Home » National News » Latest News » National » 18 years after husband's meet with his wife in Madhya Pradesh

લાપતા પતિને શોધવા જમીન વેચી, દીકરો ગુમાવ્યો, 18 વર્ષ બાદ પતિ ઘેર પાછો ફર્યો

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 02:38 AM

ગૂગલ પર ગામ સર્ચ કર્યું, પોલીસને વૉટ્સઍપ પર ફોટો મોકલ્યો, કડીઓ જોડાતી ગઇ અને કોમલ ઘરે પહોંચ્યો

 • 18 years after husband's meet with his wife in Madhya Pradesh

  દેવરી: આશા અને વિશ્વાસની ગજબ કહાણીને મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રમપુરા ગામના લોકો નજર સમક્ષ જોઇને આશ્ચર્યચકિત છે. તેઓ જે મહિલાને વૈધવ્ય અપનાવવા વિવશ કરતા હતા તેના જુસ્સાને હવે સલામ કરી રહ્યા છે. શાંતિબાઇ નામની આ મહિલાનો પતિ કોમલસિંહ 18 વર્ષ અગાઉ ગુમ થયો હતો. ત્યારથી તે પતિને શોધતી રહી. તેનું તેરમું કરવાનો ઇનકાર કરી દીધો. 3 એકર ખેતીની જમીન વેચી ગુજરાન ચલાવ્યું, દીકરો ગુમાવ્યો. હવે તેનો પતિ કચ્છ બોર્ડર પર નારાયણ સરોવર નજીક હાઇવે પરથી મળ્યો. ભુજના માનસિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર્સે તેનો ઇલાજ કર્યો, પછી તેના ઘરનું સરનામું શોધી તેને ઘરે મોકલ્યો. પતિએ ઘરે પહોંચ્યા બાદ પત્નીની માંગમાં સિંદૂર ભરીને તેની આશા અને ભરોસાને કાયમ રાખ્યો.

  એક પત્નીની આશા અને વિશ્વાસની કથા... ગ્રામજનોએ 13મું કરવા કહ્યું હતું

  શાંતિબાઇ કહે છે કે મેં 6 વર્ષ સુધી તેમને શોધવાનો પ્રયાસ કર્યો. તેઓ વર્ષ 2000ની 21 એપ્રિલે દેવરીથી નીકળેલી એક જાનમાં નરસિંહપુર જિલ્લાના લિંગા ગામે ગયા હતા. બીજા દિવસે સવારે જાન તો પાછી ફરી પણ તેઓ ન આવ્યા. ઘણા દિવસો સુધી શોધખોળ બાદ તેઓ ન મળ્યા તો પોલીસને જાણ કરી. મને વિશ્વાસ હતો કે તેઓ જરૂર પાછા આવશે. તેથી હું સુહાગનની જેમ રહેતી હતી પણ ગામની મહિલાઓ જાત-જાતની વાતો કરવા લાગી. મેં મજબૂરીવશ માંગમાં સિંદૂર ભરવાનું છોડ્યું, ચૂડી-ચાંદલો અને મંગળસૂત્ર છોડીને વિધવાની જેમ રહેવા લાગી. પછી સમાજે અને ગામવાસીઓએ મારા પતિનું તેરમું કરવા ઉશ્કેરી. સમાજમાંથી બહિષ્કારની પણ વાત કરી પરંતુ મને તેઓ પાછા આવશે તેવો વિશ્વાસ હતો એટલે તેરમું ન કર્યું. 18 વર્ષ બાદ ગત 9 સપ્ટેમ્બરે તેઓ ઘરે પાછા ફર્યા. મારી ખુશીની કોઇ સીમા નહોતી. તેમણે મારી માંગમાં સિંદૂર ભરીને મને ફરી સુહાગન બનાવી દીધી.

  પિતા ગુમ થયા બાદ પુત્ર દુર્ગેશનું માનસિક સંતુલન બગડી ગયું


  પિતા ગુમ થયા બાદ પુત્ર દુર્ગેશનું માનસિક સંતુલન બગડી ગયું. 2006માં તે પણ પિતાને શોધવા નીકળ્યો અને લાપતા થઇ ગયો. 8 દિવસ બાદ તે જબલપુર નજીક જંગલમાંથી બેભાન હાલતમાં મળ્યો. ભૂખ્યો-તરસ્યો હોવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું. બીજી તરફ કોમલસિંહનું કહેવું છે કે જાન નીકળ્યા બાદ તે સૂઇ ગયો હતો. સવારે ઊઠ્યો ત્યારે જાન પરત જતી રહી હતી તો તે 20 કિ.મી. દૂર કરેલી પહોંચ્યો, જે પછીનું કંઇ તેને યાદ નથી.

  ભુજના ડૉક્ટરોની મહેનત ફળી

  ભુજના માનસિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરોએ જણાવ્યું કે ગત 13 ઓગસ્ટે તેમને કોમલસિંહ નારાયણ સરોવર નજીક હાઇવેની એક તરફ બેઠેલો મળ્યો. વાળ-દાઢી અને નખ વધેલા હતાં, કપડાં સાવ ગંદા હતાં. તેને આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇને 8 દિવસ સુધી સારવાર કરાઇ. નોર્મલ થતાં તેણે કહ્યું કે તે પલોહા ગામનો છે. ડૉક્ટરોએ ગૂગલ પર સર્ચ કરતાં તે ગામ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાનું હતું. ત્યાંના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને વૉટ્સઍપ પર ફોટો મોકલ્યો. પછી કડીઓ જોડાતી ગઇ અને કોમલસિંહનું ઘર મળી ગયું.

  (અહેવાલ- સચિન સક્સેના/અવધેશ ગુપ્તા)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ