તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sardar Patel And Candidature For First Prime Minister Backgrounder

ગાંધી-નેહરુના વંશવાદ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મહોરું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધી-નેહરુના વંશવાદ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મહોરું:

સરદારની 138મી જન્મજયંતી નિમિત્તે કેવડીયા ખાતે યોજાયેલા શિલાન્યાસ અને તે પહેલા બે દિવસ અગાઉ અમદાવાદ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમના ઉદઘાટન પ્રસંગે મોદી દ્વારા કરાયેલી ટિપ્પણી : "જો સરદાર દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો દેશની સ્થિતિ જુદી હોત" એક વાત સાબિત કરે છે કે 2014ના મહાસમરાંગણમાં નેહરુ-ગાંધી વંશવાદ સામે ટક્કર લેવા ભાજપે સરદાર પટેલને નિશંકપણે મેદાનમાં ઉતાર્યા છે અને જે રીતે આખો તખ્તો ગોઠવાયો છે તે રાજનીતિની દ્રષ્ટિએ કાબિલે દાદ છે.

ધારદાર અને પ્રભાવક રણનીતિ કેવી અને કઈ રીતે ગોઠવી શકાય તેનો લાજવાબ પરિચય ભાજપે આપ્યો છે - સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં. દુનિયાના સૌથી મોટા પૂતળાના શિલાન્યાસ વખતે અપાયેલા વક્તવ્યમાં શ્રી નરેન્દ્ર મોદીના ભાષણનો સૂર સ્પષ્ઠ હતો : અત્યાર સુધી સરદારના દબાયેલા અવાજને બહાર લાવવો અને તે સાથે પોતાનો અવાજ પણ બુલંદ કરવો.