• Gujarati News
  • Modi To Be Stamped For Liear Leader If This Continues

મોદી ધ્યાન નહીં રાખે તો....બોલવું બની જશે બફાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તેમની કેટલીક ખામીઓ સામે આવી રહી છે. આ ખામીઓને જો તત્કાળ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તે મોદી તથા ભાજપના માટે મુશ્કેલીરૂપ બની શકે છે. એટલે સુધી કે તેમની વડાપ્રધાન બનવાની મંછા પણ મનમાં જ રહી જાય તેમ છે.
મોદી ક્યારેય કોઈ સવાલોના જવાબ નથી આપતા. તેઓ મંચ પરથી ભાષણ કરે છે. તેમના ભાષણો મોટાભાગે 'હિટ એન્ડ રન' જેવા હોય છે. તેઓ જે તથ્યો રજૂ કરે છે તે ઘણીવખત ક્ષતિવાળા હોય છે અથવા તો અર્ધસત્ય હોય છે. રાજ્યસ્તર પર કદાચ આ વસ્તુ ચાલી પણ જાય. રાષ્ટ્રીય સ્તર પર ન ચાલી શકે, તેમાં પણ વડાપ્રધાનપદની ઉમેદવારી કરતી વખતે તો ન જ ચાલે. ભાજપના નેતાઓ પણ દબાયેલા સ્વરે આ વાત સ્વીકારે છે.
મોદીની વાતને સાચી અથવા તો તર્કબદ્ધ રીતે રજૂ કરવામાં ભાજપના પ્રવક્તાઓને પણ પરસેવો પડી જાય છે. તમે ટેલિવિઝન ચેનલ્સ પર ભાજપના પ્રવક્તાઓ મુખ્તાર અબ્બાસ નક્વી, શાહનવાઝ હુસૈન વગેરેને થોથવાતા જોયા હશે.
શું નુકશાન થઈ શકે અને ભાજપના નેતાઓને શું લાગે છે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.