તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાણી જેવા ધનિકોના રસોડામાં આ ગામના રસોઈયાઓનું રાજ, કરોડોમાં કમાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદયપુરઃ મેનર,રંઢેડા, કિકરડા, બંઠેડા ખુર્દ અને ખરસાણ એવાં ગામો છે કે જ્યાંના લોકો માટે પાકકલા વ્યવસાય નહીં પણ પેશન છે. અહીંના લોકો દ્વારા બનાવવામાં આવેલાં સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ તેમને વિશ્વમાં ખ્યાતિ અપાવી રહ્યો છે. ગામોનાં 800 કરતાં વધારે લોકો પોતાની રસોઈનાં જોરે બોલિવૂડ કલાકારો જૂહી ચાવલા, વિનોદ ખન્ના સહિત અંબાણી, અંબુજા અને હિન્દુજા જેવા મોટા ઉદ્યોગપતિઓ અને શેઠ-શાહુકારોનાં રસોડાંમાં પોતાનું રાજ ચલાવી રહ્યાં છે.
વિદેશોમાં પણ કામ કરે છે અહીંના કૂક.....

- મુંબઈ, કોલકાતા, અમદાવાદ સહિત દેશનાં ખૂણેખૂણે ઉપરાંત દુબઈ, મસ્કત, અબુધાબી, કતાર, દોહા, હોંગકોંગ, કેનેડા, નૈરોબી અને લંડન સુધી રસોઇયાઓની નામના છે.
- રસોઇયાઓનાં જોરે કહેવત પ્રચલિત થઈ છે કે મેવાડના હાથો જેવો સ્વાદ બીજે ક્યાં છે.
- જૂહી ચાવલાનાં પતિ જય મહેતાનાં નૈરોબી સ્થિત ઘરમાં ભંવરલાલ મહેતા વર્ષોથી રસોડું સંભાળે છે. તો નાનાલાલ જાલાવત વિનોદ ખન્નાના કૌટુંબિક રસોઇયા છે.
- ખન્ના દેશ-વિદેશમાં ગમે ત્યાં જાય ભોજન બનાવવા માટે જાલાવતને સાથે લઈને જાય છે.
- મીઠાલાલ મેનરિયા અંબાણી જૂથના તો નિમતલાલ મેનરિયા અને ગોપાલ ભૂત હિન્દુજા જૂથનાં કૌટુંબિક રસોઇયા તરીકે વર્ષોથી રસોડું સંભાળી રહ્યા છે.
ધીરૂભાઈ અંબાણી પણ આવ્યા હતા આ ગામમાં

- ફેવિકોલ જૂથનાં મધુકર પારેખ અને અજય પારેખનું રસોડું પણ અહીંના ભેરુલાલ અને છોગાલાલ સુથાર સંભાળી રહ્યા છે.
- અંબુજા જૂથના પારિવારિક રસોડામાં ભંવરલાલ મેરાવત સેવા આપી રહ્યા છે. તો ચંપકલાલ વ્યાસ 30 વર્ષથી ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીને ત્યાં રસોઇયા તરીકે નોકરી કરી રહ્યા છે.
- મેનાર ગામના ભેરુલાલ રુપજોત અને પૂનમચંદ મેનરિયાએ વર્ષો સુધી ધીરુભાઈ અંબાણીનાં ઘરે રસોઇયા તરીકે સેવા આપી હતી.
- ભેરુલાલનાં મૃત્યુ બાદ પણ તેમનાં પત્નીને આજેપણ ગ્રૂપ તરફથી રૂ. 4500 પેન્શન આપવામાં આવી રહ્યું છે.
- ધીરુભાઈ અંબાણી પણ પોતાના કૌટુંબિક રસોઇયાને મળવા માટે મેનાર આવ્યા હતા.
- મેનાર, ખરસાણ, રંઢેડા અને બાસેડા ખુર્દ ગામના લગભગ ચાર હજાર કરતાં વધુ લોકો પાસે પાસપોર્ટ છે. અહીં 10મું પાસ કર્યા બાદ સામાન્યત: પાસપોર્ટ કઢાવવાનું ચલણ છે.
- મેવાડના રસોઈઓને ભારતીય ફૂડ ઉપરાંત ચાઈનીઝ-જાપાની સહિત અન્ય દેશોની વાનગીઓ બનાવવામાં પણ મહારત હાંસિલ છે.
- ઓછા ભણેલા હોવાછતાં આ ગામોના કૂકને 6 લાખથી 17 લાખ સુઘીનો પેકેજ મળે છે.
- ગામના પ્રકાશ દૌલાવત કહે છે કે, પૂર્વજો પણ કૂક હોવાને કારણે નવી પેઢી પણ ધીમે-ધીમે આ વ્યવસાય સાથે જોડાતી ગઈ હતી.
- બાળપણથી અહીં પાક શાસ્ત્રની વાતો શીખવાડવામાં આવે છે. આ ગામના કૂક માટે દેશ-વિદેશમાં જાણીતા લોકો ડિમાન્ડ કરતા રહે છે.
(આગળની સ્લાઈડ્માં જાણો કઈ રીતે એક કૂકે ગામમાં કરાવ્યા 1.5 કરોડના કામો...)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો