Home » National News » Desh » 11 Years old Deepika Rathore learning shooting and won first match at school level at MP

11 વર્ષની દીપિકાએ TV પર મેચ જોઇ તીરંદાજી શીખવાનો કર્યો નિર્ધાર, સુવિધા ન હતી તો ખેતરમાં બનાવ્યું મેદાન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:29 PM

રાજપૂત પરિવારોમાં વહુ-દીકરીઓની મર્યાદાઓ, છતાં દીકરીની જીદ આગળ હાર્યા પિતા

 • 11 Years old Deepika Rathore learning shooting and won first match at school level at MP
  દીપિકાએ સવાર-સાંજ પ્રેક્ટિસ કરીને ઓગસ્ટમાં શુજાલપુરમાં થયેલી સ્કૂલની ગેમ્સમાં તીરંદાજીની વિભાગીય સ્પર્ધામાં અંડર-14 એજ ગ્રુપમાં પહેલીવાર ભાગ લીધો.

  શાજાપુર (એમપી): જે ઉંમરમાં બાળકો ઘણીવાર પિતા પાસે સારું ખાવા-પીવા, પહેરવાનો શોખ પૂરો કરવાની જીદ કરે થે, તે ઉંમરે ગ્રામ પંચાયત તનોડિયાની 11 વર્ષીય દીપિકા કુંવર રાઠોડે ટીવી પર મેચ જોયા પછી તીરંદાજી શીખવાનો નિર્ધાર કરી લીધો. દીપિકા પોતાના નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના ખેડૂત તેમજ સરકારી સ્કૂલમાં અતિથિ શિક્ષક પિતા ઈશ્વર સિંહ પાસે તીરંદાજી શીખવાની જીદ કરવા લાગી. ગામમાં આ રમતના આધુનિક સંસાધનો ન મળ્યાં તે છતાંપણ પિતા જાણકારી મેળવીને દીકરીને શુજાલપુર લઇ ગયા. અહીંયા કોચ લોકેન્દ્રસિંહ તોમરે ટ્રેનિંગ અપાવવી શરૂ કરી. મહિના માટે દીકરીને સાથી ખેલાડીને ઘરે મૂકવી પડી.

  ગરીબ પિતાએ 12 હજાર રૂપિયાનો ખર્ચો કરીને તીર-કામઠા ખરીદીને દીકરીને આપ્યા

  દીકરી પોતાના ઘરથી લગભગ 100 કિમી દૂર રહી, તો તેને થનારી પરેશાનીની ચિંતા કરીને પિતા તેને ગામ પાછી લઈ આવ્યા. ભણવાનું ન છૂટે, એટલે રૂ.12 હજારનો ખર્ચ કરીને તીર-કામઠાં ખરીદીને ઘર અને ખેતરના એક હિસ્સા પર જ મેદાન બનાવી નાખ્યું. દીકરીએ સવાર-સાંજ અહીંયા પ્રેક્ટિસ કરીને ઓગસ્ટમાં શુજાલપુરમાં થયેલી સ્કૂલની ગેમ્સમાં તીરંદાજીની વિભાગીય સ્પર્ધામાં અંડર-14 એજ ગ્રુપમાં પહેલીવાર ભાગ લીધો. ફાઈનલમાં થયેલા 12 રાઉન્ડમાં 36માંથી 31 ટાર્ગેટ પર સટીક નિશાન સાધીને રાજ્ય સ્તરની સ્પર્ધામાં સ્થાન મેળવ્યું. રવિવારે જબલપુરમાં રાજ્ય સ્તરની સ્પર્ધામાં મેચ રમીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. ફાઇનલ રાઉન્ડનું વધુ એક પગલું અને સફળતા મેળવવાની દિશામાં દીપિકા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે મધ્યપ્રદેશની ટીમમાં સિલેક્ટ થઈ જશે. પિતા ઈશ્વર સિંહે જણાવ્યું કે, સંપૂર્ણ આશા છે કે તમામ પડકારોને મ્હાત કરીને આગળ વધેલી દીકરી નેશનલ કોમ્પિટિશનમાં હિસ્સો લેશે અને મેડલ પણ જીતશે.


  મેચ જોઇને બોલી- હું પણ લાવીશ મેડલ

  ફક્ત 4 મહિના પહેલા તીરંદાજીની રમતમાં ડગલું માંડનારી દીપિકાના પિતા ઈશ્વરસિંહ રાઠોડ જણાવે છે કે- દીપિકાએ 9 વર્ષની ઉંમરમાં એકવાર ટીવી પર તીરંદાજીની મેચ જોઈ. એક દિવસ ઘરે જ મારી આગળ જીદ કરવા લાગી, બોલી- પપ્પા આ રમત બહુ સરસ લાગે છે. મને પણ શીખવી છે. હું પણ મોટી થઈને મેડલ લાવીશ. રાજપૂત પરિવારોમાં વહુ-દીકરીઓની પોતાની મર્યાદાઓ હોય છે, પરંતુ દીકરીની જીદ જોઇને રહેવાયું નહીં. મિત્ર મનીષ ગોસ્વામી દ્વારા શુજાલપુરના કોચ તોમર વિશે જાણ થઈ. તેમનો સંપર્ક કરીને ગત એપ્રિલ મહિનાથી ત્યાં ટ્રેનિંગ અપાવવાનું શરૂ કર્યું. કોઇ સંબંધી અને પરિચિત ન હોવાને કારણે કોચ પર વિશ્વાસ રાખીને તેમના જ એક સાથી ખેલાડીના ઘરે રહેવા તેમજ ખાવા-પીવાની વ્યવસ્થા કરી.

  લોખંડનું સ્ટેન્ડ બનાવડાવ્યું, રદ્દીવાળા મોટા પૂંઠા ખરીદીને હાર્ડબોર્ડ પર લગાવ્યા

  ઈશ્વરસિંહના જણાવ્યા પ્રમાણે, દીકરીનો તીરંદાજીનો અભ્યાસ ચાલુ રાખવો હતો, એટલે શુજાલપુરથી 12 તીર અને 1 કમાન ખરીદી. લુહાર પાસેથી ગામમાં જ 12 કિલો વજનનું લોખંડનું સ્ટેન્ડ બનાવડાવ્યું. હાર્ડબોર્ડ ગામમાં ન મળ્યું, તો બીજી જગ્યાથી લઈ આવ્યા. તીરની અણીને હાર્ડબોર્ડ પર લગાવવાથી ખરાબ થવાનો ડર હતો. વારંવાર તેને ખરીદવું પણ આર્થિક પડકારો ભરેલું હતું. એટલે રદ્દીમાં ગયેલા 12 કિલોના મોટા પૂંઠા ખરીદીને હાર્ડબોર્ડ પર લગાવ્યા. વરસાદના સમયે આ જ સ્ટેન્ડ પર નિશાન સાધીને દીકરી અમારા કાચા ઘરના એક રૂમમાં પ્રેક્ટિસ કરતી હતી. વરસાદ બંધ હોય ત્યારે સ્ટેન્ડ ઉઠાવીને ખેતરમાં લઇ જતા. ત્યાં 22થી 25 મીટરના અંતરે સ્ટેન્ડ લગાવીને ટ્રેક નાખતા. દીપિકા 4 કલાક અભ્યાસ કરતી. આવું રોજ કરતા હતા. પછી દીકરી પહેલા પ્રયત્ને જ સ્કૂલની ગેમ્સની રાજ્ય સ્તરીય સ્પર્ધામાં સિલેક્ટ થઈ. રવિવારે મેચમાં સારું પ્રદર્શન કરીને તે સેમી ફાઈનલમાં જઈ ચૂકી છે. 11 સપ્ટેમ્બરે ફાઈનલ છે. આશા છે કે તે રાષ્ટ્રીય સ્પર્ધા માટે સિલેક્ટ થશે અને મેડલ જીતવાની પોતાની જીદ પૂરી કરશે.

  બાળકીમાં ખૂબ પ્રતિભા છે, સુવિધાઓ જરૂર અપાવીશું

  તીરંદાજીની વિભાગીય સ્પર્ધા સંયોજનમાં મુખ્ય સહયોગ આપનારા શાજાપુર જિલ્લાના ખેલ નીરિક્ષક બી.સી. કટારિયાના જણાવ્યા પ્રમાણે, તનોડિયાની દીપિકામાં ખૂબ પ્રતિભા છે. પહેલી જ વખતમાં તેણે જે પ્રદર્શન કર્યું, તે બહુ મોટી વાત છે. ઉજ્જૈન વિભાગના સ્કૂલ સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ સંચાલક આર.કે. પાલીવાલે કહ્યું- ગામમાં રહીને પણ તીરંદાજીનો અભ્યાસ ચાલુ રાખવા માટે દીપિકા અને તેના પિતા ઈશ્વરે જે ત્યાગ કર્યો છે તે પ્રશંસનીય છે. ટુંક સમયમાં જ આગર-માલવા જિલ્લાના ડીઇઓને પત્ર લખીને દીપિકાને દરેક સંભવ સુવિધા ઉપલબ્ધ કરાવીશું. વિભાગીય સ્તરથી રાજ્ય સ્તર પર પણ તે સંબંધે લખવામાં આવશે. હું પોતે ટુંક સમયમાં તનોડિયા જઇને દીપિકા અને તેના પરિવારજનોની મુલાકાત કરીને દરેક શક્ય મદદ કરીશ.

  આ પણ વાંચો: નોકરી માંગવા ગયેલા આદિવાસીને અભણ કહીને અધિકારીઓએ કાઢી મૂક્યો, આજે એક દીકરી છે ટીચર-બીજી પોલીસ કોન્સ્ટેબલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ