તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Released After 11 Years Shahabuddin Can Be Sent To Jail Again Increased Pressure On Nitish Government To Take Action

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 વર્ષે જેલમુક્ત થયેલા શહાબુદ્દીનને ફરી જેલમાં ધકેલાય તેવી શક્યતા, કાર્યવાહી કરવા દબાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણાઃ આરજેડીના નેતા ભૂતપૂર્વ સાંસદ શહાબુદ્દીનને ફરી જેલમાં ધકેલાય તેવી શક્યતા છે. નીતીશકુમાર સરકાર ક્રાઈમ કંટ્રોલ એક્ટ(સીસીએ) હેઠળ અંગે વિચાર કરી રહી છે. સંબંધે નીતીશકુમારે કેબિનેટની બેઠક યોજી હતી અને તમામ કાયદાકીય પાસાઓ પર વિચાર ચાલી રહ્યો છે.
સીએમ નીતીશકુમાર પર કાર્યવાહીનું દબાણ

- બિહારમાં ખૂંખાર ઘટનાઓને અંજામ આપનારા સીવાનના બાહુબલી મોહમ્મદ શહાબુદ્દીન 10 સપ્ટેમ્બર શનિવાર સવારે જેલમાંથી બહાર આવ્યો હતો.
- શહાબુદ્દીન મુદ્દે સતત ટીકાઓ થતી હોવાથી નીતીશકુમાર પર કાર્યવાહીનું દબાણ વધી રહ્યું છે.
- બિહાર સરકારે શહાબુદ્દીનને એ-ટાઈપ હિસ્ટ્રીશિટરોની યાદીમાં રાખ્યો છે. શહાબુદ્દીન પર સીસીએ અંતર્ગત કાર્યવાહીની સોમવારે ભાજપે સરકાર સમક્ષ માંગણી કરી હતી.
- શહાબુદ્દીન પર ગેરકાનૂની હથિયાર રાખવા, જેલમાં ગેરકાનૂની રીતે મોબાઈલનો ઉપયોગ, મર્ડર, અપરહરણ અને પોલીસ સામે ગોળીબાર કરવા જેવા ગંભીર આરોપો છે.
બિહારમાં 'જંગલરાજ' પાછું આવ્યાનો સંકેત

- શહાબુદ્દીન જેલ મુક્ત થયા બાદ 100થી વધુ વાહનોનો કાફલો મુઝફ્ફરપુર પાસે આવેલા નેશનલ હાઈવે પરથી પસાર થયો હતો.
- આ નેશનલ હાઇવે પર ટોલટેક્સ ભર્યા વગર પસાર થતો હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
- આ વીડિયો એ વાતનો સંકેત આપે છે કે બિહારમાં 'જંગલરાજ' પાછું આવી ગયું.
- ભયના માર્યા ટોલ પ્લાઝાનો સ્ટાફ વાહનોની સંખ્યા પણ ગણી શક્યો હતો.
- કર્મચારીઓએ કાફલા પાસેથી ટોલટેક્સનાં નાણાં પણ માગવાની હિંમત કરી હતી.
નોંધનીય છે કે તેની પત્ની હિના શહાબે 2014માં સીવાનથી લોકસભા ચૂંટણી લડી હતી. જેમા તે ભાજપના ઓમપ્રકાશ યાદવ સામે હારી ગઇ હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે જેલમાં સમય કેવી રીતે વિતાવતા હતા ત્યારે રાજદના એક નેતાએ કહ્યું, તેમને પુસ્તકો વાંચવાનો શોખ છે. જ્યારે જેલમાં હતા ત્યારે 4 બોક્સ લઇ ગયા હતા જેમા 3 બોક્સમાં પુસ્તકો હતા. ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ આરોપ લગાવ્યો છે કે, સુશીલ કુમાર મોદીને વર્તમાન મહાગઠબંધનની સરાકરે તેમની મુક્તિનો રસ્તો મોકળો કર્યો હતો. આ વાત પર શાહબુદ્દીને કહ્યું હતું કે , તેમને ગંભીરતાથી લેવા જોઇએ નહીં.
આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ શનિવારે જેલ મુક્ત થયા બાદનો ઘટનાક્રમ, 300 જેટલી ગાડીઓનાં કાફલા સાથે થયો હતો રવાના...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો