તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ishrat Jahan Encounter Case, Cbi To File Chargesheet

ઈશરત કેસમાં ચાર્જશીટ:ભાજપ-કોંગ્રેસ માટે ભાવતું ભોજન પણ કોને કેટલુ પચશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

15 જૂન 2004ના દિવસે અમદાવાદના કોતરપુર વોટરવર્કસ પાસેના ઉજ્જડ રસ્તા પર એક કાર પાસે ચાર લાશ કતારબંધ પડી હતી. પોલીસના કહેવા મુજબ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના અગ્રણી પ્રવિણ તોગડિયાની હત્યા માટે આવેલા ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઈબાના ઓપરેટિવ હતા અને પોલીસ સાથેની અથડામણમાં આ તમામ આંતકવાદીઓ માર્યા ગયા હતા. રાજ્ય સરકારે આ ઘટનાની મેજિસ્ટેરિયલ તપાસ તમાંગને સોંપી અને ખૂલી એક નવી જ દિશા. તમાંગે તેમના રિપોર્ટમાં એન્કાઉન્ટર બોગસ હોવાનું જણાવી જોરદાર ઘડાકો કર્યો જેના પડઘા હજુ સુધી શાંત પડ્યા નથી.

નોંધનીય બાબત છે કે માર્યા ગયેલા કથિત આંતકીઓમાં જાવેદ શેખ, ઝીશાન જોહર અને અમજદઅલી ઉપરાંત મુંબઈની ખુબસુરત 19 વર્ષની યુવતી ઈશરત જહાંનો પણ સમાવેશ થતો હતો. ઈશરત મુંબઈની જાણીતી ગુરુ નાનક ખાલસા કોલેજમાં બી.એસસીના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. પિતાના અવસાનને કારણે નોકરી અનિવાર્ય બની ગઈ હતી. આથી તે જાવેદ શેખને ત્યાં નોકરીએ જોડાઈ હતી. જાવેદ કન્સ્ટ્રકશન અને પરફયુમનો ધંધો કરતો હોવાનું કહેવાય છે. ઝીશાન અને અમજદઅલી પાકિસ્તાની હોવાનો દાવો કરાયો હતો. જાવેદ શેખ કેરળનો મૂળ વતની હતો પરંતુ પૂણે આવી સાજિદા નામની યુવતી સાથે લગ્ન કરવા મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો હતો. તેનું અસલ નામ પ્રજ્ઞેશ પિલ્લાઈ હતું. આખરે હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.

સીબીઆઈ તપાસ જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ તપાસમાં નવા નવા પરિમાણો ખુલતા જતાં હતા. તપાસનો રેલો છેક રાજકારણ અને આઈબી સુધી પહોંચી ગયો. સીબીઆઈ પાસે આ કેસમાં ગુજરાત પોલીસના 22 સાક્ષીઓ છે. તેમાં રાજ્યના ડીઆઈજી જી.એલ. સિંઘલ સહિત ગુજરાત પોલીસના નીમ્ન અને મધ્ય કક્ષાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આગળ વાંચોઃ ઈશરત કેસમાં કોંગ્રેસને ભાવતું મળ્યું, 2014ની ચૂંટણીમાં મોદી વિરૂદ્ધ આ મુદ્દાને ચગાવવા કાગડોળે જોવાતી રાહ