ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» 11th std girl student accused principal teachers uncle of molestation in Hisar Haryana

    વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ-ટીચર્સ પર લગાવ્યો છેડતીનો આરોપ, કહ્યું- કર્યો હતો બેડ ટચ

    divyabhaskar.com | Last Modified - May 11, 2018, 07:00 AM IST

    17 વર્ષીય એક વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ, બે શિક્ષકો અને પોતાના અંકલ વિરુદ્ધ છેડતી, મારપીટ અને જાનથી મારવાની ધમકીનો કેસ નો
    • ઘરમાં એકલી હતી, ત્યારે અંકલ અશોક આવ્યા હતા. તેમણે તેને અશ્લીલ વીડિયો બતાવ્યો. (પ્રતીકાત્મક)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘરમાં એકલી હતી, ત્યારે અંકલ અશોક આવ્યા હતા. તેમણે તેને અશ્લીલ વીડિયો બતાવ્યો. (પ્રતીકાત્મક)

      હિસાર: 17 વર્ષીય એક વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ, બે શિક્ષકો અને પોતાના અંકલ વિરુદ્ધ છેડતી, મારપીટ અને જાનથી મારવાની ધમકીનો કેસ નોંધાવ્યો છે. જ્યારે વિદ્યાર્થિનીને જાણ થઇ કે તેને 12મા ધોરણમાં એટલા માટે બેસવા દેવામાં નહીં આવે કારણકે તે 11મા ધોરણમાં ફેઇલ થઇ છે, તો તેણે પરિવારજનોને આપવીતી સંભળાવી. ત્યારે મામલો પોસ સુધી પહોંચ્યો હતો. જોકે, ફરિયાદમાં વિદ્યાર્થિનીએ અંકલ પર ગંભીર આરોપ લગાવ્યા છે, પરંતુ તેમને બચાવીને શિક્ષકો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ નિવેદન નોંધાવ્યું હતું. જોકે, પોલીસે આરોપી અંકલને રાહત નથી આપી. બીજી બાજુ આ મામલાની જાણ થતા પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોએ એસપી સાથે મળીને નિષ્પક્ષ તપાસની માંગ કરી.

      વિદ્યાર્થિનીએ જણાવ્યું- અંકલે ચપ્પુ બતાવીને છેડતી કરી, અશ્લીલ વીડિયો બતાવી રૂમમાં લઇ ગયા

      - વિદ્યાર્થિનીનો આરોપ છે, કે હું સરકારી સ્કૂલમાં 11મા ધોરણની વિદ્યાર્થિની હતી. 2017ના વર્ષમાં એક દિવસ તે ઘરમાં એકલી હતી, ત્યારે અંકલ અશોક આવ્યા હતા. તેમણે તેને અશ્લીલ વીડિયો બતાવ્યો. સાથે ધમકી આપી કે તે એક મર્ડર કરી ચૂક્યો છે. બીજું મર્ડર કરતા ટાઇમ નહીં લાગે, તારું પણ કરી નાખીશ.

      - તે ઘણી ડરી ગઇ હતી, જેના કારણે પરિવારજનોને કંઇપણ જણાવ્યું નહીં. એપ્રિલ 2017માં તે સાયકલથી કોમ્પ્યુટર ક્લાસ માટે જઇ રહી હતી. રસ્તામાં અંકલે તેને અટકાવી અને ચપ્પુ બતાવીને પોતાની સાથે નજીકમાં આવેલા માર્કેટમાં લઇ ગયા.
      - એક રૂમમાં લઇ જઇને બંધ કરી દીધી. પછી કપડા ઉતારીને અશ્લીલ હરકતો કરી. કોઇક રીતે ત્યાંથી ભાગી નીકળી હતી.
      - ત્યારબાદ આરોપ છે કે તેના અંકલને નશામુક્તિ કેન્દ્ર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાંથી આવ્યા બાદ નવેમ્બર મહિનામાં એકવાર ફરી તેને રસ્તામાં રોકી લીધી હતી.
      - તે સમયે તેના પરિચિત ગણિતના શિક્ષકે બેડ ટચ કરવાનો શરૂ કરી દીધો. આરોપ છે કે એક દિવસ તે ક્લાસરૂમમાં એકલી હતી. ત્યારે તેને બોલાવીને શિક્ષકે તેના પ્રાઇવેટ પાર્ટ્સ સાથે છેડતી કરી હતી.
      - આરોપ છે કે ત્યારબાદ પ્રેક્ટિકલ અટેન્ડન્સ દરમિયાન એક અન્ય શિક્ષકે તેની છેડતી કરી. આ વાત તેણે જનવાદી મહિલા સમિતિને જણાવી હતી.
      - ટીચરે તેને ક્લાસમાં બેસતા પહેલા પ્રિન્સિપાલ પાસેથી 12મા ધોરણમાં બેસવાની પરવાનગી આપી છે, એવું લખાવીને લાવવા માટે કહ્યું.
      - તે પ્રિન્સિપાલ પાસે ગઇ હતી ત્યાં જાણ થઇ કે 11મા ધોરણમાં ફેઇલ થઇ ગઇ છે. એવામાં પોતાની સાથે થયેલી હરકતો વિશે પરિવારજનોને જણાવ્યું હતું.

      એસપીને મળેલા શિક્ષક બોલ્યા- આવા આરોપ લાગે તો ભણાવવું થશે મુશ્કેલ

      - વિદ્યાર્થિની તરફથી લગાવેલા આરોપોના વિરોધમાં વિભિન્ન શિક્ષક સંગઠનોનું એક પ્રતિનિધિમંડળ સોમવારે એસપી મનીષા ચૌધરીને મળ્યું.

      - તેમણે આખા મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી. શિક્ષકોએ કહ્યું કે આવી રીતે તો ભણાવવું મુશ્કેલ થઇ જશે.
      - કોઇપણ વિદ્યાર્થિની અથવા વિદ્યાર્થી ફેઇલ થાય તો શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ પર ગંભીર આરોપો લગાવીને કેસ નોંધાવી દેશે.
      - એસપીએ આશ્વાસન આપ્યું છે કે મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જ કાયદાકીય કાર્યવાહી અમલમાં લાવવામાં આવશે.

    • ક્લાસરૂમમાં એકલી હતી. ત્યારે તેને બોલાવીને શિક્ષકે તેના પ્રાઇવેટ પાર્ટ્સ સાથે છેડતી કરી હતી. (પ્રતીકાત્મક)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ક્લાસરૂમમાં એકલી હતી. ત્યારે તેને બોલાવીને શિક્ષકે તેના પ્રાઇવેટ પાર્ટ્સ સાથે છેડતી કરી હતી. (પ્રતીકાત્મક)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 11th std girl student accused principal teachers uncle of molestation in Hisar Haryana
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top