તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 એપ્રિલથી મેલ-એક્સ. ટિકિટ પર કરી શકાશે રાજધાની-શતાબ્દીમાં સફર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : ઈન્ડિયન રેલવે દ્વારા પહેલી એપ્રિલથી 'વિકલ્પ' સ્કિમ લોન્ચ કરશે. જે મુજબ મેલ કે એક્સપ્રેસ ટ્રેનનો સામાન્ય પેસેન્જર પણ શતાબ્દી તથા રાજધાની એક્સપ્રેસ જેવી લક્ઝરી ટ્રેનમાં મુસાફરી કરી શકશે. રેલવેને લાગે છે કે આ યોજના લાગુ થવાથી ટિકિટ રિફંડના પ્રમાણમાં ઘટાડો થશે. જેનો સીધો જ લાભ રેલવેને થશે. 

વિકલ્પ સ્કિમની વિશેષતા 

- વિકલ્પ સ્કિમ હેઠળ જે પેસેન્જરનું નામ વેઈટિંગ લિસ્ટમાં હોય, તેને આગામી અવેલેબલ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી શકે છે. 
- ટિકિટ બુક કરતી વખતે જ પેસેન્જરે જણાવવાનું રહેશે કે તેઓ 'વિકલ્પ' સ્કિમનો લાભ લેવા માંગે છે કે નહીં. 
- આ વિકલ્પ સ્વિકારનારને શતાબ્દી કે રાજધાની જેવી લગ્ઝરી ટ્રેનમાં પણ સફર કરવાની તક મળશે. આ માટે કોઈ એકસ્ટ્રા ચાર્જ પણ આપવાનો નહીં રહે.  
 
ઉદાહરણ દ્વારા સમજો 

- માનો કે તમે મુંબઈ જવા માટે ટિકિટ બુક કરાવી, પરંતુ તમને કન્ફર્મ ટિકિટ ન મળી. 
- પાછળથી કોઈ ટ્રેન આવી રહી છે જે પણ મુંબઈ જઈ રહી છે. તો એ જ ટિકિટ પર પાછળની ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. 
- પાછળ આવતી ટ્રેન શતાબ્દી કે રાજધાની એક્સપ્રેસ જેવી લક્ઝરી ટ્રેન હશે તો પણ તેમાં સીટ મળશે અને આ માટે કોઈ વધારાની રકમ પણ નહીં ચૂકવવી પડે.  
- હાલ આ સુવિધા માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓને આપવામાં આવી રહી છે. પરંતુ ટૂંક સમયમાં બુકિંગ કાઉન્ટર પર ટિકિટ બુક કરાવતી વખતે પણ આ સુવિધા મળશે. આ માટે સોફ્ટવેયર અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે. 

પેસેન્જરને મળશે એલર્ટ 

- જો પેસેન્જરને વૈકલ્પિક ટ્રેનમાં ફાળવણી કરવામાં આવી હશે તો મુસાફરને મોબાઈલ પર એલર્ટ આવશે. 
- જેમાં વૈકલ્પિક ટ્રેનનું નામ તથા બર્થ નંબર મોકલવામાં આવશે. 
- બાદમાં પેસેન્જરનું નામ ઓરિજિનલ ટ્રેનની વેઈટિંગ લિસ્ટમાં નહીં આવે, પરંતુ જે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ આપવામાં આવી હશે, તેમાં જ રહેશે. 

રેલવે માટે લાભદાયક સ્થિતિ 

- દર વર્ષે રેલવે દ્વારા રિફંડ પેટે મુસાફરોને રૂ. 7500 કરોડ પરત આપવામાં આવે છે. જ્યારે અનેક વ્યસ્ત રૂટ્સ પર પણ અનેક ટ્રેનોમાં બર્થ ખાલી રહે છે. 
- હવે બર્થ ખાલી નહીં રહે, પેસેન્જર તેના ગંતવ્ય સુધી પહોંચી શકશે, રેલવેએ રિફંડ નહીં આપવું પડે. આમ રેલવે માટે લાભદાયક સ્થિતિ છે. 

દર બે કલાકે રેલવેમાં મળશે ગરમ ભોજન. લાગુ કરી નવી કેટરિંગ નીતિ. ભોજન-નાસ્તાના નવા ભાવ નક્કી કરાયા. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો