તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Poor Family Will Get Wheat At Rs 2 Per Kg And Rice At Rs 3 Per Kg Food Bill

સસ્તામાં ચોખા-ઘઉઃ રૂ. 47,000 કરોડની રામરોટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર પાસે આવક વધારવાના વિકલ્પ મર્યાદીત હોવાથી સસ્તા ઘઉં-ચોખાનો બોજ ખાનારને માથે જ પડશે

રામરોટી એટલે ગરીબો અને દીનદુખીયાઓને મફતમાં ભરપેટ ભોજન. અનેક સંસ્થાઓ અને ધાર્મિક-ધર્માદા સંસ્થાઓ રામરોટી પૂરી પાડી જેમની પાસે બે ટંક ભોજન માટેના પણ પૈસા નથી તેમની દુઆ અને આર્શીવાદ મેળવે છે. હવે કેન્દ્ર સરકારે પણ રામરોટીમાં ઝંપલાવ્યું છે. સરકાર રામરોટીમાં પડી હોય તેવો આ પ્રથમ બનાવ નથી. તમિળનાડુમાં જયલલિતાનો પક્ષ એઆઈએડીએમકે સત્તા પર છે. વિધાનસભાની ચૂંટણીમાં આ પક્ષે રામરોટી એટલે કે સસ્તામાં ચોખા આપવાની જાહેરાત કરી હતી અને ચૂંટણીમાં બાજી મારી હતી. ત્યારબાદ જયલલિતા રાજ્યના મુખ્યપ્રધાન બન્યા અને ચૂંટણી વચન પાળી બતાવ્યું. આવી જ રીતે છત્તીસગઢમાં રામરોટી એટલે કે સસ્તામાં અનાજની યોજના અમલમાં છે.

ચૂંટણી આવે છે અને વચનો લાવે છે. દરેક પક્ષ હરીફ પક્ષ સામે ચડીયાતા સાબિત થાય તેવા વચનો આપે છે. આ માટે આંધ્ર પ્રદેશનો દાખલો લઈએ. વર્ષો અગાઉ તમિળ અભિનેતા એનટી રામારાવે રાજકારણમાં ઝંપલાવતા તેલુગુ દેશમ્ નામના પક્ષની રચના કરી હતી. તેમણે સસ્તામાં ચોખા આપવાની અને પક્ષ સત્તા પર આવે તો તાત્કાલિક અસરથી દારુબંધીનો અમલ કરવાનું વચન આપ્યું હતું.

ચૂંટણીમાં તેલુગુ દેશમનો ભવ્ય વિજય થયો અને અભિનેતામાંથી નેતા બનેલા અને નેતામાંથી મુખ્યપ્રધાન બનેલા એનટી રામારાવે યુદ્ધના ધોરણે સસ્તા અનાજની યોજના અમલમાં મૂકી. થોડો સમય બધુ બરાબર ચાલ્યું તે પછી રાજ્યની તિજારી તળિયા દેખાવા લાગી. મુખ્યપ્રધાન રામારાવ કેન્દ્ર પાસે આ યોજના માટે સહાય માગવા દિલ્હી દોડી ગયા અને વડાપ્રધાન નરસિંહરાવ સમક્ષ મદદની રજૂઆત કરી. તે સમયના વડાપ્રધાન તાત્કાલિક કાંઈ ન બોલ્યા પણ થોડા સમય પછી તેમણે રામારાવને ટોણો મારતાં કહ્યું કે પક્ષો મોટા મોટા ગજાના વચનો આપે છે, પરંતુ પરિપૂર્ણ કરી ન શકતાં મદદ માટે દિલ્હી દોડી આવે છે.