તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sindhu Class Submarine Meets With Accident In Mumbai

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: નેવીની સબમરીનમાં આગ, પાંચ ખલાસીઓને ખસેડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સબમરીન દુર્ઘટના, નૌસેના વડાનું રાજીનામું
- સિંધુરત્ન દુર્ઘટનામાં બે અધિકારીઓ ગુમ, મોતની ભીતિ,
- સાત બેહોશ સબમરીનમાં ૯૪ નૌસૈનિકો હતા
- દુર્ઘટના મુદ્દે પહેલી વાર નૌસેના પ્રમુખનું રાજીનામું
- છેલ્લા સાત મહિ‌નામાં નૌસેનામાં ૧૩મી દુર્ઘટના


ભારતીય નૌસેનાના વડા ડી.કે.જોશીએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી નૌસેનાની સબમરીન સાથે સંકળાયેલા શ્રેણીબદ્ધ અકસ્માતોની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમને રાજીનામું આપ્યું છે. સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટોનીએ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. પ૯ વર્ષી‍ય જોશીએ નિવૃત્તિના પંદર મહિ‌ના પહેલાં રાજીનામું આપ્યું છે. એન્ટી-સબમરીન યુદ્ધમાં નિષ્ણાત જોશીએ ૩૧મી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ નૌસેનાના વડા તરીકે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમના સ્થાને વાઇસ એડમિરલ આર.કે.ધવનને કાર્યકારી નૌસેના વડા બનાવવામાં આવ્યા છે. છેલ્લા સાત મહિ‌નામાં નૌસેનામાં આ ૧૩મી દુર્ઘટના સર્જા‍ઇ હતી. આ અંગે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યુંહતું કે, છેલ્લા કેટલાક મહિ‌નાઓથી થઈ રહેલા અકસ્માતોની નૈતિક જવાબદારી સ્વીકારીને ડી.કે.જોશીએ નૌસેનાના વડાના હોદ્દા પરથી પોતાનું રાજીનામું આપ્યું છે. સરકારે તાત્કાલિક અસરથી તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

આ અગાઉ બુધવારે મુંબઇના દરિયા કિનારેથી ૮૦ કિ.મી. દૂર રશિયન બનાવટની સબમરીન આઇએનએસ સિંધુરત્ન ઉપર ફરીથી એક દુર્ઘટના સર્જા‍ઇ છે. સબમરીનના સમારકામ બાદ પરીક્ષણ દરમિયાન ધુમાડો નીકળવા માંડયો હતો. આ અકસ્માતમાં નૌકાદળના સાત સૈનિકો ઘાયલ થયા હતા અને બે સૈનિકો ગુમ થઈ ગયા હતા.

અગાઉ પણ નૌકાદળની સબમરીન 'સિંધુરક્ષક’ને અકસ્માત થયો હતો. આ મુદ્દે સંરક્ષણ મંત્રાલયે નૌસેના પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા નૌકાદળની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દુર્ઘટના વેળા સબમરીનમાં શસ્ત્રો, મિસાઈલો નહોતાં. ગયા વર્ષે સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યા ૧૪ ઓગસ્ટના રોજ સિંધુરક્ષક સબમરીનને મુંબઈ પાસે મોટો અકસ્માત નડયો હતો. દરિયામાં 'મિશન’ પર નીકળવાની તૈયારી દરમિયાન આ ધડાકો થતાં સિંધુરક્ષક સબમરીને જળસમાધિ લેતાં ૧૮ સૈનિકો મૃત્યુ પામ્યા હતા.

સબમરીનનો ઈતિહાસ અને તેની ખાસિયતો વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો