શિવાજીનાં સૈન્યમાં હતા અનેક મુઘલ સરદાર, છત્રપતિ માટે લડ્યા લડાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂણેઃ ગ્રેટ મરાઠા સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજનો સાથ અનેક મુઘલ સરદારોએ આપ્યો. 19 ફબ્રુઆરીનાં રોજ શિવાજી મહારાજની જયંતી છે આ પ્રસંગે divyabhaskar.com તમને એ મુઘલ સરદારો વિશે જણાવશે, જેણે મરાઠા સૈનિકોની સાથે મળીને મુઘલો વિરુદ્ધ લડત આપી. મરાઠા સૈન્યમાં હતા 700 મુઘલ...
- બીજાપુરનાં તાનાશાહ શાસક આદિલ શાહનાં અત્યાચારથી ત્રાસી જઈ 700 મુઘલ સૈનિક અને સરદાર શિવાજી મહારાજનાં સૈન્યમાં સામેલ થઈ ગયા હતા.
- આ સરદારોને મરાઠા સૈન્યની ટ્રેનિંગ માટે, તોપખાનાં, નેવલ બેઝ અને ઘણા અન્ય મહત્વનાં સ્થાન પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- તેમની પાસેથી પ્રાપ્ત જાણકારીનો ઉપયોગ મુઘલો વિરુદ્ધ થયેલી લડાઈ દરમિયાન કરવામાં આવ્યો.
- આ સૈનિકોમાંથી ઘણાએ શિવાજી મહારાજ માટે યુદ્ધમાં તેમનું જીવન પણ આપી દીધું.
નેવીનાં પ્રમુખ બનાવ્યા

- છત્રપતિનું સામ્રાજ્ય ભારતનાં પશ્ચિમ દરિયાઈ તટ સુધી ફેલાયેલું હતું.
- દરિયાઈ માર્ગથી થતા વિદેશી હુમલાને રોકવા માટે શિવાજી મહારાજે સશક્ત નૌસેના બનાવી અને તેનો પ્રમુખ મુઘલ સરદાર દૌલત ખાનને નિયુક્ત કરવામાં આવ્યા.
- દૌલત ખાને ઘણા મુઘલ સૈનિકો અને માછીમારોને તેની સાથે સામેલ કરી ઘણા વર્ષ સુધી તેમનાં નેવલ બેઝની રક્ષા કરી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મરાઠા સૈન્યમાં સામેલ કેટલાક અન્ય મુઘલ સરદારો વિશે...