Home » National News » Desh » 10માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી | Gwalior 10th Student committed suicide

10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ફાંસી લગાવીને કરી આત્મહત્યા, ચીઠ્ઠીમાં લખ્યું- સોરી, હું જઈ રહી છું તમારું ધ્યાન રાખજો

Divyabhaskar.com | Updated - May 12, 2018, 07:00 AM

વિદ્યાર્થિનીના પિતાએ પડોસમાં રહેતાં એક યુવક પર દીકરીને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

  • 10માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી  | Gwalior 10th Student committed suicide

    ગ્વાલિયરઃ 10માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. સ્યૂસાઈડ કરતાં પહેલાં તેને એક ચિઠ્ઠીમાં લાલ શાહીથી લખ્યું કે, સોરી હું જઈ રહી છું, તમારું ધ્યાન રાખજો. વિદ્યાર્થિનીના પિતાએ પડોસમાં રહેતાં એક યુવક પર દીકરીને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

    ચીઠ્ઠીમાં લખ્યું- સોરી, હું જઈ રહી છું તમારું ધ્યાન રાખજો


    - ગોપાલ પરિહાર પ્રાઈવેટ નોકરી કરે છે. તેમના બે બાળકો છે. મોટી દીકરી લક્ષ્મીએ (17) હાલમાં જ 10માં ધોરણની પરીક્ષા આપી હતી.
    - ગુરૂવારે સવારે 8.30 વાગ્યે તેઓ ડ્યૂટી પર જવા ઘરથી નીકળ્યા હતા. ઘરમાં બપોરે લક્ષ્મીએ ભોજન લીધું અને પોતાના રૂમમાં જતી રહી હતી.
    - જે બાદ તેને દરવાજો બંધ કર્યો અને દુપટ્ટાથી ફંદો બનાવીને ફાંસી લગાવી લીધી હતી. માતાએ તેને બોલાવવા અવાજ કર્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો
    - લક્ષ્મીનો કોઈ જવાબ ન મળતાં તેનો ભાઈ રૂમમાં ગયો હતો જ્યાં તે ફાંસીના ફંદા પર લટકી રહી હતી. સુચના મળ્યાં બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પલંગ પરથી એક ચીઠ્ઠી મળી હતી.
    - ચીઠ્ઠીમાં તેને લખ્યું હતું, "સોરી, હું જઈ રહી છું, તમારું ધ્યાન રાખજો." ત્યાં તેનો મોબાઈલ પણ મળ્યો.


    પિતા બોલ્યાં- પરીક્ષા દરમિયાન વારંવાર રસ્તો રોકતો હતો યુવક, આ કારણે જ કરી દીકરીએ આત્મહત્યા


    - વિદ્યાર્થિનીના પિતા ગોપાલે જણાવ્યું કે પડોસમાં રહેતો યુવક શાહરૂખ ખાન તેની દીકરીને લગભગ બે માસથી પરેશાન કરતો હતો.
    - જ્યારે તેની પરીક્ષા ચાલી રહી હતી તો તેના ભાઈએ અનેક વખત રસ્તો રોક્યો. જ્યારે રસ્તો રોક્યો ત્યારે તે અંગેની ફરિયાદ માધૌગંજ પોલીસ સ્ટેશનમાં કરી હતી.
    - પોલીસે તેને સમજાવ્યો, જે બાદ તેને પરેશાન કરવાનું બંધ કરી દીધું હતું. થોડાંક દિવસોથી તે ફરી પરેશાન કરવા લાગ્યો હતો.
    - તેઓએ આશંકા વ્યક્ત કરી કે પરેશાન કરવાના કારણે જ તેની દીકરીએ આત્મહત્યા કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending