ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 10 lakhs rs ransom asked from 25 BJP MLAs of UP if not given threatened to death

  UP: 25 MLA પાસે વોટ્સએપ પર માંગ્યા 10-10 લાખ, ન આપતા હત્યાની ધમકી

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 10:05 AM IST

  ખંડણી નહીં આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે
  • ધારાસભ્યોને દુબઇના નંબર પરથી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધારાસભ્યોને દુબઇના નંબર પરથી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે.

   લખનઉ: ઉત્તરપ્રદેશમાં ભાજપના આશરે 25 ધારાસભ્યોને વોટસ્એપ પર ધમકી મળી છે. તેમની પાસે 10-10 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. ખંડણી નહીં આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. લખનઉ, સીતાપુર, બુલંદશહેર અને શાહજહાંપુર સહિત વિવિધ જિલ્લાના ભાજપ ધારાસભ્યોને આવા મેસેજીસ મળી રહ્યા છે. પોલીસે એફઆઇઆર નોંધી તમામ ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે. હજુ સુધી મેસેજ મોકલનારાને ટ્રેસ કરી શકાયો નથી.

   દુબઇના નંબરથી મોકલવામાં આવી રહ્યા છે મેસેજ

   - મેસેજ +1(903)3294240 નંબરથી મોકલવામાં આવ્યા છે. મેસેજ મોકલનારાએ પોતાનું નામ અલી બુદેશભાઇ જણાવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ નંબર દુબઇનો છે.

   - મેસેજ હિંદીમાં મોકલવામાં આવ્યો છે, પરંતુ તેમાં ક્યાંક શબ્દનો ઉપયોગ બરાબર નથી તો ક્યાંક વાક્યરચના યોગ્ય નથી. જેમકે- સૌથી પહેલા વાક્યમાં લખ્યું છે, "હમ આપસે ગપશપ બનાને કે લિએ યહાં નહીં હૈ." (અમે તમારી સાથે ગપ્પા મારવા માટે અહીંયા નથી.) આ જ રીતે એક જગ્યાએ સમય વીતી જવાને સમય ઉત્તીર્ણ થઇ જવાનું લખ્યું છે. શક્ય છે કે તેને કોઇ સોફ્ટવેરથી હિંદીમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યો હોય.
   - મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચ, એસટીએફ અને સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી છે. આઇજી રેન્જ સુજીત કુમાર પાંડેયે 25 ધારાસભ્યોને આવા મેસેજ મળવાની પુષ્ટિ કરી છે.

   'હું અલી બુદેશ ભાઈ...'

   - ધારાસભ્યોને મોકલવામાં આવેલા મેસેજમાં લખ્યું છે, "અમે તમારી સાથે લાંબી ગપશપ કરવા માટે અહીંયા નથી. શું તમે મને નથી જાણતા? જો પોતાની અને પોતાના પરિવારની સલામતી ઇચ્છતા હોવ તો ત્રણ દિવસની અંદર રૂપિયા 10 લાખની વ્યવસ્થા કરો. મને ખબર છે કે તમે પૈસાની વ્યવસ્થા નહીં કરો, જ્યાં સુધી તમે તામાર પરિવારમાંથી કોઇ એક જણનું મૃત શરીર નહીં જોઇ લો. અમે તમને વચન આપીએ છીએ કે ત્રણ દિવસના ઉત્તીર્ણ થયા પછી અમે તમારો વિશ્વાસ મેળવવા માટે એક-એક કરીને હત્યા કરવી શરૂ કરી દઇશું. તમારી પાસે ફક્ત 3 દિવસ છે. મારો માણસ તમારી નજીકમાં જ છે. સમય બરબાદ ન કરશો."

   કેટલાક બીજેપી નેતા પણ સામેલ

   - જે ધારાસભ્યોને ધમકી મળી છે, તેમાં લખનઉના ઉત્તરી વિધાનસભાથી ધારાસભ્ય ડૉ. નીરજ બોરા, સીતાપુરના મહોલીના શશાંક ત્રિવેદી, બુલંદશહેર ડિબાઇનાં ડૉ. અનિતા લોધી અને શાહજહાંપુર મીરાપુર કટરાના વીર વિક્રમ સિંહ ઉર્ફ પ્રિન્સ સામેલ છે.

   - મોહમ્મદી ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપ સિંહ, મેહનૌન ધારાસભ્ય વિનય દ્વિવેદી, ગોંડા ધારાસભ્ય પ્રેમ નારાયણ પાંડેય, ફરીદપુર ધારાસભ્ય શ્યામ બિહારીલાલ, ભોગનીપુર ધારાસભ્ય વિનોદ કટિયારને પણ ધમકી મળી છે. બીજેપીના કેટલાક પૂર્વ ધારાસભ્યો અથવા સંગઠનો સાથે જોડાયેલા લોકોને પણ ધમકીભર્યો મેસેજ મળ્યો છે.

  • યોગી સરકારે મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચ, એસટીએફ અને સાયબર ક્રાઇમ સેલને સોંપી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગી સરકારે મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચ, એસટીએફ અને સાયબર ક્રાઇમ સેલને સોંપી છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 10 lakhs rs ransom asked from 25 BJP MLAs of UP if not given threatened to death
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `