તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલાયન્સના ગેસમાં ભાવવધારોઃ દલાતરવાડી જેવો ઘાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે ગેસના ભાવમાં બમણો વધારો કરી રિલાયન્સને તોતિંગ નફો કરવાનો તખ્તો ગોઠવી આપ્યો છે. આ નિર્ણય સરકારનો છે પરંતુ તેનાથી લાભ રિલાયન્સને થનાર છે. આમ છતાં તેને દલાતરવાડી જેવો ઘાટ ચોક્કસપણે કહી શકાય. ભારત સરકારના ઉર્જા વિભાગના ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર સુર્યા.પી.સેઠીએ પ્રસિદ્ધ અંગ્રેજી સમાચાર પત્ર ધ હિન્દુમાં લખેલા અહેવાલ પરથી આ હકીકતનો પર્દાફાશ થાય છે. નાણાપ્રધાન મનમોહનસિંહે કુદરતી ગેસના ભાવમાં વધારો કરી આપ્યો અને તેના માટે જે કારણો આપ્યા છે તેને માત્રને માત્ર કાલ્પનિક જ કહી શકાય. આમેય ભારતમાં કોઈ પણ પ્રકારની ખાતરી કે તપાસ વિના આર્થિક નિર્ણયો લેવા તે એક આર્થિક સચ્ચાઈ બની ગઈ છે. નાણાપ્રધાને ખોબેખોબે ભાવવધારાની લીલીઝંડી આપતાં આંતર સંબંધ ધરાવતી ચોટદાર પરંતુ ભ્રામક દલીલ રજૂ કરી છે.

તેમની દલીલ છે કે ગેસના ઊંચા ભાવને લીધે આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ થશે. આ રોકાણને કારણે સ્થાનિક કુદરતી ગેસના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં વધારો થશે. આ ઉત્પાદન વધારાને લીધે આયાત પરની નિર્ભરતમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે. મોટા પ્રમાણમાં આયાત નિર્ભરતામાં ઘટાડો થશે તો દેશની રાજકોષિય ખાધમાં ઘટાડો થશે. છેને એકની સાથે એક જોડાયેલી સરસ મજાની રમુજી દલીલ. હવે આપણે આ સરસ મજાની રમુજી દલીલમાં કેટલીક સચ્ચાઈ અને વાસ્તવિકતા છે તે જાણવા પ્રયાસ કરીશું.

આગળ વાંચોઃ સરકારના ડબલ ધોરણો- એકબાજુ ગેસના ભાવમાં વધારો કર્યો બીજી તરફ કહે છે કે આ ક્ષેત્રમાં રોકાણમાં ઘટાડો થયો છે