દેશનો સામાજિક-આર્થિક વિકાસ આજે નહીં તો કાલે થશે. દુનિયાની કોઇપણ તાકાત આ દેશની એકતાની આડે ન આવી શકે."

   19 કેન્દ્રીય મંત્રીઓ સહિત બે મુખ્યમંત્રી કરશે પ્રચાર

   - બીજેપી ઓફિસ તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે 19 કેન્દ્રીય મંત્રીઓ સહિત 2 મુખ્યમંત્રીઓએ કમાન સંભાળી. મુખ્યમંત્રીઓમાં શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના રમનસિંહ પણ સામેલ છે. તેમાં કેન્દ્રીય મંત્રી અનંત કુમાર સૌથી વધુ 5 વિધાનસભાઓમાં રોડ શૉ કરશે.

   - આ ઉપરાંત, રક્ષામંત્રી નિર્મલા સીતારામનને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

  • અમિત શાહ છેલ્લા 10 દિવસોથી સતત કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમિત શાહ છેલ્લા 10 દિવસોથી સતત કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

   બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારનો ગુરુવારે છેલ્લો દિવસ છે. રાજ્યની 224 સીટોમાંથી 223 પર 12 મેના મતદાન થવાનું છે. એક સીટ પર તાજેતરમાં જ એક ઉમેદવારનું અવસાન થઇ ગયું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બીજેપી અને કોંગ્રેસે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. અમિત શાહ સહિત 19 કેન્દ્રીય મંત્રી આજે રાજ્યની 38 વિધાનસભા સીટો પર રોડ શૉ અને જનસભાઓ કરશે. બીજી બાજુ મોદીએ એપ દ્વારા પાર્ટીના ઓસીબી/એસસી/એસટી કાર્યકર્તાઓ વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસના દિલમાં દલિતો, પછાત વર્ગ અને એસટી માટે કોઇ જગ્યા નથી.

   કોંગ્રેસે દલિતો માટે કશું નથી કર્યું

   - નરેન્દ્ર મોદીએ કહ્યું, "ઓસીબી આયોગને બંધારણીય દરજ્જો મળે, અમે તેના માટે કોશિશો કરી છે. કોંગ્રેસે આ વિશે વિચાર્યું સુદ્ધાં નથી અને તે વોટબેંકની રાજનીતિ કરે છે. આજે પણ કરી રહી છે. કોંગ્રેસના દિલમાં દલિતો અને પછાતો માટે કોઇ જગ્યા નથી."

   - "બંધારણીય સભાની પહેલી બેઠકના થોડા દિવસ પછી જ બાબાસાહેબે કહ્યું હતું- આ દેશનો સામાજિક-આર્થિક વિકાસ આજે નહીં તો કાલે થશે. દુનિયાની કોઇપણ તાકાત આ દેશની એકતાની આડે ન આવી શકે."

   19 કેન્દ્રીય મંત્રીઓ સહિત બે મુખ્યમંત્રી કરશે પ્રચાર

   - બીજેપી ઓફિસ તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે 19 કેન્દ્રીય મંત્રીઓ સહિત 2 મુખ્યમંત્રીઓએ કમાન સંભાળી. મુખ્યમંત્રીઓમાં શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના રમનસિંહ પણ સામેલ છે. તેમાં કેન્દ્રીય મંત્રી અનંત કુમાર સૌથી વધુ 5 વિધાનસભાઓમાં રોડ શૉ કરશે.

   - આ ઉપરાંત, રક્ષામંત્રી નિર્મલા સીતારામનને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 19 central ministers of BJP will do road show today in Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top