મોદીના માથે ચિંતાના સળ પાડે તેવી આગાહી, સરેરાશ કરતાં ઓછું રહેશે ચોમાસું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વર્ષ 2017નું ચોમાસું કેવું રહેશે? એ અંગે નરેન્દ્ર મોદીથી માંડીને સામાન્ય જનના મનમાં સવાલ હોય ત્યારે ખાનગી હવામાન સંસ્થાએ ચિંતાજનક આગાહી કરી છે. જે મુજબ, ચાલુ વર્ષે સરેરાશથી ઓછું ચોમાસું રહેશે. જો આમ થશે તો પાંચ વર્ષના કાર્યકાળમાં સતત ચોથું વર્ષ મોદી માટે પડકારજનક સાબિત થશે. 

સરેરાશથી ઓછું રહેશે ચોમાસું 

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધર ડૉટ કોમની આગાહી પ્રમાણે, વર્ષ 2017નું ચોમાસું સરેરાશ કરતાં ઓછું રહેશે. લોન્ગ પીરિયડ એવરેજ પ્રમાણે, 95 ટકા વરસાદ પડવાની શક્યતા છે. જે સરેરાશથી પાંચ ટકા ઓછી છે. આગાહીમાં સરેરાશ પાંચ ટકાની 'વધ કે ઘટ' થવાની શક્યતા રહેલી છે. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ 887 મીમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

ત્રણ વર્ષથી મોદીથી નારાજ છે વરૂણ દેવતા 

ખેતીએ દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ છે. ત્યારે દેશના અર્થતંત્રની ગતિ ચોમાસા પર આધારિત રાખે છે. ત્યારે વરૂણ દેવતા વડાપ્રધાનથી નારાજ હોય તેમ સતત ચોથા વર્ષે મોદી સરકાર સામે સરેરાશથી ઓછા વરસાદની સમસ્યા મોં ફાડીને ઊભી રહેશે. 

વર્ષ 2014થી સરેરાશ કરતાં ઓછો વરસાદ થઈ રહ્યો છે. વર્ષ 2014માં ચોમાસામાં સરેરાશ 12 ટકાની ઘટ રહી હતી. પાંચ વર્ષના કાર્યકાળમાં મોદી સરકારે વર્ષ 2015માં સતત બીજી વખત દુકાળનો સામનો કર્યો. સમગ્ર દેશમાં અલ-નિનોની અસર જોવા મળી અને સરેરાશ કરતાં 14 ટકા ઓછો વરસાદ થયો.  

2016નું વર્ષ થોડું સામાન્ય રહ્યું. અલ-નિનોની અસર હેઠળથી દેશ મુક્ત થયો અને લા-નિનાને કારણે દેશમાં સરેરાશ 97 ટકા વરસાદ થયો. જોકે, મોટાભાગના કૃષિ વિસ્તારોમાં નોંધપાત્ર કે સમયસર વરસાદ થયો નહીં. જેના કારણે વધુ એક વખત દેશના અર્થતંત્રમાં અપેક્ષિત ગતિ ન આવી શકી. 
 
મહિના પ્રમાણે, કેવી રહેશે સ્થિતિ તે જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
 
અન્ય સમાચારો પણ છે...