તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB Exclusive:રાજસ્થાનમાં મહિલાઓને ડાકણ ગણાવી કરાય છે સામાજીક બહિષ્કાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયપુરઃ રાજસ્થાનના ભીલવાડા અને રાજસમંદમાં એવા ઘણા ગામ છે જ્યાં લોકો આજે પણ ડાકણ પ્રથામાં માને છે. રાજ્યમાં આ મુદ્દે કાયદો હોવા છતાં મહિલાઓનો સામાજીક બહિષ્કાર, અપમાનિત કરવી, માર મારવો તથા હત્યા સુધીની ઘટનાઓ સામે આવી રહી છે.
અંધવિશ્વાસ પર ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ

- ભીલવાડામાં ભાસ્કરે ભૌલી દેવી સાથે મુલાકાત કરી. તે મૂળ દરિબા ગામની છે પરંતુ છેલ્લા 11 વર્ષથી સામાજીક બહિષ્કારનો સામનો કરી રહી છે.
- આ મામલે હેમલતા દેવીએ ભૌલી દેવીને બચાવ કરતા તેને પણ ડાકણ ગણાવી બહિષ્કાર કર્યો.
- હેમલતાએ જણાવ્યું કે, જો મહિલા ડાકણ હોય તો પુરુષ ભૂત કેમ નહીં?
- આવા ઘણા કિસ્સાઓ મળ્યા જેમા મહિલાઓની કહાણી દર્દનાક છે પરંતુ આ મામલે કોઈ કેસ નોંધાયો નથી. સામાજીક કાર્યકર તારા અહલૂવાલિયાએ જણાવ્યું કે, મહિલાને ડાકણ કહેવી જામીનપાત્ર ગુનો છે અને આરોપી 6-7 દિવસમાં બહાર આવી જાય છે.
ડાકણ કહી માર માર્યો

- બાલવાસ ગામમાં ભાસ્કરને નંદૂ દેવીએ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી તે 1 કિ.મી.ના અંતરે આવેલા પોતાના ઘરે નથી જઈ શકી. 3 વર્ષ અગાઉ પાડોશી ડાલૂનો પુત્ર બીમાર પડતા આરોપ નંદૂ દેવી પર લાગ્યો.
- લોકોએ તેને ઢોર માર માર્યો અને તે પછી તેને કૂવામાં ફેંકવાના હતા. જોકે ત્યાં કામ કરતા મજૂરોએ તેને બચાવી લીધી હતી.
- અન્ય એક કિસ્સામાં પારસી નામની મહિલાના લગ્ન લિલેશ્વર ગામના મુકેશ સાથે થયા હતા. જોકે મુકેશની પટવારી બહેનને સંબંધ ન ગમતા બકરીઓના મરવા પર પારસીને ડાકણ જાહેર કરી દીધી. આખા પરિવારે તેને ઢોર માર માર્યો.
- પારસીના પરિવારે ઘણીવાર સામાજીક પંચાયત કરી પરંતુ પ્રભાવશાળી સાસરીવાળા તેને સ્વીકારવા તૈયાર નથી. પોલીસે પણ સાસુ-સસરાને 2 દિવસ જેલમાં રાખવા સિવાય કોઈ કાર્યવાહી નહોતી કરી.
સંપત્તિ હોય છે કારણ

- 90 ટકા મામલે જે મહિલાઓને ડાકણ ઠેરવવામાં આવે છે તેઓના પતિનું મોત થયું હોય છે અથવા તે એકલી રહેતી હોય છે.
- આવા કિસ્સાઓમાં સંપત્તિ અને જમીન હડપવાના પ્રયાસમાં સંબંધીઓ અથવા પાડોશીઓ ડાકણનો આરોપ લગાવે છે.
- 1998થી અત્યારસુધી ભીલવાડામાં 74 અને રાજસમંદમાં 2005થી અત્યારસુધી 29 કેસ સામે આવ્યા છે.
- એપ્રિલ 2015માં ડાકણ પ્રતાડના સંબંધિત કાયદો આવ્યા બાદ ભીલવાડામાં 7 અને રાજસમંદમાં 1 કેસ સામે આવ્યો છે.
આગળની સ્લાઈડ્માં વાંચો, ભાસ્કરના અહેવાર બાદ થઈ અસર, લોકોએ કર્યા મેસેજીસ- આરોપીઓની થઈ ધરપકડ...
(તમામ તસવીરોઃ મહેન્દ્ર શર્મા)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો