ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 10 naxals were killed in joint operation by Telangana Chhattisgarh Police

  છત્તીસગઢઃ જોઇન્ટ ઓપરેશનમાં 10 નક્સલી ઠાર, પોલીસ કમાન્ડો શહીદ

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 01:25 PM IST

  પોલીસ તરફથી આ કાર્યવાહી બીજાપુર દિલ્લાના પૂજારી કાંકેર વિસ્તારમાં કરવામાં આવી
  • શુક્રવારે સવારે હોળીના દિવસે 10 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારે સવારે હોળીના દિવસે 10 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા.

   છત્તીસગઢ: અહીંયા પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. શુક્રવારે સવારે હોળીના દિવસે અહીંયા 10 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા, જ્યારે એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા પોલીસ કમાન્ડો શહીદ થયા છે.પોલીસ તરફથી આ કાર્યવાહી બીજાપુર દિલ્લાના પૂજારી કાંકેર વિસ્તારમાં કરવામાં આવી. પોલીસમાં સ્પેશિયલ ડીજી (નક્સલ ઓપરેશન્સ) ડીએમ અવસ્થીએ આ વિશે પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, 10 નક્સલીઓ આ ઓપરેશનમાં ઠાર મરાયા છે. આ કાર્યવાહી તેલંગણા પોલીસ અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત રીતે કરી છે.

   દોઢ કલાક સુધી ચાલતું રહ્યું એન્કાઉન્ટર

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તિપ્પાપુરમ ગામની પાસે નક્સલીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થઇ ગયો હતો. આ ગામ તેલંગણા બોર્ડરથી થોડેક જ દૂર આવેલું છે. પોલીસ તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ), ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) પણ સામેલ હતા.

   - ઘાયલ પોલીસકર્મીની ઓળખ અરવિંદ સલામ તરીકે થઇ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, નક્સલીઓના ફાયરિંગ બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી. દોઢ કલાક સુધી એન્કાઉન્ટર ચાલતું રહ્યું. તેના પથી નક્સલીઓને ત્યાંથી ભાગવું પડ્યું. જોકે, પોલીસે સંભાવના દર્શાવી છે કે કેટલાક નક્સલીઓનું સ્થળ પર જ મોત થઇ ગયું.

   28 ફેબ્રુઆરીના રોજ પોલીસે 9 નક્સલીઓ પકડ્યા હતા

   ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં નક્સલીઓએ ગત દિવસોમાં પોલીસ અને સુરક્ષાદળો પર ઘણા હુમલાઓ કર્યા હતા. પરિણામે આ જોઇન્ટ ઓપરેશન પોલીસ દ્વારા નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. તાજેતરની ઘટના પહેલા 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં પોલીસે નવ નક્સલીઓને પકડી લીધા હતા.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • આ કાર્યવાહી તેલંગણા પોલીસ અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત રીતે કરી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ કાર્યવાહી તેલંગણા પોલીસ અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત રીતે કરી છે.

   છત્તીસગઢ: અહીંયા પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. શુક્રવારે સવારે હોળીના દિવસે અહીંયા 10 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા, જ્યારે એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા પોલીસ કમાન્ડો શહીદ થયા છે.પોલીસ તરફથી આ કાર્યવાહી બીજાપુર દિલ્લાના પૂજારી કાંકેર વિસ્તારમાં કરવામાં આવી. પોલીસમાં સ્પેશિયલ ડીજી (નક્સલ ઓપરેશન્સ) ડીએમ અવસ્થીએ આ વિશે પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, 10 નક્સલીઓ આ ઓપરેશનમાં ઠાર મરાયા છે. આ કાર્યવાહી તેલંગણા પોલીસ અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત રીતે કરી છે.

   દોઢ કલાક સુધી ચાલતું રહ્યું એન્કાઉન્ટર

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તિપ્પાપુરમ ગામની પાસે નક્સલીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થઇ ગયો હતો. આ ગામ તેલંગણા બોર્ડરથી થોડેક જ દૂર આવેલું છે. પોલીસ તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ), ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) પણ સામેલ હતા.

   - ઘાયલ પોલીસકર્મીની ઓળખ અરવિંદ સલામ તરીકે થઇ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, નક્સલીઓના ફાયરિંગ બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી. દોઢ કલાક સુધી એન્કાઉન્ટર ચાલતું રહ્યું. તેના પથી નક્સલીઓને ત્યાંથી ભાગવું પડ્યું. જોકે, પોલીસે સંભાવના દર્શાવી છે કે કેટલાક નક્સલીઓનું સ્થળ પર જ મોત થઇ ગયું.

   28 ફેબ્રુઆરીના રોજ પોલીસે 9 નક્સલીઓ પકડ્યા હતા

   ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં નક્સલીઓએ ગત દિવસોમાં પોલીસ અને સુરક્ષાદળો પર ઘણા હુમલાઓ કર્યા હતા. પરિણામે આ જોઇન્ટ ઓપરેશન પોલીસ દ્વારા નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. તાજેતરની ઘટના પહેલા 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં પોલીસે નવ નક્સલીઓને પકડી લીધા હતા.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 10 naxals were killed in joint operation by Telangana Chhattisgarh Police
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `