તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીએ સરપ્રાઈઝ આપવામાં છે માહેર; પાકને અન્ય મુદ્દે ઘેરી માર્યો માસ્ટર સ્ટ્રોક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. ઉરી હુમલામાં 18 જવાનોની શહીદી બાદ પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરવા ઊભા થયેલા જુવાળ વચ્ચે ભારતે પાક નિયંત્રિત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી પડોશી દેશને સરપ્રાઈઝ આપી છે. વડાપ્રધાન મોદી આમેય સરપ્રાઈઝ આપવામાં માહેર ગણાય છે. ઉરી હુમલા બાદ મોદી સરકારે મિલિટ્રી પ્રક્રિયા સિવાયના તમામ મોરચે પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ કર્યો અને એક રીતે તેને અંધારામાં રાખવામાં પણ સફળ રહ્યા. ઉરી હુમલા બાદ મોદીએ આપેલા નિવેદનોમાં પણ તેઓ સૈન્ય કાર્યવાહી કરવાના પક્ષમાં ન હોવાનો સંદેશ આપતા રહ્યા હતા પરંતુ તેમનું પ્લાનિંગ તો હતું પાકિસ્તાનને સરપ્રાઈઝ આપવાનું.
ઉરી હુમલા બાદ મોદીએ કેવી રીતે પાકિસ્તાનને રાખ્યું અંધારામાં?
- ઉરી હુમલા બાદ પીએમ મોદીએ પોતાના પ્રવચનો કે નિવેદનોમાં ક્યારેય એવો અહેસાસ આવવા દીધો નહોતો કે ભારત સૈન્ય કાર્યવાહી અંગે થોડું પણ વિચારી રહ્યું છે.
- પીએમ મોદીએ કેરળમાં બીજેપીની રાષ્ટ્રીય પરિષદમાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે, હિંમત હોય તો ચાલો ગરીબી સામે લડીએ. મોદીએ પાકિસ્તાનને આહવાન કર્યું હતું કે તમે તમારા દેશમાં ગરીબી સામે લડો અમે અમારા દેશમાં લડીશું. જોઈએ બંનેમાંથી કોઈ સફળ રહે છે.
- સિંધુ જળ સંધી વિશે ચર્ચા કરવા મળેલી બેઠકમાં મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે, લોહી અને જળ એક સાથે ન વહી શકે.
- આ બંને નિવેદનો પરથી જરાપણ લાગતું નહોતું કે મોદી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે.
- તેમણે એવું જ વાતાવરણ ઊભું કર્યું કે તેઓ મુત્સદ્દીગીરીથી પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ કરશે પરંતુ છેવટે તેમણે સર્જિકલ સ્ટ્રાઈક સફળ થવાની જાહેરાત કરી પાકિસ્તાન સહિત વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું હતું.
કયા પાંચ મુદ્દાઓને ચર્ચામાં રાખી મોદીએ પાકિસ્તાનને રાખ્યું અંધારામાં? તે વિશે જાણવા આગળની સ્લાઈડ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...