Home » National News » Desh » Tata group is celebrating 150 years of Tata Industries Group

પહેલાં ફેક્ટરીમાં બળદગાડાથી લાવતાટતા પાણી, હવે અહીં છે એશિયાનું સૌથી મોટું મશીન

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 05:32 PM

પહેલાં અહીં એક ડોક્ટર અને એક હોસ્પિટલ હતી, હવે છે 40 મોટી હોસ્પિટલ અને 1200 ડોક્ટર્સ

 • Tata group is celebrating 150 years of Tata Industries Group
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  જમશેદપુર: ટાટા ઉદ્યોગ ગ્રૂપના 150 વર્ષની ટાટા ગ્રૂપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. 3 માર્ચે આ ગ્રૂપના સંસ્થાપક જેએ ટાટાની 179ની જયંતી આ વખતે ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છે. જેએન ટાટાના સપનાનું શહેર છે જમશેદપુર. સાકચી ગામને જમશેદપુર નામ મળે 100 વર્ષ થઈ ગયા છે. ઓદ્યોગિક અને કર્મચારીઓના વિકાસ અને શહેરની આધુનિકતા વિશે જાણો ભાસ્કર.કોમનો આ ખાસ રિપોર્ટ

  ચાર પગલાં જે સૌથી પહેલાં ટાટાએ લીધા, પછી સમગ્ર દેશે અપનાવ્યા


  જેએન ટાટા એક એવા કર્મવીર જેમણે સપનું જોયું અને દેશનો પહેલો સૌથી મોટો સ્ટીલ ઉદ્યોગ બનાવ્યો હતો. જેએન ટાટા સફળ ઉદ્યોગપતિની સાથે એક ઉદાર વ્યક્તિ પણ હતા. તેમણે લાંબાગાળાનો વિચાર કરીને ઉદ્યોગ અને કર્મચારીઓના હિતમાં જે પગલાં લીધા હતા તે હવે સમગ્ર દેશે અપનાવ્યા છે.

  આ તે પહેલાં ચાર પગલાં જે ટાટાએ લીધાં હતા
  પહેલા સ્ટીલ પ્લાન્ટ- પાણી, કોલસા, આર્યન ઓર ચૂના પત્થર અને રેલવે સાઈન બધુ એક સાથે

  1904માં અમેરિકી એક્સપર્ટ સીએમ વેલ્ડ, સહયોગી નિવાસ રાવ માટે સ્ટીલ સ્ટીલ પ્લાન્ટ માટે સારી જગ્યા શોધી રહ્યા હતા. સીનીમાં ઉદ્યોગ શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. અહીં પાણીની તકલીફ લાગતી હતી. તે દરમિયાન વેલ્ડ અને નિવાસ રાવ ઘોડા પર ફરી રહ્યા હતા. ત્યારે તેઓ સુવર્ણરેખા અને ખરકઈ નદીના સંગમ તટ પર પહોંચ્યા હતા. આ જગ્યાનું નામ હતું સાકચી. આ જગ્યા તેમને ખૂબ પસંદ આવી હતી. ઉદ્યોગ માટે પર્યાપ્ત પાણીની વ્યવસ્થા હતી. આર્યન ઓર, કોલસા, ચૂના, પથ્થરની ખાણ વધારે દૂર નહતી. પરિવહન માટે બાજુમાં જ કાલીમાટી સ્ટેશન હતું. વેલ્ડે દોરાબજી ટાટાને આ વિશે માહિતી આપી અને દેશના પહેલાં સ્ટીલ ઉદ્યોગની શરૂઆત થઈ.

  પહેલી સ્કોલરશીપપ- દેશના દર 5માં આઈસીએસને મળે છે ટાટા સ્કોલરશીપ


  આજે શિક્ષાના પ્રચાર-પ્રસાર પર સરકાર ઘણી નવી યોજનાઓ ચલાવી રહી છે. તે દરમિયાન જેએન ટાટાનું માનવું હતું કે દેશની પ્રગતિ માટે શ્રેષ્ઠ અને સૌથી વધુ પ્રતિભાઓને પ્રકાશને લાવવા જોઈએ જેથી યુવકોને દેશની વધારે સેવા કરવા માટે લાયક બનાવી શકાય. આ ભાવનાથી પ્રેરિત થઈને તેમણે 1892માં જેએન ટાટા એંડાઉમેન્ટ સ્કોલરશીપની શરૂઆત કરી હતી. આ વિદ્યાર્થીઓ માટે દેશની પહેલી કલ્યાણકારી યોજના હતી. 1924માં થયેલા એક સર્વે પ્રમાણે તે સમયે દેશના દર પાંચમાં આઈસીએસ અધિકારીને જેએન ટાટા એંડાઉમેન્ટ સ્કોલરશીપ મળતી હતી. આ સ્કોલરશીપથી દેશના ઘણાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ મળી હતી.

  ફિક્સ ડ્યૂટી ટાઈમં- ટાટાએ કામ માટે 8કલાકનો સમય નક્કી કર્યો


  આઠ કલાકની દૈનિક મજૂરી સૌથી પહેલાં ટાટાએ શરૂ કરી હતી. ડ્યૂટી માટેના ફિક્સ ટાઈમ નક્કી કરવામાં આવ્યા હતા. 19મી સદીની શરૂઆતમાં અમેરિકામાં શ્રમ શોષણ સામે મજૂરો આંદોલન કરી રહ્યા હતા. તેની અસર ઘણાં દેશોને થઈ હતી. જેએન ટાટા ઘણું લાંબુ વિચારતા હતા. તેઓ જાણતા હતા કે, કોઈ પણ ઉદ્યોગ ત્યારે જ મજબૂત થશે જ્યારે તેના કર્મચારીઓ સ્વસ્થ રહેશે. ટાટા ગ્રૂપમાં 1912માં આઠ કલાકની ફિક્સ ડ્યૂટી યોજના લાગુ કરવામાં આવી હતી જેને દેશે પણ અપનાવી હતી અને 1948માં ફેક્ટરીઝ એક્ટમાં પણ સામેલ કરી હતી.

  કર્મચારીઓના ભવિષ્ય માટે પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન સ્કીમ


  ટાટાએ કર્મચારીઓ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી હતી. તેઓ વિચારતા હતા કે નોકરી દરમિયા કર્મચારીઓને કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ ન થઈ જોઈએ પરંતુ જ્યારે તેઓ નિવૃત થાય ત્યારે તેમને ઘર ચલાવામાં મુશ્કેલી પડતી હતી. આ જ વિચારથી તેમણે 1920માં પ્રોવિડન્ટ ફંડ યોજના શરૂ કરી હતી. તેમાં એખ ચોક્કસ રકમ કર્મચારીઓના પગારમાંથી જ કાપવામાં આવતી હતી અને તેટલો જ હિસ્સો કંપની પણ ઉમેરકતી હતી. આ યોજના દેશે પણ અપનાવી હતી અને 1952માં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ બનાવી દીધો હતો.

  1921માં જમશેદપુરની વસતી 57 હજાર હતી તે 2018માં 14 લાખ


  જેએન ટાટાના સપનોનું શહેર જમશેદપુરે 100 વર્ષમાં ઘણો વિકાસ કરી લીધો છે. વ્યવસ્થામાં સુધાર અને પોતાનામાં પરિવર્તન લાવવાની કલા આ શહેરથી શીખી શકાય છે. ઔદ્યોગિક ઉન્નતી સાથે શહેર લાંબી વિકાસ યાત્રા પસાર કરી છે. પહોળા રસ્તા, પાર્ક, ગ્રીનરી, વિશ્વસ્તરીય નાગરિક જે અહીં મળે છે તે બીજે ક્યાંય નથી મળતી. 1921માં આ શહેરની વસતી 57 હજાર હતી જે 2018માં વધીને 14 લાખ થઈ ગઈ છે.

  આગળની સ્લાઈડમાં વાંચો જમશેદજી ટાટાની ઉજવણી અને અન્ય ફેક્ટ્સ

 • Tata group is celebrating 150 years of Tata Industries Group
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  2 જાન્યુઆરી 1902ના રોજ ભારતના તત્કાલીન વાયરરોય લોર્ડ ચેલ્મ્સ ફોર્ડ સાકચી આવ્યા હતા. ત્યારે મોટરગાડી નહોતી. તેમને કાલીમાટી સ્ટેશનથી સાકચી બળદગાડાથી લઈ જવાયા હતા. જમશેદજી ટાટાના સન્માનમાં ચેલ્મ્સ ફોર્ડે શહેરનું નામ જમશેદપુર રાખ્યું હતું. 

   

  હવાઈ સફરઃ સોનારીથી કોમર્શિયલ વિમાસ સેવાની કરી શરૂઆત

   

  જમશેદપુરે 100 વર્ષોમાં ઘણો વિકાસ કર્યો છે. 1919માં કાલીમાટી સ્ટેશન આવવા-જવા માટે બળદગાડી સહારો હતી. સામાન્ય લોકોને પગપાળા જવું પડતું હતું. હવે કોલકાતા માટે કોમર્શિયલ વિમાન સેવા શરૂ થઈ રહી છે. ચોથી રેલ લાઇનનો સર્વે થઈ રહ્યો છે. 

 • Tata group is celebrating 150 years of Tata Industries Group
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હાવડા-મુંબઈ મુખ્ય રેલમાર્ગ પર સ્થિત કાલીમાટી જંક્શન 1910માં એક નાનું જ સ્ટેશન હતું. ખૂબ જ ઓછા પેસેન્જર તેનો ઉપયોગ કરતા. એકાદ-બે ગાડીઓ અહીં રોકાતી. તેને ત્યારે ઝંડી બતાવવાનું સ્ટેશન તરીકે ઓળખવામાં આવતું હતું. 2 જાન્યુઆરી 1919ના રોજ આ સ્ટેશનને નવી ઓળખ મળી. ભારતના તત્કાલીન વાયરોય ચેલ્મ્સ ફોર્ડે જમશેદજી ટાટાના નામે કાલીમાટી સ્ટેશનનું નામ બદલીને ટાટાનગર રાખ્યું હતું. 

   

  ટાટાનગરઃ અહીંથી રોજ પસાર થાય છે 66 જોડી ટ્રેન


  ટાટાનગર આજે સાઉથ ઈસ્ટર્ન રેલવેના પ્રમુખ સ્ટેશનમાં સામેલ છે. તેને મોડલ સ્ટેશનનો દરજ્જો પણ મળલો છે. અહીંથી થઈને 49 જોડી એક્સપ્રેસ તથા 19 જોડી પેસેન્જર ટ્રેન પસાર થાય છે. 25 હજારથી વધુ રોજના પેસેન્જર મુસાફરી કરે છે. દેશના દરેક ખૂણામાં જવા માટે અહીંથી ટ્રેન મળે છે. ચક્રધરપુર રેલ મંડળમાં આ સ્ટેશન આયરન સહિત ખનીજો લઈ જવામાં વધુ રાજસ્વ આપનારું સ્ટેશન છે. હાલ થર્ડ લાઈનના વિસ્તારનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. 

 • Tata group is celebrating 150 years of Tata Industries Group
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બર્ન કેસમાં પ્રખ્યાતઃ 200 ડોક્ટર, બિહાર-ઝારખંડની એકમાત્ર કેન્સર હોસ્પિટલ


  1922માં સાકચી હોસ્પિટલની ક્ષમતા વધારીને 72 બેડની કરવામાં આવી. એ જ હોસ્પિટલ ટીએમએચના રૂપમાં વિખ્યાત છે. હાલમાં આ હોસ્પિટલની ક્ષમતા 750 બેડની છે. ટીએમએચમાં 200થી વધુ ડોક્ટર અને લગભગ 400 કર્મચારી છે. તેને ઈસ્ટ ઝોનની મોટી હોસ્પિટલોમાં સામેલ કરવામાં આવે છે. બર્ન કેસ માટે આ હોસ્પિટલ ઊંચું સ્થાન ધરાવે છે. અહીં ઝારખંડ-બિહારની એકમાત્ર કેન્સર હોસ્પિટલ છે.

   

 • Tata group is celebrating 150 years of Tata Industries Group
  જમશેદજીનું વિઝન- શહેર
   
  નગર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે રસ્તાઓ પહોળા હોય. તેના કિનારે ઝડપથી વિકસતા છાયાદાર વૃક્ષ ઉછેરવામાં આવ્યા. એ વાતની પણ સાવચેતી રાખી કે બાગ-બગીચા માટે ઘણી જગ્યા છોડવામાં આવે. ફુટબોલ, હોકી માટે પણ ઘણી માટે પણ ઘણું સ્થાન રાખવું. હિન્દુઓના મંદિરો, મુસ્લિમોના મસ્જિદો તથા ખ્રિસ્તીઓના ચર્ચ માટે નિયત સ્થળ ન ભૂલાય. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ