10 વાર રાષ્ટ્રપતિ શાસનનો ભાર સહન કરી ચૂકેલા UPને સ્થાઈ સરકાર મળશે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. ભારતના રાજકારણમાં એવું માનવામાં આવે છે કે દિલ્હીની સત્તા મેળવવી હોય તો ઉત્તર પ્રદેશમાં આધિપત્ય મેળવવું જરૂરી છે. રાજકીય મહાત્વાકાંક્ષાઓ એ હદે વધી છે કે દેશ આઝાદ થયા બાદ ઉત્તર પ્રદેશે અનેક રાજકીય ઉથલપાથલ જોઈ. ઉત્તર પ્રદેશની જનતાના માથે 10 વખત રાષ્ટ્રપતિ શાસન થોપવામાં આવ્યું, જે એક રેકોર્ડ પણ છે. કેટલાક એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં ત્રીશંકુ વિધાનસભા જેવી પરિસ્થિતિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે શું ફરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની પરિસ્થિતિ ઊભી થશે?  
 
ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની શક્યતા કેટલી?
 
- કેટલાક એક્ઝિટ પોલ્સના આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં બીજેપી સરકાર રચવા જઈ રહી છે. તેને સ્પષ્ટ બહુમત મળી રહ્યું હોય એવા તારણ સામે આવ્યા છે.
- જેનાથી વિપરિત કેટલાક એક્ઝિટ પોલ્સમાં બીજેપી, સપા-કોંગ્રેસ ગઠબંધન કે બસપામાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમત નથી મળી રહ્યું હોય તેવું તારણ બહાર આવ્યું છે.
- ગુરુવાર સાંજે એક્ઝિટ પોલ્સના આવા તારણ આવવાના કારણે ફરી ચર્ચાએ વેગ પકડ્યું કે કોઈની સ્પષ્ટ બહુમતી સાબિત નહીં થાય તો શું ફરી રાજ્યની જનતાને રાષ્ટ્રપતિ શાસનનો સામનો કરવો પડશે.
- એક્ઝિટ પોલ્સના આવી આશંકાઓ વચ્ચે અખિલેશ યાદવે નિવેદન આપ્યું હતું કે અમે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દ્વારા રાજ્યનો દોરીસંચાર કેન્દ્ર સરકારના હાથમાં ક્યારેય નહીં સોંપવા દઈએ. તેના માટે બસપાનો સપોર્ટ લેવામાં પણ તેમને કોઈ વાંધો લાગ્યો નહોતો.    
 
1952 બાદ અસંખ્ય રાજકીય ઉથલપાથલનું ભોગ બન્યું છે રાજ્ય
 
- વિભાજન, ગઠબંધનમાં વિશ્વાસઘાત, સમૂહમાં પક્ષપલટો, ત્રીશંકુ વિધાનસભા, રાષ્ટ્રપતિ શાસન, મિડ-ટર્મ ચૂંટણી તથા સત્તાધારી પાર્ટીઓ દ્વારા મુખ્યમંત્રીઓની ફેરબદલ આ તમામ પરિસ્થિતિઓનું ઉત્તર પ્રદેશ ભોગ બન્યું છે.    - 1952 બાદ 16 વિધાનસભા ચૂંટણીઓ ઉત્તર પ્રદેશમાં યોજાઈ છે જે પૈકી માત્ર સાત વખત એવું બન્યું છે કે કોઈ એક પાર્ટીએ સ્પષ્ટ બહુમત મેળવ્યું હોય અને પોતાની આખી ટર્મ પણ પૂરી કરી હોય.
- બીજા નવ ચૂંટણીઓમાં સરકારો રચાઈ અને ટૂંક સમયમાં તૂટી પણ ગઈ જેમાં કેટલીક બેથી ત્રણ વર્ષ સુધી ટકી તો કેટલીક જૂજ દિવસોની અંદર જ વિખેરાઈ ગઈ.
- વર્ષ 2007થી બે સરકારોએ પોતાની ટર્મ સફળતાપૂર્વક પૂરી કરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઉત્તરપ્રદેશના માથે 10 વખત રાષ્ટ્રપતિ શાસન...બિન-કોંગ્રેસી સરકાર આપનારું દેશનું પહેલું રાજ્ય...
અન્ય સમાચારો પણ છે...