તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વમાં 10 સૌથી વધુ સર્ચ કરાયેલા શહેરમાં મુંબઈને સ્થાન, ભારતીયોની પસંદ ન્યૂઝીલેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ નવા વર્ષે મુંબઈમાં ફરવા આવનારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. ટ્રાવેલ વેબસાઈટ booking.com અનુસાર મુંબઈ 2017માં ફરવા માટેના સૌથી વધુ પસંદગીના 10 શહેરોમાં સામેલ છે. આ માટે વિશ્વની ટોપ 300 સ્થળોથી બુકિંગ અને સર્ચનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. મુંબઈ ઉપરાંત આઈસલેન્ડના રેઝાવિક, ઓસ્ટ્રેલિયાના કેર્ન્સ, અમેરિકાના સવાના, પ્યૂટોરિકો, જાપાનનો ક્યોટો અને બ્રાઝિલનું જેરીકોકોરા પણ ટોપ 10માં સ્થાન ધરાવે છે.
ન્યૂઝીલેન્ડ તરફ ઢળ્યા ભારતીયો......

- મોટાભાગે રજાઓમાં દુબઈ, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જતા ભારતીય પ્રવાસીઓ હવે બીજા સ્થળો તરફ વળી રહ્યાં છે.
- ટ્રાવેલ વેબસાઈટ skyscanner.co.in અનુસાર ભારતીય ટૂરિસ્ટોએ મિડલ-ઈસ્ટ, યુરોપ અને અમેરિકા કરતા ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં વધુ રસ દાખવ્યો છે.
- ભારતીયોના સૌથી પસંદગીના દેશમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે.
- બ્રિટનની સરખામણીએ ન્યૂઝીલેન્ડ અંગે સર્ચ કરનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા ત્રણ ગણી વધી છે.
- સર્ચમાં બીજા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાએ મલેશિયા, થાઈલેન્ડ અને સિંગાપુરને પાછળ રાખી દીધા છે.
- દર મહીને 5 કરોડ લોકો દેશ-વિદેશના સ્થળો અંગે સર્ચ કરતા હોય છે.
- 30 ટકા લોકોએ જણાવ્યું કે, જો ફરવાની તક મળતી હોય તો તેઓ ઓછા પગારવાળી નોકરી પણ કરી લેશે.
ભારતીયોમાં વિદેશ પ્રવાસમાં રસ વધ્યો.....

- 2016ના પ્રથમ 6 મહિનામાં રજા માટે સ્થળ શોધતા ભારતીયોની સંખ્યા 80 ટકા વધી હતી.
- આ લોકોએ વિદેશ પ્રવાસના સ્થળોમાં વધુ રસ દાખવ્યો. સ્થાનિક ટૂરિસ્ટ પ્લેસની શોધમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે.
- તુર્કી, મલેશિયા, સિંગાપુર અને ફિલિપિન્સ પણ ભારતીયોના પસંદગીના સ્થળ છે.
ભારતીયોએ આ દેશો વઘુ સર્ચ કર્યા

ન્યૂઝીલેન્ડ - 52 %
ઓસ્ટ્રેલિયા- 47 %
ફ્રાન્સ - 42 %
મલેશિયા - 28 %
બ્રિટન - 15 %
(આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો...........)
અન્ય સમાચારો પણ છે...