નક્સલવાદ પેદા થવાના કારણો, શા માટે નક્સલ છે ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેવટે કોણ-કેવી રીતે-ક્યાં-શા માટે નક્સલ છે ?

3. કારણ, નક્સલવાદ પેદા થવાના


૩પ મુદ્દાઓમાં નક્સલવાદીઓના સંદર્ભમાં નક્સલવાદીઓનો ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, સૈન્ય વિજ્ઞાન, ભાષા અને ગણિત. બધું જ. બર્બરતાની બધી હદો પારી કરી ગયા છે. નેતાઓની હત્યા કરીને તેમના મૃતદેહો પર નાચી રહ્યા છે. શબ પનક્સલવાદીઓ ર બંદૂક અને ચાકુ ચલાવી રહ્યા છે. આ ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે.

નક્સલવાદી બળવાનો લાભ ઉઠાવ્યો અને આતંકી ટોળકીઓ બનાવી

૨ માર્ચ, ૧૯૬૭, પ‌શ્ચિ‌મ બંગાળનું નાનકડું ગામ નક્સલબાડીમાં એક આદિવાસી ખેડૂત બિમલને ર્કોટે આદેશ આપ્યો હોવા છતાં જમીનનો કબજો ન મળ્યો. જ્યારે તે સ્થળે પહોંચ્યો તો, જમીનદારે તેના પર હુમલો પણ કર્યો. આ ઘટનાનો વિરોધ સમગ્ર ગામવાળાઓએ કર્યો અને પરિણામે જે જમીનો પર જમીનદારોનો કબજો હતો, તેને ગામવાળાઓએ પોતાના કબજામાં લઇ લીધી. પોલીસ ઘટના સ્થળે પહોંચી. સિલીગુડી કિસાન સભાના પ્રમુખ જંગલ સંથાલના નેતૃત્વમાં ગ્રામીણોને તીરકામઠાંથી એક ઇન્સ્પેક્ટરને જ મારી નાખ્યો. લોકોના આ આક્રોશનો માઓ સમર્થક ચારુ મજુમદારે લાભ ઉઠાવ્યો. તે આ સંઘર્ષની વાર્તાને ગામડાઓમાં લઇ ગયો અને લોકોને ભડકાવ્યા. આતંક ફેલાવનારી ટોળકીઓ બનાવી. બે મહિ‌નામાં એવો જ સંઘર્ષ બિહાર, ઓડિશા, આન્ધ્રપ્રદેશ અને તમિળનાડુના માઓવાદીઓના વર્ચસ્વવાળા વિસ્તારોમાં થયો અને પછી હિંસા ફેલાતી ગઇ. જંગલ સંથાલ જેવા લોકોએ પણ મજુમદારને સમર્થન આપી દીધું. ચારુ મજુમદારે આ સમયગાળા દરમિયાન જે આઠ લેખ લખ્યા, તેને માઓવાદી આજે પણ પોતાની વિચારસરણીનો સર્વોચ્ચ ડોક્યુમેન્ટ ગણે છે.

ચીનથી ઇશારો મળ્યો, કનુએ આતંક ફેલાવી દીધો

માઓવાદી નેતા કનુ સાન્યાલને તો સીધી ચીનથી મદદ મળતી હતી. આ બાબત તેણે પોતે સ્વીકાર કરી છે. બતાવ્યું કે, નક્સલબાડી આંદોલન પછી ચીનથી તેને બતાવવામાં આવ્યું કે, તે ભારતમાં કેવી રીતે માઓવાદ ફેલાવી શકે છે. તેને ભારતમાં પણ કોમ્યુનિસ્ટ ક્રાંતિ લાવવાનું કહેવામાં આવ્યું. પછી શું હતું? તેણે દેશમાં કોમ્યુનિસ્ટ પાર્ટી (માલે) બનાવી. તેની શરૂઆતથી ઘણી જગ્યાએ કોમ્યુનિસ્ટ-સોશિયાલિસ્ટ ક્રાંતિના નામે સંગઠન બન્યાં. પ‌શ્ચિ‌મ બંગાળના કેટલાક ડાબેરી મીડિયાએ તેની વાતોનું સમર્થન કરીને લેખ પણ પ્રસિદ્ધ કર્યા. સાન્યાલ સમગ્ર રાષ્ટ્રની સંપત્તિને બધા લોકોમાં સમાન રીતે વહેંચવાની હિ‌માયત કરતો હતો પરંતુ તેની બેઠકોમાં તે આતંક ફેલાવવા અને સરકારને નબળી બનાવવાના ભાષણ આપતો હતો. ૧૯૭૨માં ચારુ મજુમદારના મૃત્યુ પછી નક્સલવાદી આંદોલન વિખેરાઇ ગયું. અલગ-અલગ જૂથ હત્યાઓ કરવા લાગ્યાં.

ડાબેરી ફેશનમાં શહેરો સુધી પહોંચ્યું ઝેર

૭૦ના દાયકામાં ડાબેરીને કથિત બુદ્ધિજીવીઓમાં બહુ લોકપ્રિયતા મળી. તેના હિ‌માયતી પોતાની જાતને પ્રગતિવાદી કે કોમરેડ કહેવડાવાનું પસંદ કરતા હતા. ઘણા આઇઆઇટી અને અન્ય કોલેજના ડ્રોપઆઉટ્સ આ આંદોલન સાથે જોડાયા. તેઓ આદિવાસીઓ અને ભૂમિવિહોણા મજૂરોના સંઘર્ષની હિ‌માયત કરતા હતા. જવાહરલાલ નહેરુ યુનિવર્સિ‌ટી (જેએનયુ), નવી દિલ્હી તો ડાબેરીઓનું સ્થાયી સ્થળ બની ગયું હતું. નક્સલવાદીઓ હિંસા કરતા ત્યારે તો તેઓ માત્ર તેમનું સમર્થન ન કરતા પરંતુ રેલી યોજતા, પ્રદર્શનો કરતા અને સરકારને જ દોષિત ઠેરવતા. કેટલાક લેખકો અને બુદ્ધિજીવીઓના આવાં ભાષણો અને લેખોને વિદેશી મીડિયામાં સ્થાન પણ મળતું અને પ્રશંસા પણ થતી. જેમ-જેમ નક્સલવાદીઓનાં ક્રૂર અને કાયરતાપૂર્ણ કૃત્યો બહાર આવ્યાં, તેમ-તેમ બુદ્ધિજીઓને પણ નક્સલવાદીઓમાં રસ ઓછો થઇ ગયો.

આગળ વાંચો: યોગ્ય નિર્ણય, જે માઓવાદના વિરુદ્ધમાં લેવાયા, ટર્નિંગ પોઇન્ટ, જેનાથી ભડકી નક્સલવાદી હિંસા, ખોટાં બહાનાં, જેના કારણે સલામતી દળો પાછાં પડે છે, આંકડા જે બતાવે છે કે નક્સલો માત્ર આતંકી છે...