• Gujarati News
  • What Will Be The BJP's Fate After Karnataka Results?

કેસરિયા પક્ષનો કર્ણાટકમાં થયેલો વ્હાઇટ વોશ લોકસભા સુધી પહોંચશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કર્ણાટક : કેસરિયા પક્ષનો વ્હાઈટ વોશ

દક્ષિણ ભારતમાં માત્ર એક જ રાજ્યમાં કમળ ખીલવી શકેલી ભાજપા માટે આજે આવેલા ચૂંટણી પરિણામો માત્ર હતાશાજનક જ નહિ, પરંતુ શરમજનક પણ ગણવા પડે . આગામી લોકસભા ચૂંટણીમાં ભારતવિજયના સપનાં જોતો ભાજપ કર્ણાટકમાં પોતાની સત્તા ગુમાવીને હાંસીને પાત્ર બની ચૂક્યો છે. અત્યારે સંસદમાં યુપીએ સરકારને વિવધ મુદ્દે ભીડવી રહેલા ભાજપને અંદરથી ફોલી ખાતી ઉધઈનો અંદાજ નથી કે પછી તેનો તેની પાસે કોઈ ઉપાય નથી - એ માત્ર અટકળનો વિષય છે .

કૌભાંડ સિવાય કોઈ કામ જ ના કરતી હોય તેવી સરકારની છાપ ધરાવતી કોંગ્રેસને વિધાનસભાની ચૂટણીમાં હરાવવાનું તો ઠીક માફકસરની ટક્કર આપવાનું પણ ભાજપને ફાવ્યું નથી . સત્તા પક્ષમાં રહેવા છતાં તે પછીની ચૂટણીમાં તમે મુખ્ય વિરોધ પક્ષ તરીકેનું સ્થાન પણ ના મેળવી શકો અને કોઈ પ્રાદેશિક પક્ષ તમારા કરતા આગળ નીકળી જાય અને તમે સંખ્યાબળની દ્રષ્ટીએ પણ એટલા નીચે ઉતારી જાવ કે તમારા અસ્તિત્વ અંગે સવાલ ઉભો થાય ત્યારે આત્મમંથનથી વિશેષ કશુક કરવું પડે .

ભાજપ માટે એવું કહેવાય છે કે તેમને માટે વિરોધ કરતા જ આવડે છે , શાસન કરતા આવડતું નથી . શાસન કરવા માટે જરૂરી લવચીકતા અને ધીરજના ગુણ ભાજપને ક્યારેય સમજાયા જ નથી . મહામહેનતે મેળવેલી સત્તા ગુમાવવાનું ભાજપને કોઠે પડી ગયું છે . રાજસ્થાન, દિલ્હી , મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાંચલ - દરેક જગ્યાએ ભાજપે માંડ-માંડ મેળવેલી સત્તા ગેરવહીવટ અને ફાટફૂટના કારણે ગુમાવી છે .

આગળ વાંચો, ભાજપનાં નેતાઓ વ્યસ્ત છે એકબીજાની ટાંટીયા ખેંચમાં