તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતથી 1 દિવસ પહેલા આઝાદીની ઊજવણી કરે છે પાકિસ્તાન, આ છે કારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દોરઃ આઝાદી સાથે ભારતે ભાગલાની પીડા પણ સહન કરવી પડી હતી. આપણા આઝાદ થવાના એક દિવસ અગાઉ 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન બન્યું હતું. તે સમયથી પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલા ઊજવે છે. જોકે આ પાછળનું કારણ ઘણા ઓછા લોકો જ જાણે છે. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાનની આઝાદીના દિવસનું મુહૂર્ત ઉજ્જૈનના વિશ્વવિખ્યાત જ્યોતિષ સૂર્યનારાયણ વ્યાસે નીકાળ્યું હતું.
આમની સલાહ પર પાક.ને એક દિવસ પહેલા આઝાદી મળી

- 1947માં જ્યારે એ નક્કી થઈ ગયું કે, અંગ્રેજો ભારત છોડવા તૈયાર છે ત્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદે ગોસ્વામી ગણેશદત્ત મહારાજ થકી ઉજ્જૈનના પંડિત સૂર્યનારાયણ વ્યાસને બોલાવ્યા.
- પંડિત વ્યાસે પંચાગ જોઈ 14 અને 15 ઓગસ્ટને જ આઝાદી માટે શુભ ગણાવ્યા. જેમાં એક દિવસે ભારત અને એકના પાકિસ્તાનને આઝાદ કરી શકાય.
- પંડિત વ્યાસે જ પાકિસ્તાન માટે 14 અને ભારત માટે 15 ઓગસ્ટ આઝાદી દિવસ રાખવા સલાહ આપી હતી.
- તેમના સૂચન પર પાકિસ્તાન 14 ઓગસ્ટે આઝાદ થયું અને તે દિવસે જ સ્વતંત્રતા દિવસ ઊજવે છે.
- પંડિત વ્યાસના કહેવાને કારણે આઝાદી બાદ રાત્રે સંસદ ભવનને મંત્રોચ્ચાર સાથે ધોવામાં આવ્યું. તેમણે જણાવેલા મુહૂર્તના આધાર પર ગોસ્વામી ગિરધારીલાલે સંસદની શુદ્ધિ કરાવી હતી.
- પંડિતજીનું માનવું હતું કે, સંસદ ભવનને અંગ્રેજોના આભા મંડલથી મુક્ત કરાવવું જરુરી છે. તેથી જ સંસદ ભવન ધોવડાવવામાં આવ્યું હતું.
પંડિતજીના જીવન પર લખાયું પુસ્તક

- પંડિત સૂર્યનારાયણ વ્યાસના પુત્ર રાજશેખરે તેમના જીવન અને ભવિષ્યવાણીઓ પર એક પુસ્તક લખ્યું છે.
-‘યાદ આતે હૈ’ ટાઈટલવાળી આ પુસ્તકના 197-198 પેજ પર આઝાદીના દિવસના મુહૂર્તનો ઉલ્લેખ છે.
- દુરદર્શનના ડેપ્યૂટી ડિરેક્ટર રાજશેખરે પિતાની અન્ય ભવિષ્યવાણીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
- પંડિત સૂર્યનારાયણ વ્યાસ મહાન જ્યોતિષાચાર્ય, લેખક અને પત્રકાર હતા. જેમનો જન્મ 2 માર્ચ 1902ના થયો હતો.
ભવિષ્યવાણીઓ સાચી પડી હતી

- પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીના તાશકંદ જતા પહેલા પંડિત વ્યાસે તેમના જીવીત પરત ન ફરવાનો એક લેખમા ઉલ્લેખ કર્યો હતો. આ માહિતી શાસ્ત્રી સુધી પહોંચી તો તેમણે હંસીને ટાળી દીધી. જોકે આ ભવિષ્યવાણી સાચી પડી.
- તેમણે સરદાર પટેલના સ્વાસ્થ્ય વિશે પણ ભવિષ્યવાણી કરી હતી અને તેમણે દર્શાવેલા સમય દરમિયાન જ તેમનું મોત થયું હતું.
- તેમણે 300 ભૂકંપની યાદી એક અખબારમાં આપી હતી. જે આજેપણ અખબાર પાસે સુરક્ષિત. આ યાદીમાંના ઘણા ભૂકંપની ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
- પંડિત વ્યાસે કરેલી નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ તથા મહાત્મા ગાંધીજી વિશે કરેલી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી હતી.
- મહાત્મા ગાંધીની હત્યાની ભવિષ્યવાણીનો પણ તેમા હતી.
- આઝાદી સમયે તેમણે 1990 સમયે દેશના વિકાસ અને 2020 સુધીમાં દેશના વિશ્વ સ્તરે ઓળખ અને દબદબાની ભવિષ્યવાણી કરી હતી.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....)