સ્વદેશી ટ્રેઈનર HTT-40નું પરીક્ષણ, સંરક્ષણપ્રધાન પર્રિકર રહ્યાં હાજર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરૂ : ભારતના સ્વદેશી બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ HTT-40એ આજે સવારે લાંબી ઉડ્ડાણ ભરી હતી. આ સમયે સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકર પણ હાજર હતા. આ ઉડ્ડાણ લગભગ 25-30 મિનિટ ચાલી હતી. ઢીલ માટે પંકાયેલ HALએ રેકોર્ડ ત્રણ વર્ષમાં ડિઝાઈનથી લઈને વિસ્તૃત ઉડ્ડાણનો તબક્કો પસાર કર્યો છે. વિમાનનું ઉડ્ડાણ અને લેન્ડિંગ.....

- ત્રણેય સેવાઓને ઉડ્ડાણની પ્રાથમિક તાલિમ આપવા માટે HTT-40 (હિન્દુસ્તાન ટર્બો ટ્રેઈનર-40)નો ઉપયોગ કરવામાં આવશે.
- એક તબક્કે આ પ્રોજેક્ટ અભેરાઈએ ચડાવી દેવાયો હતો. પરંતુ સંરક્ષણપ્રધાન પર્રિકરે પકડી રાખ્યો હતો.
- 2018 સુધીમાં વિમાનને ઓપરેશનલ ક્લિયરન્સ મળી જશે.
- વાયુદળ દ્વારા પ્રારંભિક તબક્કે 70 વિમાનોનો ઓર્ડર આપશે.
- ખુદ ભારતને આ પ્રકારના 200 જેટલા વિમાનોની જરૂર.
- વિમાનનું એક્સપોર્ટનું બજાર પણ છે.
- HPT-32 જૂના થતા ભારત PC7 Mk2 વિમાનો પર આધાર રાખી રહ્યું છે.
- તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં 2012માં આ વિમાનો સ્વિત્ઝરલેન્ડ પાસેથી ખરીદવામાં આવ્યા હતા.
- માર્ચ 2015માં આ પ્રકારના 100 જેટલા વિમાનો સ્વિત્ઝરલેન્ડ પાસેથી ખરીદવાના એરફોર્સના પ્રસ્તાવને મોદી સરકારે નકારી કાઢ્યો હતો.
- સ્વદેશી ટ્રેનર વિમાન HTT-40ને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આમ કરવામાં આવ્યું હતું.
- આમ છતાંય તાત્કાલિક જરૂરિયાતને ધ્યાને રાખીન વધુ 38 જેટલા PC7 Mk2 વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
- પરંતુ ભાવોના કારણે આ સોદો અટકી પડ્યો છે.
રેકોર્ડ સમયમાં તૈયાર થયું વિમાન. વિમાનના વાઈટલ સ્ટેટસ્ટિક્સ અંગે જાણવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...