લોકસભા/વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે ભારતીય રાજકીય નેતાઓની વધતી જતી અસુરક્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પટના ગાંધી મેદાન ખાતે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હુંકાર રેલી વખતે થયેલા બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલાઓની કળ હજી દેશને વળી નથી ને આજે છત્તીસગઢના સુકમા જિલ્લાના ચિન્ત્લનાર નજીક ડોર્નાપલ અને જગરગુંડા વચ્ચેના રોડ પર સ્ટીલ કેસમાં રાખેલી 25 કિલોની બે મોટી ઈમ્પ્રોવાઈઝ્ડ એકસ્પ્લોસિવ ડિવાઈસીસ (IEDs)ને CRPF અને રાજ્ય પોલીસના સંયુક્ત સ્કવોડે ડીટેકટ કરી હતી. રાજ્યમાં આગામી 11 અને 19 નવેમ્બરે બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓના ભાગરૂપે આજે UPA અધ્યક્ષ સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીની બસ્તર જિલ્લાઓમાં યોજાનારી ચૂંટણીની પ્રચાર રેલીના સંદર્ભે આ વિસ્તારમાં ચાલી રહેલી ડોમીનેશન કવાયત વખતે મળી આવેલી આ ડીવાઈસીસને ડીફ્યુઝ કરવામાં આવી હતી. ગૃહ ખાતાએ રાજ્યમાં 9-10 નવેમ્બર દરમિયાન થનારા સંભવિત નકસલ હુમલાની શક્યતાઓ અંગે પહેલેથી જ એલર્ટ જારી કરી દીધી છે. અહેવાલો મુજબ, બસ્તરમાં અબુજમદ ટેકરીઓ નજીક માઓ ચીફ ગણપતિ પણ હાજર હોવાની શકયતાઓ છે.