Home » National News » Desh » માને અહેસાસ જ ન થયો કે દીકરીનો જીવ લઈ લેશે રિઝલ્ટનો ડર| 12th Student Committed Suicide Due To Fear Of Losing The Result

દીકરીને હતો રિઝલ્ટનો ડર, માને નહતી કઈ ખબર- પરિણામ આવ્યું બહુ ખરાબ

Divyabhaskar.com | Updated - May 06, 2018, 07:00 AM

ઘટના સમયે દીકરી એકલી જ ઘરે હતી, માતાને અંદાજ નહતો કે દીકરી આવું પગલું લઈ શકે છે

  • માને અહેસાસ જ ન થયો કે દીકરીનો જીવ લઈ લેશે રિઝલ્ટનો ડર| 12th Student Committed Suicide Due To Fear Of Losing The Result
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    માને અહેસાસ નહતો કે દીકરી આત્મહત્યા કરી લેશે

    કાનપુર: અહીં એક વિદ્યાર્થીનીએ 12માં ધોરણની CBSE બોર્ડની એક્ઝામ આપી હતી. પરંતુ તેને રિઝલ્ટ બગડવાનો ડર હોવાથી તેણે ફાંસી લગાવી લીધી છે. પોલીસને ઘરમાં વોશિંગ મશીનની અંદરથી એક સુસાઈડ નોટ મળી આવી છે તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટના સમયે વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી. વિદ્યાર્થીનીના પિતા કૌસમ્બીમાં સબ ઈન્સપેક્ટર છે.

    - ગોવિંદ નગરમાં રહેતા ગુજૈનીના એ બ્લોકમાં રહેતા હરિકૃષ્ણ શુક્લા કૌસમ્બીમાં સબ ઈન્સપેક્ટર છે. પરિવારમાં મૃતકા પ્રજ્ઞા સિવાય તેમની પત્ની સુધા, અને નાના દીકરો સોભિત છે.
    - પ્રજ્ઞા દબૌલીમાં રહીને હરિમિલાપ ઈન્ટર કોલેજમાં ધોરણમાં 12માં અભ્યાસ કરતી હતી. શોભિત 9માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે પ્રજ્ઞાની નાની ત્રિવેણી દીક્ષિત મરિયામપુર હોસ્પિટલમાં એડ્મિટ હતી. તેની માતા સુધા બીમાર માતાને ટીફિન આપવા માટે ગઈ હતી. શોભિત સ્કૂલ ગયો હતો.
    - શોભિતે જણાવ્યું કે, તે જ્યારે સ્કૂલથી પરત આવ્યો ત્યારે દરવાજો બંધ હતો. તેણે અંદર હાથ નાખીને સ્ટોપર ખોલી અને તે ઘરની અંદર ગયો હતો. તેણે જોયું કે તેની બહેન ફાંસીના ફંદા સાથે લટકતી હતી.
    - આ જોઈને શોભિત ગભરાઈ ગયો હતો અને તે બહારની બાજુ દોડ્યો હતો. તેણે એક PCO જઈને તેના મમ્મી-પાપાને ફોન કર્યો હતો.
    - મૃતકાની માતા સુધાના જણાવ્યા પ્રમાણે, તે જ્યારે ઘરેથી નીકળી ત્યારે પ્રજ્ઞા ખૂબ ખુશ હતી. તેને જોઈને લાગતું જ નહતું કે તેને કોઈ વાત પરેશાન કરી રહી છે. પ્રજ્ઞાએ તેમને કહ્યું હતું કે, તે આજે તેના હાથેથી રોટલી બનાવીને તેમને ખવડાવશે. ત્યારે તેમણે દીકરીને એવુ પણ કહ્યું હતું કે, બેટા હવે તું મોટી થઈ ગઈ છે, થોડી થોડી રસોઈ બનાવતા પણ શીખી જા.
    - મૃતકાની માતાના જણાવ્યા પ્રમાણે તેણે ક્યારેય પેપર ખરાબ ગયું હોવાની વાત પણ નથી કરી.

    આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીર

  • માને અહેસાસ જ ન થયો કે દીકરીનો જીવ લઈ લેશે રિઝલ્ટનો ડર| 12th Student Committed Suicide Due To Fear Of Losing The Result
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    માતાના જણાવ્યા પ્રમાણે દીકરીને રિઝલ્ટનો કોઈ ડર દેખાતો નહતો,તે ખુશ હતી
  • માને અહેસાસ જ ન થયો કે દીકરીનો જીવ લઈ લેશે રિઝલ્ટનો ડર| 12th Student Committed Suicide Due To Fear Of Losing The Result
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વોશિંગ મશીનમાંથી મળી સુસાઈડ નોટ
  • માને અહેસાસ જ ન થયો કે દીકરીનો જીવ લઈ લેશે રિઝલ્ટનો ડર| 12th Student Committed Suicide Due To Fear Of Losing The Result
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસે શરૂ કરી તપાસ
  • માને અહેસાસ જ ન થયો કે દીકરીનો જીવ લઈ લેશે રિઝલ્ટનો ડર| 12th Student Committed Suicide Due To Fear Of Losing The Result
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મૃતકાનું ઘર
  • માને અહેસાસ જ ન થયો કે દીકરીનો જીવ લઈ લેશે રિઝલ્ટનો ડર| 12th Student Committed Suicide Due To Fear Of Losing The Result
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending