તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ ન કરે તો વેતન શેનું? દરેક સાંસદ પાછળ મહિને ખર્ચાય છે 2.7 લાખ રૂપિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. સોમવારથી સંસદના ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. સત્ર શરૂ થયા પહેલા જ બિહારના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં રજૂઆત કરી હતી કે રાજ્યપાલનું પદ હટાવી દેવું જોઈએ. પપ્પૂ યાદવે તો રાજ્યસભા અને વિધાન પરિષદને બંધ કરી દેવાની વાત રજૂ કરી હતી. બીજી તરફ, સંસદ સત્ર દરમિયાન દરેક સાંસદને 2000 હજાર રૂપિયા ડેઈલી એલાઉન્સ મળે છે. કોઈ મુદ્દાને લઈને દિવસ દરમિયાન સંસદમાં કોઈ કાર્યવાહી ન થઈ હોય તેમ છતાંય તેમને આ ભથ્થું મળે છે. જેમની પાછળ દેશની તિજોરીના કરોડો રૂપિયા ખર્ચાય છે એવા પદો અંગે divyabhaskar.com દ્વારા એક વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના સાંસદોના તથા કાયદાકિય નિષ્ણાત સાંસદના મંતવ્યો છે જાણવાનો પ્રયાસ કર્યો છે.
સંસદમાં પહેલા દિવસે નથી થતી કાર્યવાહી
- સંસદનું સત્ર શરૂ થાય ત્યારે પહેલા દિવસે કોઈ સંસદનું તે સમયગાળામાં મૃત્યુ થયું હોય તે તેમને શ્રદ્ધાંજલિ આપી એ દિવસ મોકૂફ કરી દેવામાં આવે છે.
- તે દિવસે MPs માત્ર એક કલાક માટે સંસદ ભવનમાં હાજર રહે છે અને તેમને પૂરેપૂરું એલાઉન્સ મળે છે.
- આ ઉપરાંત, બંને ગૃહોમાં એવા અનેક દિવસો હોય છે જેમાં સરકારની નીતિ કે કાર્યશૈલીનો વિરોધ દર્શાવવા માટે વિરોધ પક્ષના સાંસદો વેલમાં ધસી આવે છે તથા વોકઆઉટ પણ કરે છે.
- આવી પરિસ્થિતિ ઊભી થતા ગૃહને મોકૂફ કરવાની ફરજ પડતી હોય છે. પરંતુ તેના કારણે સાંસદોના ડેઈલી એલાઉન્સમાં કોઈ કાતર નથી મૂકાતી.
ગુજરાતના સાંસદો અને જાણીતા વકીલનો શું છે મત? “લોકજુવાળ ઊભો થશે તો જ બદલાશે તંત્ર”
- બારડોલીના સાંસદ પ્રભુદાસ વસાવાએ આ અંગે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે, "માનવતાની રીતે સીટિંગ સાંસદના મોત બાદ આ શોક પ્રસ્તાવ રાખવામાં આવે છે. અને શોક વ્યક્ત કરી તે સાંસદને સંસદ સભા યાદ કરે છે. શ્રધ્ધાંજલિ બાદ આપી કામ ચાલું રાખવું એ બાબતે સૌ કોઈના પોત પોતાના મંતવ્યો હોય શકે છે. કામ કરી શકાય, એકાદ કલાક કે અડધા દિવસનું કામ મોકૂફ રાખીને પણ કામ કરી શકાય."
- આ અંગે સુરતના સાંસદ દર્શના જરદોષે જણાવ્યું હતું કે, “લોકસભામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. સીટિંગ મેમ્બરના અવસાન બાદ જ શોક પાળવા માટે કામ મોકૂફ કરી દેવામાં આવે છે. વર્ષો જૂની પરંપરામાં સંશોધનને અવકાશ જરૂર છે. પરંતુ માનવીય રીતે શ્રધ્ધાંજલિ પછી કામ ન થાય એમ વર્ષોથી માનવામાં આવે છે. કારણ કે, શોકગ્રસ્ત વ્યક્તિ કામ પણ સારી રીતે ન કરી શકે."
- સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અને બીજેપી નેતા એવા મહેશ જેઠમલાણીએ આ અંગે જણાવ્યું કે, “સાંસદને શ્રદ્ધાંજલિ આપી એ દિવસ પૂરતું ગૃહ મોકૂફ કરવાની પ્રથા અંગે બંધારણમાં સંશોધન કરવાની જરૂર છે.”
- “તેઓએ વધુમાં જણાવ્યું કે, “પબ્લિકએ જ માંગ કરવી જોઈએ. જે રીતે યુકેમાં Brexit થયું હતું એવી રીતે દેશના કરોડો નાગરિકો લોકોમાં લોકજુવાળ ઊભો થવો જોઈએ અને સહી કેમ્પેન કર્યા બાદ પિટિશન ફાઈલ કરવી જોઈએ.”
- બંધારણમાં વધુ સંશોધનની જરૂરિયાત પર ભાર મૂકતા તેઓએ જણાવ્યું કે, “જે રાજકીય પક્ષ ગૃહની કાર્યવાહીમાં ખલેલ પાડી છે તે ખરેખર રાષ્ટ્ર હિત વિરુદ્ધ કામ કરે છે તે બાબતે સંશોધન થવું જોઈએ અને તેવી પાર્ટીઓને રજીસ્ટ્રેશન રદ થવા સુધીની કાર્યવાહી કરી શકાય.”
સત્ર દરમિયાન સાંસદોને રોજનું 2 હજારનું એલાઉન્સ; “એલાઉન્સ જ લાલચ હોત તો 100 ટકા હાજરી હોય”
- સંસદ સત્ર ચાલુ હોય ત્યારે સાંસદોને સત્રમાં હાજર રહેવા માટે 2000 હજાર રૂપિયાનું ડેઈલી એલાઉન્સ આપવામાં આવે છે. તે માટે સાંસદે માત્ર રજીસ્ટરમાં સહી કરવાની રહે છે.
- લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદોને ગણીએ તો સત્ર ચાલુ હોય તે દરમિયાન સાંસદોને રોજના એલાઉન્સ તરીકે 15 લાખ રૂપિયાથી વધુ ચૂકવવામાં આવે છે. હાલમાં ચોમાસું સત્ર 20 દિવસનું છે તેથી ડેઈલી એલાઉન્સનો આંકડો પહોંચશે છે 3 કરોડ રૂપિયા.
- ડેઈલી એલાઉન્સ વિશે વાત કરતા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસી નેતા મધૂસુદન મિસ્ત્રીએ જણાવ્યું કે, “સાંસદો ડેઈલી એલાઉન્સ લેવા માટે જ જો સંસદમાં હાજરી આપતા હોત તો હંમેશા 100 ટકા હાજરી હોય. રેકોર્ડ તપાસતા માલૂમ પડશે કે સત્ર પૂરું થતી વખતે જ્યારે ગ્રુપ ફોટો ખેંચાવવાનો હોય છે ત્યારે જ 100 ટકા જેટલી હાજરી હોય છે.”
- તેઓએ વધુમાં જણાવ્યું કે, “ભથ્થું કે કેન્ટિન એ સાંસદો માટે કોઈ એટ્રેક્શન નથી. જો ડેઈલી એલાઉન્સ જ આકર્ષણ હોત તો બધા જ સાંસદો ગૃહમાં હાજર રહે. અનેક સાંસદો વકીલ છે, તેમને કોર્ટમાં એક દિવસની હાજરી માત્રના 1થી 2 લાખ રૂપિયા મળતા હોય છે તેમના માટે 2000 હજાર રૂપિયાની શું ગણતરી હોઈ શકે.”
આગળની સ્લાઈડમાં વાંચો, પીએમ મોદી સામે નિતિશે કહ્યું, “રાજ્યપાલનું પદ હટાવી લેવું જોઈએ”... પીએમ મોદી સામે નિતિશે કહ્યું, “રાજ્યપાલનું પદ હટાવી લેવું જોઈએ”...સરકાર દરેક સાંસદ પાછળ મહિને ખર્ચે છે 2.7 લાખ રૂપિયા... દરખાસ્ત મંજૂર થશે તો પગાર થઈ જશે ડબલ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો