નેશનલ ડેસ્ક. હાલમાં જ તુર્કીમાં સત્તાપલટાનો પ્રયાસ નિષ્ફળ થયા બાદ સોશિયલ મીડિયા પર એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, શું ભારતમાં પણ આવું થઈ શકે? આ તમામ ચર્ચાઓની વચ્ચે એવા મજબૂત કારણો છે. જેના કારણે ભારતીય આર્મી ક્યારેય પણ દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ નહીં કરે. ભારતીય બંધારણની વ્યવસ્થા મજબૂત હોવાના કારણે માત્ર સંસદ કે દિલ્હી પર કબજો મેળવી લેવાથી સમગ્ર દેશ પર કાબૂ મેળવી શકાતો નથી.
માત્ર દિલ્હી પર કબજો કરી લેવાથી સત્તાપલટો શક્ય નહીં
- દુનિયામાં સામાન્ય રીતે આર્મી જ સત્તાપલટાનો પ્રયાસ કરે છે.
- મોટેભાગે સત્તાપલટો સીનિયર લેવલના આર્મી ઓફિસર્સના ઈશારે થતો હોય છે.
- અત્યાર સુધીમાં થયેલા સત્તાપલટા નાના અને કેન્દ્રિત દેશોમાં થયા છે. જ્યાં રાજધાની જ સૌથી મહત્વપૂર્ણ શહેર હોય છે.
- પરંતુ ભારતના મામલામાં માત્ર દિલ્હી પર કબજો મેળવી લેવાથી કંઈ નહીં થાય.
- રાજ્ય સરકાર ચાલતી રહેશે અને કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઓફિસર્સ દ્વારા કાર્યરત રહેશે.
સૈન્ય બળવાની પરિસ્થિતિમાં સુરક્ષિત રહેશે ન્યૂક્લિયર હથિયારો
- સૌથી મહત્વપૂર્ણ બાબતો પૈકી એક છે કે, ભારત ન્યૂક્લિયર હથિયારો ધરાવતો દેશ છે.
- જો સૈૈન્ય બળવો થાય અને આ હથિયારોથી વિનાશ વેરવામાં આવે તો? પરંતુ ભારતમાં તે પણ શક્ય નથી.
- ભારતમાં ન્યૂક્લિયર હથિયારોના કાર્યક્રમના કમાન્ડ, કંટ્રોલ અને ઓપરેશન અંગેના નિર્ણયો ન્યૂક્લિયર કમાન્ડ ઓથોરિટિ (NCA) દ્વારા કરવામાં આવે છે.
- NCAના ચીફ તરીકે સત્તાની રૂહે દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી છે. તેમની પાસે જ ન્યૂક્લિયર હથિયારો ઉપયોગ કરવાની ઓથોરિટી છે.
- આથી સત્તાપલટના પ્રયાસ થાય તો પણ ન્યૂક્લિયર હથિયારો લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા સર્વોચ્ચ પ્રતિનિધિ પાસે જ રહે. અને ખોટા હાથમાં જવાની શક્યતા રહેતી નથી.
આગળની સ્લાઈડમાં વાંચો, રાષ્ટ્રપતિ છે સુપ્રીમ કમાન્ડર, સૈૈન્ય બળવાને ડામવા લઈ શકે છે આકરા નિર્ણય... આઝાદી બાદ આર્મીના સત્તા પર નહેરુએ મૂકી હતી કાપ...