• Gujarati News
  • Smrti Irani Asks DU To Reinstate Five Suspended Employees

સ્મૃતિની શૈક્ષણિક માહિતી લિક કરવાનો આરોપ, DUના પાંચ કર્મચારીઓ સસ્પેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાતનો વિવાદ વકરતો જણાય છે. સ્મૃતિ ઈરાનીની વર્ષ 2004 અને વર્ષ 2014ની શૈક્ષણિક લાયકાતો અલગ-અલગ અને વિરોધાભાસી જણાવવામાં આવી છે. બીજી બાજુ, સ્મૃતિનું એડમિટ કાર્ડ લિક કરવાના આરોપ સબબ દિલ્હી યુનિવર્સિટીના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દિલ્હી યુનિવર્સિટીના પાંચ કર્મચારીઓ સસ્પેન્ડ

દિલ્હી યુનિવર્સિટીના મીડિયા કોર્ડિનેટર મલય નિરવના કહેવા પ્રમાણે, યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓપન લર્નિંગના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં એક સેક્શન ઓફિસર અને ચાર તેની હાથ નીચેના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમણે ગેરકાયદેસર રીતે સ્મૃતિની શૈક્ષણિક લાયકાત અંગે માહિતી મેળવી હતી અને તેને મીડિયા સુધી પહોંચાડી હતી. દિલ્હીથી પ્રકાશિત થતા એક અખબારે સ્મૃતિનું એડમિટ કાર્ડ છાપ્યું હતું. જે મુજબ સ્મૃતિએ કોરસપોન્ડન્સ કોર્ષ દ્વારા બીએ વીથ પોલિટિકલ સાઈન્સમાં એડમિશન લીધું હતું. આ મહિને પરીક્ષા આપવાની હતી અને તેમાં હાજર રહ્યા ન હતા.

કર્મચારીઓમાં આક્રોશ

દિલ્હી યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ અને બિન-શૈક્ષણિક સ્ટાફના સંગઠને પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, મોટા અધિકારીઓ એ માહિતી મેળવી અને તેઓ બચી ગયા, જ્યારે નીચેના વર્ગના કર્મચારીઓને ભોગ બનવું પડ્યું છે. આ અંગે પહેલા પૂરતી તપાસ કરવી જોઈતી હતી અને પછી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવું જોઈતું હતું.

સસ્પેન્સન અંગે સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસની પ્રતિક્રિયા વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.