• Gujarati News
  • Modi\'s Cabinet Distributed In Terms Of Caste, Net Worth, Educationa And Much More

મોદીની કેબિનેટમાં જાત, આર્થિક સ્થિતિ, ભણતર અને બીજાં પાસાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેવટે થોડા દિવસની મહેનત અને વિચારણા બાદ મોદીએ કેબિનેટનું ઘઠન કરી દીધું છે અને હવે શરૂ થઈ ગયો નવો જ રાજકીય યુગ. જે સમયે મંત્રીઓને તેમનો કાર્યભાળ સોંપાઇ રહ્યો હતો, ત્યારે લાખો લોકો વિચારી રહ્યા હતા મોદીની ગણતરી અને વહેચણી વિશે. આજે અમે તમને એ આખી જ રસપ્રદ ગણતરી વિશે જણાવી રહ્યા છીએ, જેના આધારે મોદીના મંત્રીમંડળમાં થઈ છે ખાતાંની વહેંચણી.
- 5 મિનિસ્ટર NDAના ઘટકદળોમાંથી...
મોદીની કેબિનેટમાં પાંચ પાર્ટીના સભ્યોને સમાવવામાં આવ્યા છે.
શિવસેનાના 16મી લોકસભામાં 18 સભ્યો જીતીને આવ્યા છે,એટલે આટલા મોટા નંબર સાથે NDAની બીજા નંબરની પાર્ટી બની ગઈ છે. એટાલે તેમની પાર્ટીના સિનિયર લીડર અનંત ગીતેને હેવી ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે તેલુગુદેશમ પાર્ટીના 16 સભ્યો જીતીને આવ્યા હોવાથી અશોક ગજપથી રાજુને એવિએશન મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે.
લોક્સજનશક્તિ પાર્ટીના 6 સભ્યો જીતીને આવ્યા છે, તે જોતાં પાર્ટીના મુખિયા રામવિલાસ પાસવાનને કન્ઝ્યુમર અફેર, ફૂટ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર બનાવ્યા છે, જ્યારે ઘણા લાંબા સમયથી ભાજપનો સાથ નિભાવી રહેલ શિરોમણી અકાલી દળના ચાર સભ્યો જીતીને આવ્યા છે, ત્યાં પંજાબના ઉપ મુખ્યમંત્રી સુખબિર સિંહ બાદલની પત્ની હરસિમરત કૌરને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર બનાવવામાં આવ્યાં છે.
રાષ્ટ્રિય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહાને રૂરલ ડેવલોપમેન્ટ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને જેમાં વિકાસ, પંચાયતી રાજ, અને પીવાના પાણીના ચાર્જ છે. RSLPને બિહારમાં બે સીટ મળી છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ સ્ત્રીઓને કેટલું પ્રાધાન્ય....