આ છે રાજ ઠાકરેની Wife,પોલિટિક્સની સાથે બોલિવુડ પાર્ટીઝમાં રહે છે હાજર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ મહારાષ્ટ્ર નવર્નિમાણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકરણના પ્રમુખ ચહેરાઓમાં સ્થાન ધરાવે છે. તેમનો જન્મ 14 જૂન 1968ના થયો હતો. રાજ ઠાકરેના રાજકીય જીવનને ઘણા લોકો જાણતા હશે પરંતુ પર્સનલ લાઈફ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે divyabhaskar.com તેમની પત્ની અને પરિવાર વિશે જણાવી રહ્યું છે.
Related Placeholder
આ રીતે થઈ હતી રાજ અને શર્મિલાની પ્રથમ મુલાકાત.....

- રાજ ઠાકરેના માતા હોસ્પિટલમાં દાખલ હતા, તે સમયે શર્મિલા તેમને જોવા પહોંચ્યા હતા.
- શર્મિલાને જોતા જ રાજની માતાએ તેમને પુત્રવધૂ તરીકે પસંદ કર્યા અને ખાવાનું બનાવતા આવડે છે કે નહીં તેવો પ્રશ્ન કર્યો. રાજ ઠાકરેની સહમતિ બાદ અમુક જ મહિનામાં તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા.
- શર્મિલા ઠાકરે મનસેના રાજકરણની સાથે કૃષ્ણા કુંજના કિચનમાં પણ એટલા જ સક્રિય છે.
જોવા મળે છે સેલિબ્રિટિઝ સાથે....

- રાજની વાઈફ શર્મિલા ઠાકરે જાણીતા મરાઠી થિએટર આર્ટિસ્ટ, એક્ટર, નિર્માતા અને ડિરેક્ટર મોહન વાઘની પુત્રી છે.
- રાજ અને શર્મિલાને બે બાળકો છે, પુત્રનું નામ અમિત અને પુત્રીનું નામ છે ઉર્વશી.
- શર્મિલા પતિ સાથે ઘણી રાજકીય ઈવેન્ટ અને પાર્ટી ઉપરાંત બોલિવૂડ પાર્ટીઝમાં પણ સેલિબ્રિટિઝ સાથે જોવા મળે છે.
- રાજ ઠાકરેનો પરિવાર પોલિટિક્સની સાથે બોલિવુડ, ક્રિકેટ જગત અને ઉદ્યોગપતિઓ સાથે મહત્વપૂર્ણ પ્રસંગે જોવા મળે છે.
- રાજ ઠાકરેના પરિવાર વગર કોઈપણ પાર્ટી અધૂરી ગણાય છે.
પતિ માટે ધરણા પર બેસ્યા હતા શર્મિલા...

- શર્મિલા ઘરની સાથે રાજકરણમાં પણ સક્રિય રહે છે.
- અમુક દિવસો અગાઉ ટોલ મુદ્દે પોલીસે રાજ ઠાકરેની ધરપકડ કરી હતી. તો પતિ છોડાવવા શર્મિલા પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા હતા.
- જે પછી પોલીસે રાજને છોડી દીધા હતા.
- શર્મિલા સામાજીક કાર્યો કરવામાં પણ આગળ રહે છે. તે ઘણા સામાજીક કાર્યક્રમોમાં હાજર રહે છે.
કોલેજ કાળથી રાજકરણમાં સક્રિય થયા હતા રાજ ઠાકરે....

- રાજ ઠાકરેનું બાળપણ મુંબઈના દાદર વિસ્તારમાં પસાર થયો. દાદરના બાલમોહન વિદ્યાલયમાં સ્કૂલી શિક્ષણ મેળવ્યું.
- રાજને પેઈન્ટિંગમાં રસ હતો. તેથી સ્કૂલ બાદ કોલેજ લાઈફ જે.જે. સ્કૂલ ઓફ આર્ટથી કરી હતી.
- શિવસેનાના ફાઉન્ડર સ્વ. બાળાસાહેબ ઠાકરેની છત્રછાયા હેઠળ પોતાના કોલેજકાળથી જ રાજ ઠાકરેએ રાજકરણમાં પ્રવેશ કર્યો હતો.
- તેમણે ભારતીય વિદ્યાર્થી સેના, શિવ ઉદ્યોગ સેના જેવા પક્ષના સંગઠનનું નેતૃત્ત્વ કર્યું હતું.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ રાજના પરિવારની વધુ તસવીરો.)
અન્ય સમાચારો પણ છે...