Home » National News » In Depth » Steel man Narendra Singh Chaudhary death during diffused bomb

50 km ભૂખ્યા-તરસ્યા ચાલી શકતો હતો આ સ્ટીલ મેન, શોખ પૂરો કરતાં ગયો જીવ

Divyabhaskar.com | Updated - May 12, 2016, 12:23 PM

નરેન્દ્ર સિંહને બોમ્બ ડિફ્યુઝ કરવાના નિષ્ણાત તરીકે ઓળખવામાં આવતા હતા

 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  નરેન્દ્ર સિંહને બોમ્બ ડિફ્યુઝ નિષ્ણાત તરીકે ઓળખાતા હતા.
  રાયપુરઃ છત્તીસગઢનાં કાંકેરમાં જંગલ વોરફેર કોલેજમાં તહેનાત 48 વર્ષનાં નરેન્દ્ર સિંહ ચૌધરી એટલા એક્ટિવ હતા કે જમ્યા વગર તથા પાણી પીધા વગર એકદમ સ્ફૂર્તિ સાથે 50 કિમી સુધીનું અંતર સરળતાથી કાપી શકતા હતા. કેમ્પમાં કોઈએ પણ તેમને બીમાર પડતા ન્હોતા જોયા. આ જ ખાસિયતોનાં કારણે તેમને સ્ટીલ મેન તરીકે ઓળખવામાં આવતા હતા. નક્સલવાદી વિસ્તારમાં અત્યાર સુધી 256 બોમ્બ ડિફ્યુઝ કરનારા ચૌધરીનું બુધવારે ગ્રેનેડની ઝપેટમાં આવી જતા મોત થયું છે. પોસ્ટિંગ થયું ત્યારથી જ નક્સલવાદીઓનાં ટાર્ગેટ પર હતા...
  ગ્રેનેડ ફાટતા એક ટુકડો આંખમાં ઘૂસી ગયો

  - નરેન્દ્ર કાંકેરે જંગલ વોરફેર કોલેજમાં બોમ્બ ડિફ્યુઝ કરવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા. આ દરમિયાન નરેન્દ્રએ એક ગ્રેનેડ ફેંક્યો હતો. સાત સેકન્ડ બાદ પણ જ્યારે તે ન ફાટ્યો તો તેને જોવા ધીમે-ધીમે આગળ વધ્યા હતા.
  - તે ગ્રેનેડથી માત્ર 30 મીટર જ દૂર હતા, ત્યારે અચાનક બ્લાસ્ટ થયો અને બોમ્બનો એક ટુકડો સીધો જ તેમની આંખમાં ઘૂસી ગયો. જેનાથી તેમનું મોત થયું છે.
  પોસ્ટિંગ સમયથી જ નક્સલવાદીઓનાં ટાર્ગેટ પર હતા

  જંગલવોર કોલેજમાં તહેનાતી બાદથી નરેન્દ્ર નક્સલવાદીઓનાં નિશાન પર હતા. તેઓએ નક્સલવાદીઓનાં ઘણા પ્લાનને નિષ્ફળ કર્યા હતા. નક્સલવાદી તેમનાથી હેરાન થઈ ગયા હતા, એટલા માટે તેઓ નક્સલવાદીઓનાં હિટ લિસ્ટમાં હતા.
  જીવનું જોખમ લેવામાં ન્હોતો કોઈ મુકાબલો

  - નરેન્દ્ર સિંહને બોમ્બ ડિફ્યુઝ કરવાના નિષ્ણાત તરીકે ઓળખવામાં આવતા હતા.
  - રાજસ્થાનના નાગૌરના રહેવાસી નરેન્દ્ર ચૌધરીને જાટ રેજીમેન્ટ બાદ 2005માં જંગલવોર કોલેજ, કાંકેરમાં તહેનાત કરવામાં આવ્યા હતા.
  - અહીંયા તે પ્રમોટ થઈને નોન કમીશન ઓફિસર, પ્લાટૂન કમાન્ડર થઈ ગયા હતા. તેમના સાથી તેમને પોતાના ગુરુ માનતા હતા.
  - તે જણાવે છે કે, નરેન્દ્ર સિંહ એટલા નિડર હતા કે આખી ટીમને બોમ્બથી દૂર રાખતા હતા અને ખૂદ નજીક જઈને ડિફ્યુઝ કરી દેતા હતા. જોખમ લેવામાં તેમનો કોઈ મુકાબલો ન્હોતો.
  - તે કહે છે કે, ચૌધરી બોમ્બ કાઢવામાં એટલા કુશળ હતા કે બોમ્બ જોતા જ તે કહી દેતા હતા કે બોમ્બ જમીનની બહાર આવશે કે પછી તેને ત્યાં જ ડિફ્યુઝ કરવાનો છે.
  - જંગલવોર કોલેજમાં તહેનાત થયા બાદ તેઓએ અત્યાર સુધી 256 બોમ્બને ડિફ્યુઝ કર્યા હતા. તેમને એક સ્ટીલ મેનનાં નામે પણ બોલાવતા હતા.
  - તે કાયમ કહેતા હતા કે, તેનું મોત બોમ્બ ફાટવાથી જ થશે. થયું પણ એવું જ. જેવા તેમના મોતના સમાચાર પ્રસર્યા, તેમના દરેક સાથીઓ આ જ વાતને યાદ કરી રહ્યા હતા.
  - તેમના ઓફિસર બ્રિગેડિયર બીકે પોનવાર જણાવે છે કે, તે કાયમ કહેતા હતા કે જરાક એવી ભૂલ થઈ, તો બીજી વાર ચાન્સ નહી મળે. મને તો લાગે છે કે કોઈ દિવસ કોઈ ભૂલ મારો પણ જીવ લઈ ન લે. આટલું કહીને તે હસી પડતા હતા.
  આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ માત્ર એક જ નબળાઇ હતી...
 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કાંકેરમાં જવાનોને ટ્રેનિંગ આપતા નરેન્દ્ર સિંહ ચૌધરી.
  માત્ર એક જ નબળાઇ હતી

  - નરેન્દ્રને સલામી આપતી વખતે ઓફિસરોથી લઈને જવાનો સુધી દરેકની આંખો ભીની હતી. શબપેટી હજૂ હેલિકોપ્ટરમાં મૂકવામાં ન્હોતી આવી, બધા એકીટસે જોઈ રહ્યા હતા. જાણે બધા એમ કહી રહ્યા હોય કે, અલવિદા સ્ટીલ મેન.
  - કોલેજ સમયથી સાથે રહેતા સાથી જણાવે છે કે, 'કદાચ તેને કોઈ નબળાઈ હતી જ નહીં.' તેની બીજી જ સેકન્ડે જવાબ મળે છે, 'હા, નરેન્દ્રની એક નબળાઈ કહેવાતી હતી, ચા. તેને ચાનો બહુ શોખ હતો. ચા પીવાની તક તે ક્યારેય ન્હોતા ચૂકતા.'
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ અધૂરી રહી ગઈ ઈચ્છા...
 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  હેલિકોપ્ટરમાંથી પાર્થિવ દેહ રાયપુર લઈ જવામાં આવ્યો.
  અધૂરી રહી ગઈ ઈચ્છા

  ટીમના સભ્યોએ જણાવ્યું કે, જંગલમાં પેટ્રોલિંગ બાદ જ્યારે નવરાશમાં ક્યાંક આરામ કરતા તો, તે જણાવતા હતા કે, તેઓએ રાજસ્થાનનાં નાગૌર જિલ્લાનાં તેમના ગૃહ ગ્રામ બદલીને હકલિયામાં એક ફાર્મ હાઉસ બનાવ્યું છે. બધુ સારું રહ્યું તો રિટાયરમેન્ટ બાદ ત્યા જ રહીને બાકીનું જીવન પસાર કરવાના હતા.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ યાદ કરવામાં આવશે અંતાગઢની સફળતા...
 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શહીદ નરેન્દ્ર સિંહને સલામી આપતા એસપી જિતેન્દ્ર મીણા.
  યાદ કરવામાં આવશે અંતાગઢની સફળતા

  - 2008માં ભાનુપ્રતાપપુર માર્ગમાં અંતાગઢની થોડે પહેલા લામકન્હાર ગામમાં તેમને મોટી સફળતા મળી હતી. અહીંયા નક્સવાદીઓએ 50 કિલોથી વધારે બારૂતી સુરંગ પાથરી હતી, જેને કાઢવી મુશ્કેલ હતી.
  - નરેન્દ્ર સિંહે બારૂતી સુરંગને ત્યા જ ડિફ્યુઝ કરી હતી, જેનાથી 10 મીટર ક્ષેત્રનો રસ્તો ઉખડી ગયો હતો અને પાંચ ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. જો આ બોમ્બ ફાટ્યો હોત તો બસના પણ ચીંથરા ઉડી ગયા હોત અને અન્ય ઘણુ નુકશાન થયું હોત.
   
  આગળની સ્લાઈડ્સમાં જુઓ, આ સ્ટીલ મેનની અન્ય તસવીરો...
 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  256 બોમ્બ ડિફ્યુઝ કરનારા નરેન્દ્ર સિંહ.
 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  લાંબા સમયથી નક્સલવાદીઓનાં નિશાન પર હતા નરેન્દ્ર.
 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Steel man Narendra Singh Chaudhary death during diffused bomb
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending