ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કરંટથી દાઝેલી બાળકીનું સારવાર દરમિયાન મોત| 12 Years Old Girl Dies Due To Electric Current

  કરંટથી દાઝેલી બાળકીને આંગણામાં તડપતી જોઈ રહેલા પડોશીએ ફેરવ્યું મોઢુ, થયું મોત

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 03:04 PM IST

  સુલ્તાનપુરમાં ઈન્વર્ટર બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં 11000 વોલ્ટના કરંટથી 12 વર્ષની બાળકી દાઝી
  • બાળકી 90 ટકા દાઝી ગઈ હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકી 90 ટકા દાઝી ગઈ હતી

   સુલ્તાનપુર: અહીં વીજ ચોરી કરીને લાભ લેવાની લાલચમાં પડોશીની બાળકીનું મોત થયું છે. ઈન્વર્ટર બનાવવાની ગેરકાયેદસર ફેક્ટરીમાં 11000 વોલ્ટના કરંટથી દાઝીગયેલી 12 વર્ષની બાળકી પ્રિયાનું બુધવારે દર્દનાક મોત થયુ છે. ઘટના તે સમયે થઈ હતી જ્યારે ફેક્ટરીમાં બાળકી કોઈ કામ માટે ગઈ હતી. મોતના પહેલાં સુધી બાળકી વારંવાર તેની વળગીને રોતી હતી. તેને જીવવું હતું, પરંતુ ડોક્ટર્સ તેને બચાવી ન શક્યા.

   કલેક્ટરે હત્યાની ફરિયાદ નોંધીને તપાસ કરવા કહ્યું

   - કોતવાલી નગરમાં રહેતા મકદૂમ ગુપ્ચાની દીકરી પ્રિયા રવિવારે પડોશમાં રહેતા લક્ષ્મીનારાયણ સિંહે તેમના ઘરે કોઈ સામાન લેવા માટે બોલાવી હતી.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે, બાલકી તેમના ઘરની સીડીઓ ચડી રહી હતી. તે સમયે જ તે ત્યાંના ઈન્વર્ટરના વાયરને અડી ગઈ હતી. કરંટના કારણે બાળકી 90 ટકા દાઝી ગઈ હતી.
   - બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, લક્ષ્મીનારાયણ અને તેમના પરિવારે બાળકીને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ત્યાં જ પડી રહેવા દીધી. આટલું જ નહીં તેમણે તેમના ઘરનો દરવાજો પણ અંદરથી બંધ કરી લીધો હતો.
   - ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજનો તેને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેની સ્થિતિ ગંભીર જોતા તેને લખનઉ રેફર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકીનું બુધવારે મોત થઈ ગયુ હતું.

   મૃતદેહને DM ઓફિસ રાખીને કરવામાં આવ્યું પ્રદર્શન

   - ગુરુવારે જ્યારે બાળકીનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે સોસાયટીના લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. લોકોનો આરોપ છે કે, જે ઘરમાં બાળકીને કરંટ લાગ્યો ત્યારે વીજળી ચોરી કરીને ઈન્વર્ટર અને બેટરી બનાવવામાં આવે છે.
   - આ ગેરકાયદેસર ફેક્ટરીમાં ઉપરથી નીકળતી 11000 વોલ્ટની લાઈનથી વીજ ચોરી થાય છે. પોલીસ અને વીજ વિભાગને આ વિશે ખબર હતી પરંતુ તેમણે કોઈ પગલાં લીધા નહીં.
   - આ ઘટના પછી પણ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને છોડી દીધો હતો.
   - ઘટનાથી નારાજ લોકોએ ડિએમ ઓફિસની બહાર મૃતદેહ રાખીને વિરોધ પ્રદર્શન કર્યા હતા.
   - ડિએમ વિવિકે CO સિટી શ્યામદેવને આરોપીઓ સામે હત્યાની ફરિયાદ નોંધીને તપાસનો આદેશ આપ્યો છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • પ્રિયાને રવિવારે કરંટ લાગ્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયાને રવિવારે કરંટ લાગ્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કરંટથી દાઝેલી બાળકીનું સારવાર દરમિયાન મોત| 12 Years Old Girl Dies Due To Electric Current
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top