Divya Bhaskar

Home » National News » Desh » સગીરા સાથે ગામના 8 છોકરાએ કર્યો ગેંગરેપ, છોકરીએ પોતાની જાતને આપી સજા| 16 year old girl committed suicide after molestation

સગીરા સાથે ગામના 8 છોકરાએ કર્યો ગેંગરેપ, છોકરીએ પોતાની જાતને આપી આવી સજા

Divyabhaskar.com | Updated - May 04, 2018, 09:39 AM

પોલીસ હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, બધા આરોપી ફરાર

  • સગીરા સાથે ગામના 8 છોકરાએ કર્યો ગેંગરેપ, છોકરીએ પોતાની જાતને આપી સજા| 16 year old girl committed suicide after molestation
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હરિયાણા: હરિયાણાના મેવાત જિલ્લાના નૂહમાં એક સગીરાએ સોમવારે એટલે કે 30 એપ્રિલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આરોપ છે કે, રવિવારે ગામના આઠ લોકોએ તેનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. 12માં ધોરણમાં ભણતી 16 વર્ષની સોહાના ખોર બસાઈ ગામમાં રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટના સમયે છોકરી એકલી જ ઘરમાં હતી. માતા-પિતા કોઈ સંબંધીના ત્યાં ગયા હતા. તે દરમિયાન ગામના જ આઠ લોકો બે બાઈક અને એક કારમાં આવ્યા હતા અને તેને જબરજસ્તી કારમાં ઉપાડીને લઈ ગયા હતા.

    ગેંગરેપ પછી પીડિતાને ઘરની બહાર ફેંકીને જતા રહ્યા હતા


    - પોલીસે જણાવ્યું કે, ગેંગરેપ પછી આરોપી પીડિતાને ઘરની બહાર જ ફેંકીને જતા રહ્યા હતા. ઘટનાની તપાસ કરતી પોલીસે જણાવ્યું કે, દરેક આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને આત્મહત્યા માટે પ્રોત્સાહન આપવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે અત્યાર સુધી પોલીસ એક પણ આરોપોની ધરપકડ કરી શકી નથી.

    સગીરાનું અપહરણ કરી એકાંત જગ્યાએ કર્યો ગેંગરેપ


    - પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે બપોરે 12 વાગે સગીરાનું અપહરણ કરીને એકાંતવાળી જગ્યાએ તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
    - ઘટનાના બીજા દિવસે સોમવારે પીડિતાના પિતરાઈ ભાઈએ તેને તેમના ઘરની બહાર જમીન પર પડેલી જોઈ હતી.
    - આરોપીઓ તેને બીજા દિવસે આ રીતે ઘરની બહાર ફેંકીને જતા રહ્યા હતા. આ દરમિયાન પીડિતાના ભાઈએ મદદ માટે તેના માતા-પિતાને બોલાવ્યા હતા.
    - આ દરમિયાન છોકરી અને આરોપીઓના માતા-પિતા વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારપછી છોકરીના પિતાએ આરોપીઓ સામે અપહરણ અને રેપની ફરિયાદ કરી હતી.

    છોકરીના પરિવાર પર કેસ પાછો લેવા માટે દબાણ


    - ગામના અન્ય લોકોના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ ખૂબ પૈસાદાર ઘરના છે. તેથી તેઓ છોકરીના પરિવારજનો પર કેસ પાછો લેવા માટે પ્રેશર કરી રહ્યા છે. પરંતુ ઘટનાના બીજા જ દિવસે બપોરે ત્રણ લાગે પીડિતાએ આત્મહત્યા કરી લીધી હતી. પીડિત પરિવાર હવે આરોપીઓને મોતની સજા આપવાની માગણી કરી રહ્યા છે. બીજી બાજુ નૂહ જિલ્લાના એસપી નાઝનીન ભસીને કહ્યું છે કે, અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • સગીરા સાથે ગામના 8 છોકરાએ કર્યો ગેંગરેપ, છોકરીએ પોતાની જાતને આપી સજા| 16 year old girl committed suicide after molestation
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending