ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બાબા બર્ફાનીની પ્રથમ તસવીરl First look of Amarnath holy Shiva Lingam

  અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીર; 20 દિવસ વધુ ચાલશે યાત્રા

  DivyaBhaskar.com | Last Modified - May 04, 2018, 09:04 AM IST

  અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી, રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટે દર્શન બંધ થશે
  • અમરનાથ ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગ બને છે. આ તસવીર ગુરુવારે સામે આવી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમરનાથ ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગ બને છે. આ તસવીર ગુરુવારે સામે આવી.

   શ્રીનગરઃ હિમાચલમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાથી ગુરુવારે બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. ગુફામાં બનેલું 12 ફુટનું પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. આ વખતે અમરનાથ યાત્રાની અવધિ 20 દિવસ વધુ હશે અને તે રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટે ખતમ થશે. તેના માટે દેશભરના એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળોએ ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.

   અત્યાર સુધી એક લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા

   - અમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળું યાત્રામાં સામેલ થાય છે. શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યું કે આ વખતે દેશભરના એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્કની શાખોઓ દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે.
   - નરુલાના જણાવ્યા મુજબ, આ વખતે તીર્થયાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળો (વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ, જમ્મૂ હાટ અને ગીતા ભવન- રામ મંદિર) પર ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
   - બીજી તરફ, હેલિકોપ્ટરથી યાત્રા માટે ટિકિટનું ઓનલાઇન બુકિંગ 27 એપ્રિલથી શરૂ થઈ ચૂક્યું છે.

   ખતરાઓને પહોંચી વળવા પોલીસની તૈયારી

   - પોલીસે અમરનાથ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રાઇન બોર્ડના ચેરમેન એન એન વોહરાની અધ્યક્ષતામાં સોમવારે થયેલી બેઠકમાં સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી.
   - આ બેઠકમાં રાજ્યના જમ્મુ ક્ષેત્ર પોલીસ મહાનિરીક્ષક એસડી સિંહ જામવાલ ઉપસ્થિત હતા. તેઓએ જણાવ્યું કે પોલીસ ધાર્મિક યાત્રામાં દરેક ખતરાની સંભાવનાઓને પહોંચી વળવા માટે યોજના પર કામ કરી રહી છે.

  • પવિત્ર અમરનાથ ગુફા અનંતનાગ જિલ્લાના પહલગામમાં સ્થિત છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પવિત્ર અમરનાથ ગુફા અનંતનાગ જિલ્લાના પહલગામમાં સ્થિત છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બાબા બર્ફાનીની પ્રથમ તસવીરl First look of Amarnath holy Shiva Lingam
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top