તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પ-મોદીની પહેલી મુલાકાતથી ભારતે શું આશાઓ રાખવી હિતાવહ રહેશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાંથી ખસી જવાની જાહેરાત કરવાની સાથોસાથ ભારત પર શાબ્દિક હુમલો કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. પેરિસ સમજૂતીને લઈ ભારત પર આકરા આરોપ ઉપરાંત ટ્રમ્પના કેટલાક નિર્ણયોથી ભારત પર વિપરિત અસર પડી છે. જેમાં H1B વિઝાનો નિર્ણય પણ સામેલ છે. જેની સીધી અસર ભારતના IT સેક્ટર પર પડી છે. ટ્રમ્પનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે જૂનના અંતમાં મોદી-ટ્રમ્પની અમેરિકામાં પહેલી મુલાકાત થવાની છે. ક્યારેય ન કળી શકાય એવી ઇમેજ ધરાવતા ટ્રમ્પ સાથેની મોદીની પહેલી મુલાકાત કેવા સમીકરણો ઊભા કરશે તેની પર સમગ્ર વિશ્વની નજર છે.    
 
ટ્રમ્પનો ભારત પર દબાણ ઊભું કરવા પાછળનો શું છે એજન્ડા? 

- આ પ્રવાસથી અપેક્ષાઓ ઓછી જ રાખવામાં આવી રહી છે. ટ્રમ્પ મહદઅંશે તમામ લોકો પર દબાણ ઊભું કરી રહ્યા છે. 
- તે મિત્ર હોય કે વ્યૂહાત્મક પાર્ટનર કે પછી અમેરિકાના નિશાના પર રહેલા દેશો. 
- આવું એટલા માટે જેથી દ્વિપક્ષીય સંબંધો માટે નવેસરથી શરૂઆત કરવી પડે અને કેટલાક મુદ્દાઓમાં ગેમ પણ બદલી શકાય. જેમ કે કતારના મામલામાં ચોંકાવનારી વાત થઈ. 
- બદલાયેલા માહોલમાં ભારતનો પ્રયાસ સ્થિતિને અનુકૂળ પોતાની જાતને ઢાળવાનો રહેશે. 
- હાલમાં વિદેશ સચિવ એસ જયશંકરે જે મહત્વપૂર્ણ વાત કહી તે એ છે કે ટ્રમ્પને ખરાબ કહી દેતા પહેલા તેનું વિશ્લેષણ કરવું જોઈએ.
 
ટ્રમ્પના નિવેદન સામે મોદીનો વળતો ઘા, સંબંધોમાં તિરાડની શરૂઆત?

- હાલના સમયમાં ચર્ચામાં રહેલું ટ્રમ્પનું નિવેદન કે અમેરિકા પાસેથી કરોડો ડોલર લેવા માટે ભારત પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં સામેલ થયું અને ભારતનું ભારપૂર્વક આ આરોપોનો ઇન્કાર કરવો કોઈ સારા સંકેત નથી આપી રહ્યા. 
- H1B વિઝા કાર્યક્રમ પર ઘેરાયેલી અનિશ્ચિતતા પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને મોદી સરકાર અલગ-અલગ ધ્રુવ પર ઊભા છે. 
- એવું લાગવા લાગ્યું છે કે દાયકાઓના પ્રયાસ બાદ બંને દેશોની વચ્ચે બનેલા દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને રાજદ્વારી સંબંધો ટ્રમ્પ સરકાર બન્યા બાદ ઢીલા પડવા લાગ્યા છે.
 
કઈ બાબતો ભારત-યૂએસના સારા સંબંધો ટકી રહેવાની આશા જન્માવે છે?

- જોકે, અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવું કહે છે કે આપણે એવું માનીને પણ ન ચાલી શકીએ કે નકારાત્મક પરિણામ આવશે. 
- ભારતને અમેરિકન કોંગ્રેસમાં દ્વિપક્ષીય સમર્થન છે અને ભારતીય-અમેરિકન સમુદાયનો પ્રભાવ વધ્યો છે. સાથોસાથ અમેરિકન નીતિગત નિર્ણયોમાં તેમની બોલબાલા પણ મજબૂત થઈ છે.  
- સૈન્ય રણનીતિના મામલે કેટલાક મજબૂત આધાર પણ છે. ધ લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) હેઠળ બંને દેશોની સેનાઓ એક-બીજાની જમીનનો ઉપયોગ રિપેરિંગ અને સપ્લાયના રી-સ્ટોક કરવામાં કરશે. 
- સાથોસાથ ડિફેન્સ ટેક્નોલોજી એન્ડ ટ્રેડ ઇનિશિએટિવ (DTTI) હેઠળ બંને દેશ સૈન્ય ટેકનિકલના ક્ષેત્રમાં સંયુક્ત વિકાસ અને ઉત્પાદનમાં પણ સહયોગ કરશે. આર્મ્સ ટ્રેડ પણ બંને દેશોની વચ્ચે સંબંધોને મજબૂતીથી જોડાયેલા રાખશે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ટ્રમ્પને મળતી વખતે મોદીને શું અપનાવી પડશે સ્ટ્રેટેજી? ટ્રમ્પ છે અનિશ્ચિતતાના પ્રતિક સમા...ટ્રમ્પની વિદેશ નીતિથી ભારતની વધી શકે છે મુશ્કેલી...
અન્ય સમાચારો પણ છે...