• Gujarati News
  • SWOT Analysis Of Rafel Most Awaited Fighter Deal China Pakistan Under Reach

રાફેલ : એક ઘામાં આખા પાક., અડધા ચીન પર ફેંકી શકે છે બોમ્બ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એરફોર્સને બે વર્ષમાં પ્રથમ રફેલ જેટ મળી જશે:મનોહર પારિકર
- સારી શરતો સાથે સારો નિર્ણય લેવાયો હોવાનો સંરક્ષણ પ્રધાનનો દાવો
- 2 વર્ષમાં પહેલુ રફેલ યુદ્ધ વિમાન આવી જશે

પણજી/ નવી દિલ્હી/પેરિસ: ભારતે ફ્રાન્સ સાથે 36 રફેલ યુદ્ધ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે.17 વર્ષ બાદ ભારત યુદ્ધ વિમાન ખરીદનાર છે. બે વર્ષની અંદર પહેલુ વિમાન વાયુસેનામાં સામેલ થઇ જશે. આ નિર્ણયને સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે સારી શરતો પર કરાયેલો સારો નિર્ણય ગણાવ્યો હતો.તેમણે આમ પણ કહ્યું હતું કે ‘‘ આ સોદાથી વાયુસેનાને જરૂરી ન્યુનત્તમ ઓક્સિજન મળશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્રાન્સ સાથે 36 રફેલ વિમાનોના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.મોદીએ કહ્યું હતું કે, ફ્રાન્સથી જલદી જ 36 રફેલ વિમાન ‘‘ ઉડવા માટે તૈયાર’’ અવસ્થામાં ભારત ખરીદશે,આ સોદો બે કારણોથઈ અટક્યો હતો.પહેલુ,તેની કિંમત, બીજુ, 108 વિમાન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવવાના હતા,જેના માટે ડેસો એવિયેશન ગેરેન્ટી આપતા અચકાતુ હતું.લગભગ ચાર અબજ યૂરોના આ સોદા પર સહમતી સધાયા બાદ ડેસોએ પણ વિમાનોના સમયસર સપ્લાયનું આશ્વાસન આપ્યું છે.

પારિકરને કહ્યું હતું કે,‘ ઉડવા માટે તૈયારનો અર્થ આમ નથી થતો કે વિમાન કાલે જ મળી જશે.તેમને ભારતની જરૂરિયાત અનુસાર તૈયાર કરાશે.વાયુસેનામાં સામેલ કરવામાં બે વર્ષ લાગશે.વાતચીત કિંમત પર થઇ હતી.જેની વર્તમાન કિંમત 700 કરોડ રૂપિયા રખાઇ છે.

સોદો શા માટે જરૂરી હતો

1997માં ભારતને રશિયા પાસેથી સુખોઇ યુદ્ધ વિમાનો મળ્યા હતા.તે બાદથી કોઇ નવા વિમાન નથી ખરીદ્યા.જે કારણે યુદ્ધ વિમાનોની સ્વીકૃત સ્ક્વોડ્રન સંખ્યા 43 થી ઘટીને 34 રહી ગઇ હતી.આગલા આઠ વર્ષોમાં આઠ સ્ક્વોડ્રન વિમાનો જૂના થવાના કારણે તે ફ્લીટની બહાર નીકળી જશે.સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રફેલ વિમાનો આવશે તો ભારતીય વાયુસેનાની પ્રહાર ક્ષણતા વધશે.સોદાની ઝીણામાં ઝીણી બાબતો પર બન્ને દેશોના અધિકારીઓ અને નિષ્ણાતો અલગથી વાતચીત કરીને તેને અંતિમ રૂપ આપશે.

126 વિમાનોના સોદાથી અલગ છે આ સોદો

આ સોદો ડેસો એવિયેશન સાથે 126 વિમાનોના સોદા કરતા અલગ છે.તે તાકીદની જરૂરિયાતો પૂરી કરવા માટે છે. સોદો ભારતના ‘ મેક ઇન ઇન્ડિયા’ના ટેકનિક હસ્તાંતરણ સાથે જોડાયેલ નથી.ડેસોએ 2012માં બહુઉદ્દેશીય વિમાનો માટે સૌથી ઓછી બોલી લગાવીને સોદો કર્યો હતો.ડેસોએ બોઇંગ સુપર હોર્નેટ, યૂરોફાઇટર, એફ-16 ફાલ્કન, મિગ-35 જેવા વિમાનોને પાછળ રાખ્યા હતા.
અફઘાનિસ્તાનમાં અલકાયદા સામે ઉતરેલું રાફેલ
ફ્રેન્ચમાં રાફેલનો મતલબ થાય તોફાન. રાફેલ બે એન્જિનવાળું મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટ છે. ફ્રાન્સ સરકારે ચાર યુરોપીય દેશો સાથે મળીને તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. બાદમાં ત્રણ દેશો અલગ થઈ ગયા અને ફ્રાન્સે એકલા પોતાના જોરે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. રાફેલનો ઉપયોગ લિબિયા, માલી તથા ઈરાકમાં થઈ ચૂક્યો છે. અફઘાનિસ્તાનમાં અલકાયદા સામે નાટોના અભિયાનમાં તેની મોટી ભૂમિકા હતી.
રાફેલની ખૂબીઓ
રાફેલ બ્રહ્યોસ જેવી છ સુપર સોનિક ક્રૂઝ મિસાઈલ્સ અથવા ત્રણ લેસર ગાઈડેડ બોમ્બનું વહન કરવા સક્ષમ છે. જેમાં એક સાથે 4700 કિલોગ્રામ ફ્યુલ ભરી શકાય છે. તે પાંચ હજાર કિલોગ્રામ વજનવાળા બોમ્બ કે મિસાઈલનું પણ વહન કરી શકે છે. રાફેલ હવામાં સતત દસકલાક સુધી ઉડી શકે છે. તે એરબેઝ ઉપરાંત એરક્રાફટ કેરિયર પરથી પણ ઉડ્ડાણ ભરી શકે છે. ભારત માટે આ બાબત એટલા માટે મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં બે વિમાનવાહક જહાજો નૌકાદળમાં સામેલ થવાના છે. ત્યારે રાફેલને તેની ઉપર તહેનાત કરી શકાય છે.
ચીન તથા પાકિસ્તાનની સરખામણીમાં કેટલું અલગ છે રાફેલ
પાકિસ્તાન પાસે સૌથી આધુનિક વિમાન જેએફ-17 થંડર છે. પાકિસ્તાન અને ચીને મળીને તેને વિકસાવ્યું છે. બીજી બાજુ, ચીન પાસેથી જેએફ-17 તો છે જ. તે રશિયા પાસેથી સુખોઈ-27 વિમાન ખરીદી પોતાની તાકત વધારી રહ્યું છે. ભારતના મિગના કાફલાની સામે જેએફ-17 તથા સુખોઈ-27 ખૂબ જ આધુનિક વિમાનો છે. આથી ભારતને તાત્કાલિક ધોરણે રાફેલ વિમાનોની જરૂર છે.
ભારત પાકિસ્તાન ચીન
વિમાન રાફેલ જેએફ-17 સુખોઈ-27
નિર્માતા ફ્રાન્સ પાકિસ્તાન-ચીન રશિયા
મહત્તમ સ્પીડ 2300 કિલોમીટર પ્રતિકલાક 1900 કિલોમીટર પ્રતિકલાક 2500 કિમી પ્રતિકલાક
એક વખતની રેન્જ 3700 કિલોમીટર પ્રતિકલાક 3400 કિલોમીટર 3500 કિલોમીટર
મિસાઈલ્સ 6 સુપરસોનિક મિસાઈલ્સ 5 ક્રૂઝ મિસાઈલ્સ 5 ક્રૂઝ મિસાઈલ્સ
કિંમત સાત કરોડ ડોલર ત્રણ કરોડ ડોલર છ કરોડ ડોલર