Divya Bhaskar

Home » National News » Latest News » National » રોડ એક્સિડન્ટમાં 13 લોકોના મોત| 13 Passengers Killed In Accident On Highway in UP

UP: અકસ્માતમાં 13ના મોત, માના ખોળામાં બેઠેલી 2 વર્ષની બાળકી બચી

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 04:48 PM

ઘટના શનિવારે સવારે 5 વાગે યુપીના લખીમપુર પાસે નેશનલ હાઈવે 24 પર થઈ છે, ઘટના સ્થળે જ 9 લોકોના મોત થઈ ગયા હતા

  • રોડ એક્સિડન્ટમાં 13 લોકોના મોત| 13 Passengers Killed In Accident On Highway in UP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રોડ એક્સિડન્ટમાં 13 લોકોના મોત

    લખીમપુર: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં નેશનલ હાઈવે 24 પર શનિવારે સાંજે એક રોડ એક્સિડન્ટમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માણસોથી ભરેલી ગાડીએ હાઈવે પર ઊભેલી એક ટ્રકને ટક્કર મારી દીધી હતી. જોકે આ ઘટનામાં 2 વર્ષની બાળકીનો ચમ્તકારિક બચાવ થઈ ગયો છે. જોકે ઘટનામાં તેની માતાનું મોત થઈ ગયું છે.

    ઘટના સ્થળે જ થયા 9 લોકોના મોત


    - એજન્સીના જણાવ્યા પ્રમાણએ પેસેન્જર સાથેની આ ગાડી શાહજહાંપુરથી સીતાપુર જઈ રહી હતી. ઘટના સવારે 5 વાગે લખીમપુર પાસે આવેલા ઉચૌલિયા હાઈવે પર થયો હતો.
    - ટક્કર એટલી ભીષણ હતી કે ઘટના સ્થળે જ 9 લોકોના મોત થઈ ગયા હતા. 8 ઘાયલ લોકોને જિલ્લા શાહજહાંપુરની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 લોકોના મોત થઈ ગયા હતા.

    ઊભી રહેલી ટ્રકને મારી ટક્કર

    - ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સાબિર નિશાએ જણાવ્યું કે, હાઈવે પર એક ટ્રક ઊભી હતી. મોટા ભાગના લોકો ઉંઘમાં હતા. કદાચ ડ્રાઈવરને પણ ઝોકું આવી ગયું અને તેથી અમારી ગાડી ટ્રકને અથડાઈ ગઈ હતી. ત્યારપછી મારી જ્યારે આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી.
    - તેમણે જણાવ્યું કે, મારી સાથે મારી વહુ, 2 વર્ષની પૌત્રી અને 12 વર્ષનો પૌત્ર હતો. પૌત્રી અને પૌત્ર તો મારી પાસે છે પરંતુ મારી વહુ અમને મળતી નથી. અમે મુઝ્ઝફરનગરથી સીતાપુર અમારા પિયર જતા હતા.

    માના કારણે બચી ગઈ દીકરી


    - પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે 2 વર્ષની દીકરી એટલા માટે જીવતી રહી ગઈ કારણે જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે તે માના ખોળામાં હતી. ઘટના સમયે માતાએ તેની બાળકીને ખોળામાં દબાવીને રાખી હતી. તેથી તેને ઈજા પણ ઓછી આવી હતી. જોકે ઘટનામાં માનું મોત થઈ ગયું છે.
    - પ્રશાસન દ્વારા દરેક મૃતદેહોને લખીમપુર પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • રોડ એક્સિડન્ટમાં 13 લોકોના મોત| 13 Passengers Killed In Accident On Highway in UP
    2 વર્ષની બાળકીનો બચાવ, માતાનું મોત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending