UPમાં મુસ્લિમ ઉમેદવારો ન ઉતારી ખેલેલો મોદીનો દાવ ફરી રહ્યો સફળ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 1991ની ચૂંટણી કરતા વધુ રેકોર્ડ બ્રેક સફળતા પાછળ મોદીનું એક સમીકરણ પણ ચર્ચામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ પાર્ટીમાંથી એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. જ્યારે પાર્ટીએ આવો નિર્ણય લીધો હતો ત્યારે પક્ષના દિગ્ગજ નેતાઓ રાજનાથ સિંહ, ઉમા ભારતી અને મુખ્તાર અબ્બાસ નકવીએ મુસ્લિમોને ટિકિટ આપવી જોઈએ તેવી વકાલત કરી હતી. પરંતુ મોદી પોતાના નિર્ણય પર અફર રહ્યા હતા. ચૂંટણી પરિણામો સામે આવતા મોદી-શાહનું ગણિત સાચું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
 
એક પણ મુસ્લિમને ટિકિટ ન આપી મોદીએ 2014ની જેમ મેળવી સફળતા!
 
- મહત્વપૂર્ણ છે કે, યૂપીમાં 143 સીટ પર મુસ્લિમ બહુમતી માનવામાં આવે છે. જેમાં બીજેપી 40થી વધુ સીટ પર આગળ છે.
- હાલના વલણોમાં બીજેપીએ 1991ની વિધાનસભા ચૂંટણીનો રેકોર્ડ પણ તોડી દીધો. ત્યારે બીજેપીને 221 સીટો મળી હતી. ત્યારે બીજેપીએ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
- 2017માં બીજેપીએ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યા વગર જ ખાસ કરીને એકપણ મુસ્લિમ ઉમેદવારને ન ઉતારીને હિન્દુ મતદાતાઓને સ્પષ્ટ સંકેત આપ્યો હોઈ શકે છે કે પાર્ટી હિન્દુઓની જ પાર્ટી છે.
- મોદી અને શાહનું આ ગણિત 2014ની લોકસભા ચૂંટણીમાં સફળ રહ્યું હતું જેમાં 80 સીટમાંથી 72 જેટલી જંગી સીટ જીત્યા હતા.
- બીજેપી યૂપીમાં 1985થી ચૂંટણી લડી રહ્યું છે. પહેલી ચૂંટણીમાં યૂપીમાં 16 સીટો જીત્યા હતા. 2014 લોકસભા ચૂંટણીમાં 328 વિધાનસભા સીટો પર આગળ હતી. આ લહેરને બીજેપીએ કાયમ રાખી છે.
 
ઉત્તર પ્રદેશમાં જાતિ વાદી સમીકરણથી આગળ વધી ધર્મ આધારિત રાજકારણ?
 
- બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી ધરાવતી સીટ પર મુસ્લિમ ઉમેદવારોને ન ઉતારીને હિન્દુ મતદાતાઓના મગજમાં પોતે હિન્દુઓની પાર્ટી છે એવી ઈમેજ ઊભી કરવામાં સફળ રહ્યું હોય તેવું માનવામાં આવે છે.
- બસપા, સપા-કોંગ્રેસ ગઠબંધન જ્યારે જાતિ આધારિત ઉમેદવારોને ટિકિટ આપી તો મોદી-શાહે ધર્મનું કાર્ડ રમી મોટી સફળતા નોંધાવી છે.
- સ્મશાન અને કબ્રસ્તાન અંગેના મોદીના નિવેદનોને પણ ધર્મ આધારિત રાજકારણ સાથે જ સાંકળવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, માયાવતીએ લગભગ 100 સીટો સામે, બીજેપીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને ન આપી ટિકિટ... મુસ્લિમ વોટ વહેંચાતા બીજેપીને મળે છે વધુ સીટ... 3.84 કરોડની મુસ્લિમ વસતી ધરાવે છે ઉત્તર પ્રદેશ...
અન્ય સમાચારો પણ છે...