તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 વર્ષની બાળકી સાથે બસમાં છેડતી, પિતાએ યુવકોને ઠપકો આપ્યો તો ફાડી નાખ્યું શર્ટ,મા હાથ જોડતી રહી, કોઇક રીતે હિંમત ભેગી કરી બે યાત્રીઓએ ટોક્યા તો તેમને પણ માર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસૂમે રડતા-રડતા કહ્યું- તેઓ મને વારંવાર ચૂંટલી ભરતા હતા, બસમાં દરેક જણ ચૂપ હતું - Divya Bhaskar
માસૂમે રડતા-રડતા કહ્યું- તેઓ મને વારંવાર ચૂંટલી ભરતા હતા, બસમાં દરેક જણ ચૂપ હતું

સીકર (રાજસ્થાન): બુધવારે ખાટુશ્યામજીથી જીણમાતા જઈ રહેલી એક બસમાં તમામ લોકોના દેખતા એક 15 વર્ષની સગીરા સાથે યુવકોએ છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના નજરે જોનારી એક પ્રત્યક્ષદર્શી યુવતીએ જણાવ્યું કે, "બુધવારે બાલોતરાથી ખાટુશ્યામજી દર્શન કરીને જીણમાતા દર્શન માટે એક પરિવાર જઈ રહ્યો હતો. હું અને મારો ભાઈ રોડવેઝ ડ્રાઈવર નેમીચંદ રાનોલી પાસે ખાનગી બસમાં બેસી ગયા. ત્રિલોકપુરાની પાસે પહોંચ્યા તો પાછળથી ચીસ સંભળાઈ. અમને લાગ્યું કે કોઇ યાત્રીઓ લડી રહ્યા હશે. થોડીવાર પછી ફરીથી ચીસ સંભળાઈ. અમે બસની પાછળ પહોંચીને જોયું તો આ ચીસ એક છોકરીની હતી. 14-15 વર્ષની આ છોકરી પરિવારની સાથે હતી. તેના પિતાએ જણાવ્યું કે બે યુવકો તેમની દીકરી સાથે છેડતી કરી રહ્યા છે. એટલામાં આ યુવકોએ પિતાનું શર્ટ ફાડી નાખ્યું. અમે આ યુવકોને સમજાવ્યા તો તેમણે માફી માંગી લીધી. અમે ફરી આગળ આવી ગયા. આ દરમિયાન આ યુવકોએ અન્ય બીજા યુવકોને બોલાવી લીધા."

 

આખા રસ્તે છોકરી સાથે છેડતી કરતા રહ્યા આરોપી

 

"ગોકુલપુરાની પાસે આઠ-દસ બાઈક આવી અને બસની આગળ ખડકી દીધી. આ યુવકોએ અમારી સાથે મારપીટ શરૂ કરી દીધી. સૂચના મળતાં રોડવેઝ કર્મચારીઓ પહોંચ્યા. બદમાશો ફરાર થઈ ગયા. આ યુવકો આખા રસ્તે છોકરી સાથે છેડતી કરી રહ્યા હતા. છોકીર સાથે પોતે બેસવા માંગતા હતા. ગાળો પણ આપી રહ્યા હતા. કોઇપણ યાત્રીએ સગીરા સાથે થઈ રહેલી છેડતીનો વિરોધ ન કર્યો. હોબાળાને જોતા ડ્રાઈવર તે પરિવારને પણ સીકર લઈ આવ્યો. પછી પરિવાર અન્ય ખાનગી બસમાં જીણમાતા માટે રવાના થઈ ગયો."

 

બાળકીએ કહ્યું- તેઓ વારંવાર મને ચૂંટલી ભરતા હતા, બસમાં બાકીના લોકો ચૂપચાપ જોઈ રહ્યા હતા

 

બાળકીએ કહ્યું, "હું અને પપ્પા-મમ્મી ખાટુશ્યામજીથી જીણમાતા જઈ રહ્યા હતા. ખાટુ સ્ટેન્ડથી જ બે યુવકો મને ગંદી નજરોથી જોઈ રહ્યા હતા. બસમાં મને વારંવાર ચૂંટણી ભરીને હેરાન કરી રહ્યા હતા. મેં ચીસ પાડી તો મારા પપ્પા તેમને વઢ્યા. ત્યારબાદ મારા પપ્પા સાથે પણ તે બદમાશોએ ધક્કામુક્કી કરી અને તેમનું શર્ટ ફાડી નાખ્યું. મારી મમ્મી તેમના હાથ જોડતી રહી પરંતુ તેમણે એક વાત કાને ન ધરી. હું રડવા લાગી તો મમ્મીએ મને ચૂપ કરાવી. બસમાં ઘણા લોકો હતા પરંતુ કોઈએ મદદ ન કરી. ફક્ત બે અજાણ્યા લોકોએ મદદ કરી, જેમને બદમાશોએ માર માર્યો. પિતાએ કહ્યું કે ખાટુમાં અમને આવા દુર્વ્યવહારની અપેક્ષા ન હતી. તેમણે કહ્યું કે મારી દીકરીની શું ભૂલ હતી. અમે ખાટુથી ઘણો ખરાબ અનુભવ લઈને જઈ રહ્યા છીએ."

 

ખાટુ સ્ટેન્ડ પર રોડવેઝ કર્મચારીઓએ લગાવ્યો જામ

 

રોડવેઝ કર્મચારી સાથે ઝઘડો થવાની સૂચના મળવા પર મોટી સંખ્યામાં કર્મચારી ખાટુ બસ સ્ટેન્ડ પર આવી પહોંચ્યા. જેવી બસ આવી તો કર્મચારીઓએ નેમીચંદને ઘટનાને લઈને વાતચીત કરી. કર્મચારીઓ મારપીટ કરવા પર આવી ગયા અને રસ્તો જામ કરવા લાગ્યા. સૂચના મળતા ડેપો ચોકી ઇન્ચાર્જ એએસઆઇ ભોપાલ સિંહ ટીમ સાથે આવી પહોંચ્યા. કર્મચારીઓએ યુવકોની ધરપકડ કરવાની માંગ કરી. એએસઆઇએ ઉદ્યોગનગરમાં કેસ નોંધાવવા માટે કહ્યું. ઉદ્યોગનગર પોલીસે રોડવેઝ ડ્રાઇવર અને અન્ય લોકોની ફરિયાદ પર મામલો નોંધી લીધો. જોકે બાળકીના પરિવારજનોએ મામલો નોંધાવ્યો નથી.