વ્યૂહરચનાના ભાગરૂપે 'પરચૂરણ' ભેગું કરી રહ્યું છે ભાજપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે એનડીએમાં મોટા સહયોગી પક્ષથી દૂર રહેશે. વર્ષોથી એનડીએમાં સામેલ શિવસેના અને અકાલીદળને બાદ કરતાં કોઇ એવા પક્ષને એનડીઓનો ભાગ નહીં બનાવવામાં આવે કે જેથી ભાજપને મોટી સંખ્યામાં બેઠક ફાળવવી પડે. બીજી બાજુ, કોંગ્રેસે સાથી પક્ષોની શોધ હાથ ધરી છે. હાલમાં આંગળીના વેઠે ગણી શકાય તેવા સાથી પક્ષો તેની સાથે છે. તેમાં પણ દરેકનો સ્વાર્થ છે એટલે તેઓ કોંગ્રેસને વળગી રહ્યાં છે.
બદલી ભાજપે વ્યૂહરચના
ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે ભાસ્કરને જણાવ્યું પણ છે કે મજબૂત ભાજપ ,અપેક્ષાકૃત નાના નાના સાથી પક્ષોની મદદથી સંગીન એનડીએ સરકારનો પાયો નાખશે. બિહારમાં પાસવાનને માત્ર ૭ બેઠક આપી તો મહારાષ્ટ્રમાં રામદાસ આઠવલે અને શેટકારી સમાજને ૧.૨ બેઠકો. હરિયાણામાં હજકાંને બે બેઠકો તો તમિળનાડુમાં વાઇકોના પક્ષ સાથે વાત ચાલે છે.
અંતર શા માટે ?
ભાજપનું માનવું છે કે તે જ્યારે મજબૂત હશે તો સાથી પક્ષો તેની સાથે જોડાશે. તેનાથી વિપરીત પણે મોટા સાથી પક્ષો હશે તો વિચારધારાને મુદ્દે દબાણ વધુ હશે. તેથી સરકાર બનાવ્યા પહેલાં અને પછી અનેક પ્રકારનું દબાણ આવી શકે છે.
શું છે અનુભવ ?
અલગ વિચારધારા ધરાવતા પક્ષ સાથે સરકાર બનાવવાનો અનુભવ વાજપેયી સરકાર કરી ચૂકી છે. યુપીએ એક અને બે માં આ જ જોવા મળ્યું. જેડીયૂ સાથે લાંબા જોડાણ પછી બિહારમાં ભાજપ નાના ભાઇની ભૂમિકામાં આવી ગઇ. ઓરિસામાં પણ આ જ થયું. મજબૂત ભાજપથી જ મજબૂત એનડીએ બનશે.
લાભ શો
રાજ્યસભામાં ભાજપના ઉપાધ્યક્ષ રવિશંકરપ્રસાદનું કહેવું છે કે નાના નાના પક્ષ મજબૂત એનડીએનો આધાર બની શકે છે. તેઓ જ ભાજપના કોંગ્રેસ અને ભ્રષ્ટાચારમુકત ભારત ,મજબૂત અને સમૃદ્ધ ભારતના એજન્ડા ઓફ ગવર્નન્સને મજબૂત કરશે. જ્યારે મોટા સહયોગી પોતાના રાજકીય હિ‌તો પર ખાસ કરીને ફોકસ કરે છે. ભાજપનો અનુભવ છે કે તેથી કરીને કાર્ય પ્રભાવિત થાય છે.
શું છે કોંગ્રેસની સ્થિતિ, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.