છત્તીસગઢ: આઈડી બ્લાસ્ટમાં 2 જવાન શહીદ, 14 એપ્રિલે અહીં જવાના હતા મોદી

સોમવારે નક્સલીઓએ સીરિયલ બ્લાસ્ટની સાથે એક આઈડી બ્લાસ્ટ કરીને જવાનોની બસ ઉડાવી દીધી

divyabhaskar.com | Updated - Apr 09, 2018, 04:06 PM
નક્સલીઓએ જવાનથી ભરેલી એક બસ ઉડાવી
નક્સલીઓએ જવાનથી ભરેલી એક બસ ઉડાવી

નક્સલીઓએ બીજાપુરના કુટરુ અને ફરેસગઢની વચ્ચે જવાનોથી ભરેલી બસને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી છે. આ ઘટનામાં ડીઆરજીના બે જવાન શહીદ થયા છે જ્યારે 6 ઘાયલ થયા છે. જે પૈકી 3ની હાલત નાજુક છે.

બીજાપુરઃ નક્સલીઓએ બીજાપુરના કુટરુ અને ફરેસગઢની વચ્ચે જવાનોથી ભરેલી બસને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી છે. આ ઘટનામાં ડીઆરજીના બે જવાન શહીદ થયા છે જ્યારે 6 ઘાયલ થયા છે. જે પૈકી 3ની હાલત નાજુક છે. આ પહેલા સોમવારે જ મહાદેવ ઘાટમાં નક્સલીઓના સીરિઅલ બ્લાસ્ટમાં એક સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા. આ દરમિયાન એક પ્રવાસી બસ માંડ-માંડ બચી ગઈ. વિસ્તારમાં અનેક યાત્રિકોના ફસાયા હોવાની આશંકા છે. ઉલ્લખેનીય છે કે 14 એપ્રિલે બીજાપુરમાં પીએમ મોદીનો પ્રસ્તાવિત પ્રવાસ છે.

બ્લાસ્ટ બાદ નક્લસીઓએ કર્યું ફાયરિંગ


- સોમવારે બીજાપુરના કુટરુ અને ફરેસગઢની વચ્ચે નક્સલીઓએ ડીઆરજી જવાનોથી ભરેલી બેસને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી. આ ઘટનામાં બે જવાન શહદ થયા છે અને 6 ઘાયલ છે.
- સૂત્રોનું કહેવું છે કે આ ઘટના બાદ નક્સલીઓએ ફાયરિંગ પણ કર્યું છે. ઘાયલ જવાનોને બીજાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
- ધ્યાન આપવાની વાત એ છે કે 14 એપ્રિલે પીએમ મોદી બીજાપુર આવવાના છે. ઘટનાસ્થળ પીએમ મોદીના કાર્યક્રમ સ્થળથી 65 કિમી દૂર છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ કરશે.
- ઘટનામાં એએસઆઈ ભોજરાજ મૌર્ય, આરક્ષક મનોજ વાચમ, સુખરામ મંડાવી, માસારામ મડિયમ, સુખનાથ કુમાર, પાયકુ આલમ ઘાયલ થયા છે.

સીરિયલ બ્લાસ્ટમાં એક જવાન ઘાયલ


- સોમવારે સર્ચિંગમાં નીકળેલા સીઆરપીએફના એક જવાન જ્યારે મહાદેવ ઘાટ પાસ ભોપાલપટ્ટનમ જતા રસ્તા પર પહોંચ્યા ત્યારે નક્સલીઓએ આઈડી બ્લાસ્ટ કરી દીધો હતો.
- 10 સીરિયલ બ્લાસ્ટમાં એક સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા, જ્યારે એક મુસાફરોની બસ માંડ માંડ બચી હતી.
- આ વિસ્તારમાં ઘણાં યાત્રીઓ ફસાયા હોવાની શક્યતા છે. હાલ અથડામણ ચાલુ જ છે. જિલ્લા મુખ્યાલયથી 5 કિમીના અંતરે આ ઘટના થઈને . ત્યારપછી રસ્તો પણ જામ થઈ ગયો છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

આઈડી બ્લાસ્ટમાં 2 જવાન શહીદ, 6 ઘાયલ
આઈડી બ્લાસ્ટમાં 2 જવાન શહીદ, 6 ઘાયલ
10સીરિયલ બ્લાસ્ટ સાથે નક્સલીઓએ કર્યો હતો એક આઈડી બ્લાસ્ટ
10સીરિયલ બ્લાસ્ટ સાથે નક્સલીઓએ કર્યો હતો એક આઈડી બ્લાસ્ટ
X
નક્સલીઓએ જવાનથી ભરેલી એક બસ ઉડાવીનક્સલીઓએ જવાનથી ભરેલી એક બસ ઉડાવી
આઈડી બ્લાસ્ટમાં 2 જવાન શહીદ, 6 ઘાયલઆઈડી બ્લાસ્ટમાં 2 જવાન શહીદ, 6 ઘાયલ
10સીરિયલ બ્લાસ્ટ સાથે નક્સલીઓએ કર્યો હતો એક આઈડી બ્લાસ્ટ10સીરિયલ બ્લાસ્ટ સાથે નક્સલીઓએ કર્યો હતો એક આઈડી બ્લાસ્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App