તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુસાઈડ કરી GF માટે લખ્યું- મરી ગયો એમ ન સમજતી, ભૂત બની આવીશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દોરઃ પ્રણય ત્રિકોણ (લવ ટ્રાયેંગલ)માં ફસાયેલા એક યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટના શહેરના દ્વારકાપુરી વિસ્તારની છે. યુવક પાડોશી યુવતી સાથે પ્રેમ કરતો હતો. યુવતીના એક બીજા પ્રેમી સાથે તેનો ઝઘડો થયો હતો. જે પછી તેણે યુવતીના નામે સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી.
ભાઈએ જણાવ્યું કે, સવારે ઉઠીને જોયું તો આકાશ ફાંસીએ લટકતો હતો
- પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તો 20 વર્ષીય આકાશ ઘનોરિયા ફાંસીએ લટકતો હતો.
- તેના મોટા ભાઈએ જણાવ્યું કે, સવારે ઉઠીને જોયું તો આકાશ ફાંસીએ લટકતો હતો.
- પોલીસે તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં તે એક યુવતીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું.
- આકાશના ભાઈએ કહ્યું કે, તેનો ભાઈ પાડોશમાં રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો. જેના પ્રેમમાં સાગર નામનો યુવક પણ હતો.
- યુવતી બંને સાથે વાતચીત કરતી હતી. આ અંગે બંને વચ્ચે ઝઘડો થયો તો સાગરે આકાશ સાથે મારામારી કરી હતી.
તને પ્રેમ કરું છું, મરીને પણ તારો પીછો નહીં છોડીશ...

- મારી સપના (બદેલલું નામ) તુ કદાચ મને પ્રેમ નહીં કરતી હોય, પરંતુ હું તને ઘણો પ્રેમ કરું છું.
- તુ કદાચ સાગર સાથે ખુશ રહીશ. પણ તુ એમ ન સમજતી કે મરી ગયો તારો પીછો છોડી દઈશ, હું પોતાનો પ્રેમ પામવા પાછો આવીશ.
- સાગર- તુ કહેતો પૂછતો હતોને કે સપના માટે તુ મરી શકે છે કે નહીં, જો મે મરી દેખાડ્યું.
- હું પાછો આવીશ સપના ભૂત બનીને અથવા તારા ઘરમાં જન્મ લઈને. તારા ઘરે જો પ્રથમ સંતાન પુત્ર હશે તો સમજી લેજે હું આવી ગયો.
- મમ્મી- હું તને છોડીને જઈ રહ્યો છું, મને માફ કરી દેજે. તે મારા માટે ઘણું કર્યું છે.
- મારા ભાઈ જેવો બીજો કોઈ ભાઈ ન હોય શકે. સપના, મમ્મી, મિત્ર અંકિત મને માફ કરી દેજો. બાય. આકાશ.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ અન્ય તસવીરો........)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો