ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 16 વર્ષનો એકનો એક દીકરો કોમામાં, પરિવારને થયું દેવુ| 16 Year Old Son Has Been In Coma For 5 Months

  16 વર્ષનો એકનો એક દીકરો 5 મહિનાથી છે કોમામાં, 10 વર્ષની બહેન આ રીતે કરે છે સેવા

  divyabhaskar.com | Last Modified - May 27, 2018, 07:00 AM IST

  માએ કહ્યું- કાશ મયંકે હેલમેટ પહેરી હોત, 16 લાખ ખર્ચ કર્યા, પ્લોટ વેચ્યો.. હવે લઈ રહ્યા છે ઉધાર
  • 16 વર્ષનો એકનો એક દીકરો 5 મહિનાથી છે કોમામાં, 10 વર્ષની બહેન આ રીતે કરે છે સેવા
   16 વર્ષનો એકનો એક દીકરો 5 મહિનાથી છે કોમામાં, 10 વર્ષની બહેન આ રીતે કરે છે સેવા

   જલંધર: એકના એક દીકરાની માતા કહે છે કે, કાશ મારા દીકરાએ હેલમેટ પહેરી હોત તો અમે 5 મહિનાથી આ પિડા ન સહન કરતા હોત. આ વાત કરી છે કેન્ટના મોહલ્લા નંબર 6માં રહેતા મયંક શર્માની મા મનૂ શર્માએ.

   મયંક સેંટ જોસેફમાં 10માં ધોરણનો વિદ્યાર્થી છે. ક્રિસમસના દિવસે તેનો એક્સિડન્ટ થયો હતો. 16 વર્ષનો મયંક તેના મિત્ર સૂરજ સાથે સાંજે 6 વાગે બાઈક પર ટ્યૂશન જવા નીકળ્યો હતો. અંદાજે 7 વાગે તેની માતા મનૂને ફોન આવ્યો કે, મક્કડ મોટર્સ બહાર મનૂનો એક્સિડન્ટ થઈ ગયો છે. માથામાં વધારે ઈજા આવી છે. મયંક અને સૂરજે હેલમેટ નહતી પહેરી. મગજમાં ગંભીર ઈજાના કારણે પાંચ મહિના પછી પણ મયંક કોમામાં છે. સૂરજને પણ વાગ્યું હતું પરંતુ તે હવે ઠીક છે.

   10 વર્ષની બહેન મુસ્કાર કહે છે- ભાઈ ભજન સાંભળી તમે ઠીક થઈ જશો


   - મયંકના પિતા સંદીપ શર્મા પ્રાઈવેટ નોકરી કરે છે. તેમનો પગાર મહિને રૂ. 15,000 છે અને પાંચ મહિનામાં જ તેઓ મયંકની સારવારમાં રૂ. 16 લાખનો ખર્ચ કરી ચૂક્યા છે.
   - ડોક્ટર્સ હજુ ક્લિયર નથી કહેતા કે મયંક ક્યારે સાજો થશે. દીકરો હોસ્પિટલમાં છે તો પરિવાર એક દિવસ પણ શાંતિથી નથી રહી શકતો.
   - મા મનૂએ કહ્યું કે, એક્સિડન્ટ થયો ત્યારે અમારી પાસે એક રૂપિયો પણ નહતો અને ડોક્ટરે તાત્કાલિક એક લાખ રૂપિયા જમા કરવાનું કહ્યું હતું.
   - લોકો પાસેથી પૈસાથી લઈને હોસ્પિટલમાં ભર્યા. તે દિવસથી લઈને આજ સુધી મયંકના પિતા લોકો પાસેથી પૈસા ઉધાર લઈ લઈને મયંકની સારવાર કરાવી રહ્યા છે.
   - મયંકની 10 વર્ષની બહેન મુસ્કાન જ્યારે પણ હોસ્પિટલ આવે છે ત્યારે કહે છે કે, ભાઈ ભજન વગાડું, તે સાંભળીને તમે જલદી ઠીક થઈ જશો.

   ખતરનાક આંકડા


   - આપણી અથવા બીજાની ભૂલના કારણે ઘણી વાર ખૂબ ગંભીર ઈજા થતી હોય છે અથવા માણસનું મોત પણ થઈ શકે છે.
   - ગયા વર્ષે થયેલા એક્સિડન્ટમાં હેલમેટ ન પહેરવાના કારણે 114 લોકોના જીવ ગયા છે.
   - ટ્રાફિક પોલીસે ગયા સમગ્ર વર્ષ દરમિયાન 32,711 લોકોને દંડ કર્યો અને ટ્રાફિક અવેરનેસનો સેમિનાર પણ કર્યો.
   - તેમ છતા લોકો સબક નથી લઈ રહ્યા. પોલીસ કમિશ્નર પી.કે સિન્હાએ જણાવ્યું કે, ઈજા અને ડેથ કેસમાં ઘટાડો કરવા માટે અમે સખત પગલાં લેવાની જરૂર છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 16 વર્ષનો એકનો એક દીકરો કોમામાં, પરિવારને થયું દેવુ| 16 Year Old Son Has Been In Coma For 5 Months
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `